[:gj]PAC 2 : સરકાર ઉતાવળે પ્રોજેક્ટ શરૂ કરે છે, પછી પડતા મૂકી દે છે[:]

[:gj]ભાગ 2

ગાંધીનગર, 29 ફેબ્રુઆરી 2020

તપાસ દરમિયાન સમિતિના ધ્યાને આવ્યું છે કે, વિભાગો ઘણા પ્રોજેકટો ઉતાવળે શરૂ કર્યા બાદ કેટલાક ટેકનીકલ કારણો દર્શાવીને તેને પડતા મૂકે છે. આમ કરતા નાણાનો વ્યય થતો જોવા મળે છે. આવું ન બને તે માટે વહીવટી ( ટેકનીકલ બધા પાસાઓની પૂરતી વિચારણા કર્યા બાદ જ જે તે પ્રોજેકટ શરૂ કરવા જોઇએ. જેથી તેના પરિણામ સુધી પહોંચી શકાય આ બાબતમાં પુરતી કાળજી રાખવા સમિતિ ભલામણ કરે છે.

કંટીજંસી ફંડ માટે સરકારને ઠપકો

વિનિયોગ હિસાબોની તપાસ દરમિયાન સમિતિએ અવલોકન કર્યું છે કે વિભાગ કોઇ આકસ્મિક ખર્ચને પહોંચી વળવા કન્ટીજન્સી ફંડમાંથી નાણા મેળવે છે પણ ઉપાડેલી પૂરી રકમનો ખર્ચ કરવામાં આવતો નથી. એટલે કે જરૂર કરતા વધારે રકમ ઉપાડવામાં આવે છે. જેથી બચત રહે છે. તેથી જયારે કન્ટીજન્સી ફંડમાંથી ઉપાડ કરવામાં આવે અને એને પૂરક માગણી તરીકે લેવાના થતા હોય ત્યારે બચત ન જ રહેવી જોઇએ. કન્ટીજનની ફંડમાંથી થયેલો ખર્ચ જેટલો હોય એટલી જ રકમ પૂરક માગણીમાં ઉપસ્થિત થવી જોઇએ. આ અંગેની વિભાગોએ કાળજી લેવા સમિતિ ભલામણ કરે છે.

કામની મંજૂરી માટે વિભાગો વિલંબ બંધ કરે

માર્ગ અને મકાન વિભાગએ સરકારના મોટાભાગના વિભાગોના બાંધકામને લગતા કામો પૂર્ણ કરતી એક માત્ર અમલકર્તા એજન્સી છે. જયાં સુધી વિભાગો પોતાના કામોને વહીવટી મંજૂરી ન આપે ત્યાં સુધી માર્ગ અને મકાન વિભાગ આવા કામ હાથ ધરી શકતું નથી. આને કારણે બજેટમાં મંજૂર થયેલી રકમ જે તે વર્ષે ખર્ચ થઇ શકતી નથી. ૨૦૧૨ – ૧૩ના વર્ષના માર્ગ અને મકાન વિભાગના વિનિયોગ હિસાબોની તપાસ દરમિયાન સમિતિના ધ્યાને એ બાબત આવી હતી કે, ઉદ્યોગ અને ખાણ, મહેસૂલ, માહિતી અને પ્રસારણ, શિક્ષણ, સામાજિક ન્યાય અને અધિકારીતા, આરોગ્ય અને પરિવાર કલ્યાણ, રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ બાબતો, કૃષિ, – પશુપાલન, આદિજાતિ વિકાસ તથા શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વગેરે, વિભાગોના જુદા જુદા કામોમાં વહીવટી મંજુરી વિલંબથી મળવાને કારણે ખર્ચ થઇ શકેલ નથી. આથી ભવિષ્યમાં વહીવટી મંજુરી આપવાની બાબતમાં કોઇ પણ વિભાગ તરફથી વિલંબ ન થાય તેની પુરતી તકેદારી રાખવા સમિતિ ભલામણ કરે છે.

શિક્ષણ સ્ટુડન્ટશીપની આવક મર્યાદા 7 કાલ કરો

શિક્ષણ વિભાગની તપાસ દરમિયાન સમિતિના ધ્યાને આવ્યું હતું કે, આવકનાં આધારે પછાત વર્ગના વિદ્યાર્થીઓને મફત શિક્ષણ સ્ટુડન્ટશીપ ( આયોજન ) અંગે કરવામાં આવેલી જોગવાઈ પૈકીની ૬૦ ટકા જેટલી રકમ પુનઃવિનિયોગથી પરત કરવામાં આવેલી હતી. જેનું મુખ્ય કારણ સન ૧૯૯૨માં નિયત કરવામાં આવેલા લાભાર્થીની વાર્ષિક આવક મર્યાદા રૂ.૨૫૦00 ની છે. જે આજના સંજોગોમાં વાસ્તવિક ન હોવાના કારણે પછાતવર્ગના વિદ્યાર્થીઓને મફત શિક્ષણ ટુડન્ટશીપ યોજનાનો લાભ મળી શકયો ન હતો. આ આવકમર્યાદા રૂા.૨૫૦૦૦થી વધારીને ૭ લાખ રૂપિયા કરવા સમિતિ આથી ભલામણ કરે છે. (ક્રમશઃ 3)[:]