[:gj]રામ મંદિર નહીં, હવે માત્ર જ્ઞાતિવાદ ખેલશે ભાજપ, શરૂઆત થઈ[:]

[:gj]દિલીપ પટેલ 

ગાંધીનગર, 14 જૂન 2021

ગુજરાતમાં જ્ઞાતિ-વાદ વકરવાના પૂરા એંધાણ છે. હાલ ચૂંટણી થાય તો ભાજપને વિધાનસભામાં 50 બેઠકો પણ મળે તેમ નથી. ગુજરાતમાં વિજય રૂપાણીની સરકાર સર્વ-ક્ષેત્રે નિષ્ફળ છે. તેથી તેમના નામે મત મળે તેમ નથી. હિંદુ વાતાવરણ ઊભું કરીને મત મળે તેમ નથી. મોદીના નામે મત મળે તેમ છે પણ તે 2017 જેટલાં તો નહીં જ. મોદીની લોકપ્રિયતા ઘટી છે.

સામે ગુજરાતમા આમ આદમી પક્ષ ઘણો મજબૂત થયો છે.

આ બધાની વચ્ચે અયોધ્યામાં રામમંદિરમાં સંઘ, વિશ્વ હિંદુ પરિષદ અને ભાજપના મેયરનો ભ્રષ્ટાચાર બહાર આવ્યો છે. તેથી ભાજપની અને સંઘની આબરુનું ધોવાણ ગુજરાતમાં મોટા પાયે થયું છે. આ બધાની વચ્ચે ભાજપને જો સત્તા ટકાવી રાખવી હોય તો જ્ઞાતિવાદી રાજકારણ રમવું પડે તેમ છે. જેમાં ભાજપના નેતાઓ માહીર છે. જ્ઞાતિવાદી નેતાઓને ભાજપે તેના પક્ષમાં 1995થી લેવાનું શરૂ કર્યું હતું. જે અલ્પેશ ઠાકોર સુધી ચાલુ રહ્યું છે. હવે ફરીથી જ્ઞાતિનું કાર્ડ રમીને પાટીદાર અને અન્ય જ્ઞાતિઓને સામ સામે લાવવાનું ષડયંત્ર સ્પષ્ટ દેખાય છે.

શું છે જ્ઞાતિવાદી સમીકરણ

પાટીદાર આગેવાનોના ટીવી ડિબેટમાં જાતિવાદી ઉચ્ચારો જોવા જેવા છે. નરેશ પટેલે કહ્યું કે વ્યક્તિ ગત છે. વીટીવી પર તેના ટ્રસ્ટી બોલતાં હતા. 14 છોકરા મરી ગયા હતા. નોન પટેલ હતા. કોર્ટ પણ નોન પટેલોની હતી. લાઈવ ડીબેટમાં બોલેલા હતા. બીજી જ્ઞાતિઓ પણ આવા જ નિવેદનો કર્યા છે.

આગળ જતાં પટેલ, અન્ય જ્ઞાતિઓ અને ઓબીસીને સામ સામે કરીને રાજરમત રમવામાં આવશે.  જેટલું જાહેરમાં જાતિવાદી વેરઝેર રમવામાં આવે છે તેનાથી વધારે ખતરનાક ગામ, તાલુકા અને જિલ્લામાં રમાતું હોય છે. ઘણાં જિલ્લાઓમાં ભાજપે જાતિવાદી જાહેરખબર આપવાનું ચાલું કર્યું છે.

માધવસિંહ વખતે હતું એવું ફરી એક વખત ભાજપ કરી રહ્યો છે. હમણાં જ ભાજપે જાતિવાદી મોરચા અને સંગઠનો જાહેર કર્યા છે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં જાતિવાદ રમવાની શરૂઆત ભાજપે કરી છે. હવે તેના ચીલે કોંગ્રેસ ચાલશે. જેમાં કોંગ્રેસના નેતા હાર્દિક પટેલ પણ આવું જાતિવાદી રાજકારણ કરી રહ્યાં છે.

આ બધા વચ્ચે આમાં આમ આદમી પક્ષનું આવવું તે ભયજનક છે.

આમ આદમી પક્ષ અરાજકતાં ફેલાવવાનું કામ કરે છે.

પાટીદારોનો ખેલ કોણ પાડે છે  ? 

પાટીદારોએ મુખ્યમંત્રીપદ માગ્યુ છે ત્યારે ભાજપના નેતા અલ્પેશ ઠાકોર પણ મેદાને આવ્યાં છે. અલ્પેશ ઠાકોરે ઓબીસી, એસટી-એસટીને મુખ્યમંત્રી બનાવવા જોઇએ તેવી માગ કરી હતી.

પાટીદારોની ધાર્મિક સંસ્થા ખોડીયાર માતાના મંદિર ખોડલધામમાં આ સંસ્થાના આગેવાન નરેશ પટેલે અગાઉની દરેક ચૂંટણી વખતે જેવું નિવેદન કર્યું હતું એવું ફરી એક વખત નિવેદન કર્યું છે. કે પાટીદાર મુખ્ય પ્રધાન હોવા જોઈએ.

નરેશ પટેલે આમ આદમી પાર્ટીના રાજકીય વખાણ કર્યા હતાં. આપનું ભવિષ્ય ઉજળુ છે તેવુ નિવેદન આપ્યુ હતું. ખોડલધામનો રાજકીય પ્લેટફોર્મ તરીકે ઉપયોગ થયો છે. તે માટે નરેશ પટેલની ખુટલ નીતિનો વિરોધ પાટીદારમાં અંદરથી થયો છે.

ખોડલધામની સ્થાપના જ લેઉવા સમાજના ઉત્થાન માટે થઇ હતી. નરેશ પટેલે જ ખાતરી આપી હતી કે, ખોડલધામમાં રાજકારણમાં નહીં થાય. આ પ્લેટફોર્મ પર રાજકીય પ્રવૃતિ થશે નહીં. પણ તેઓ દર વખતે રાજકીય નિવેદનો કરીને ભાજપની સરકાર બનાવવામાં મદદ કરે છે.

પાટીદારોના દાતાઓ અને ટ્રસ્ટીઓ ઉદ્યોગપતિઓ છે. તેમના ધંધાના કારણે ભાજપ વારંવાર નાક દબાવે છે. નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્ય પ્રધાન બતા ત્યારે તેમના બંગલા પર હજારો ટેરાબાઈટ સાથેની ફાઈલો હતી. તે ફાઈલોનો ઉપયોગ નાક દવાબબા માટે કરતાં રહ્યાં છે.

જો આવું ન હોય તો નરેશ પટેલે અત્યારે આવી કોઈ વાત  કરવાની કોઈ જ  જરૂર ન હતી.

રાજકીય રીતે પણ પાટીદારોને મહત્વ મળવું જોઈએ. કેશુભાઈ જેવો આગેવાન હજી સુધી નથી મળ્યો. ભીમજી નાકરાણીએ કહ્યું કે, નવા મુખ્યમંત્રી પાટીદાર જ હશે.

પ્યાદા

નરેશ પટેલે જેવું આ નિવેદન કર્યું તેની સાથે કોંગ્રેસ, આમ આદમી પક્ષ, એનસીપી, શંકરસિંહના પક્ષે કે બીજા 29 રાજકીય પક્ષોએ તે અંગે કોઈ જ પ્રત્યાઘાત આપ્યા ન હતા. પણ ભાજપે થોડી મીનીટોમાં જ પાટીદારોની વાતને તોડીમરોડીને તુરંત ગોઠવેલા પ્યાદા જાહેર કરવા લાગ્યા હતા.

ભાજપનું નિવેદન

ભાજપના નેતાઓએ અગાઉથી જ પ્લાન ગોઠવી રાખ્યો હોય તેમ તેના ઠાકોર આગેવાન અને પક્ષપલટું એવા અલ્પેશ ઠાકોરને કહ્યું કે આવું નિવેદન વાંચી કાઢો. ઠાકોરે તુરંત કહ્યું કે, મુખ્ય પ્રધાન તો ઠાકોર હોવા જોઈએ.

ભાજપના નેતા દિલીપ સંઘાણીએ પણ કહ્યું કે, ધર્મને રાજકારણથી દૂર રાખવું જોઈએ, મુખ્યમંત્રી કોણ બનશે તે પાર્ટી નક્કી કરશે.

કોંગ્રેસની નબળાઈ

ગુજરાતમાં અત્યાર સુધી કોંગ્રેસ જાહેરમાં જાતિવાદી નાજનીતિ ખેલતી હતી. હવે એવું ભાજપ કરવા લાગ્યો છે. કોંગ્રેસમાં જેટલાં અવગુણો તેના નેતાઓમાં હતા તે તમામ અવગુણો ભાજપમાં છે. તેનાથી વધું અવગુણો ભાજપમાં છે. 102 ગુના નોંધાયા હોય તે ભાજપના પ્રમુખ બની શકે છે. જે ભાગેડું જાહેર થયા હોય એવા રાષ્ટ્રીય પ્રમુખ બની શકે છે. જેના રાજમાં હજારો લોકોની કલ્તેઆમ થઈ હોય તેવા સંઘના પ્રચારક વડાપ્રધાન પણ બની શકે છે. આવું અગાઉ કોંગ્રેસમાં થયું ન હતું. કોંગ્રેસના ગુંડાઓ હવે ભાજપમાં જતાં રહ્યાં છે. કોંગ્રેસની સૌથી નબળાઈ છે તેની નબળી નેતાગીરી, જ્ઞાતિવાદી નેતાગીરી, અનિર્ણાયક અને વેચાઈ જતી નેતાગીરી છે.

અનિર્ણાયક કોંગ્રેસ

કોંગ્રેસમાં નક્કી થઈ શકતું નથી. તેના પ્રદેશ પ્રમુખ કોણ અને પ્રભારી કોણ તે નક્કી થઈ શકતું નથી. કોંગ્રેસ અનિર્ણાયક બની છે. આ બધા પગલાંથી તો આખરે ભાજપને જ ફાયદો થઈ રહ્યો છે. છતાં સોનિયા ગાંધી કે રાહુલ ગાંધીને તેની સહેજે દરકાર નથી.

આમ આદમી પક્ષ

ગુજરાતમાં આમ આદમી પક્ષ આવી રહ્યો છે. 2017માં પણ આવાનો પ્રયાસ કરી ચૂક્યા છે. તેમના આવવાથી મતોનું વિભાજન થશે. જો આમ આદમી પક્ષ 108 બેઠકો લઈ આવતી હોય તો ગુજરાતની પ્રજા તેને ખોબલે મત આપવાની છે. પણ એવું ઝવાનું નથી. કોંગ્રેસના 26 ટકા મતો એવા છે કે જે કોઈ પણ સ્થિતીમાં કોંગ્રેસ સાથે હોય છે. આટલા મતદારો ભાજપ પાસે પણ કાયમી છે. જે કાયમી તેમની સાથે નથી એવા મતદારો જો આમ આદમી પક્ષ લઈ જાય તો તેનાથી તેની પાસે સરકાર બનાવવા 108 બેઠકો મળતી નથી. જો આમ આદમી પક્ષ સરકાર ન બનાવી શકે તો. કોંગ્રેસ પણ સરકાર બનાવી શકે તેમ નથી. આમ બન્નેના નકાર મતો ભાજપ માટે હકાર બની જશે. ભાજપથી નારાજ મતો છે તે કોંગ્રેસ તરફ જવાના હતા તે હવે આમ આદમી પક્ષ તરફ જવાના છે. આવી સ્થિતી જો 2022માં ઊભી થાય તો ફરી એક વખત પાતળી બહુમતીએ ભાજપની સરકાર બને. અને તેમાં જો ધારાસભ્યોને ખરીદવાની તાકાત તો ભાજપના નેતાઓની જ છે. તેઓ એક ધારાસભ્યને રૂપિયા 50 કરોડ આપવાની હવે ક્ષમતા ધરાવે છે.

જો આમ આદમી પક્ષ સ્વતંત્ર રીતે સરકાર ન બનાવી શકે તો તે ભાજપની સરકાર બનાવવામાં મદદ કરશે. જો આમ જ હોય તો ફરી એક વખત 5 વર્ષ માટે ભાજપની સરકાર આવશે. આમ આદમી પક્ષ જો ખરેખર ભાજપની સરકાર લાવવા માંગતો ન હોય તો કોંગ્રેસ અને તેના ઉમેદવારો અંગે સમજૂતિ કરી લેવી તે એક માત્ર વિકલ્પ છે. જો સમજૂતી ન કરે તો મતદારો સમજી જશે કે કોંગ્રેસ અને આમ આદમી પક્ષ ભાજપને જીતાડવા માટે જ કામ કરે છે. નહીં કે પોતાની સકકાર બનાવવા માટે. આમ આદમી પક્ષ પાસે હાલના નેતાઓ છે તેઓનું એ ગજુ નથી કે તેઓ 108 બેઠક લાવી શકે.

જીપીપી જીવતી હોત તો

ગુજરાત પરિવર્તન પક્ષનું ફીંડલું વાળી દેવામાં ભાજપના હાલના નેતા અને ત્યારના ગુજરાત પરિવર્તન પક્ષના પ્રમુખ ગોરધન ઝડફિયાને વધું રસ હતો. પક્ષને ઊભો કરનારા પૂર્વ મુખ્ય પ્રધાનો કેશુભાઈ પટેલ અને સુરેશ મહેતા ઈચ્છતાં હતા કે જીપીપી જીવતી રહે. પણ ગોરધન ઝડફિયાએ તેને તાળા મારી દીધા એવું કહીને કે પક્ષ ચલાવવા માટે પૈસા નથી. જો આજે જીપીજી જીવતી હોત તો આમ આદમી પક્ષ, કોંગ્રેસ અને ભાજપ એમ ત્રણેય પક્ષોને મોટો પડકાર આપી શકે એવી મજબૂત થઈ ગઈ હોત.

આજે ગોરધન ઝડફિયા ભાજપમાં છે. તેઓની એવી ખરાબ હાલત છે તે તેમને મહિલા મોરચાના પ્રભારી બનાવેલા છે. એક સમયે જીપીપી અને ભાજપને મજબૂત કરનારા ઝડફિયાની હાલત ભાજપમાં ખરાબ છે. તેમની શાખનું મોટું ધોવાણ થયું છે. તેમણે ભાજપમાં જવું જ હતું તો જીપીપીની જવાબદારી સુરેશ મહેતાને આપી દેવી જોઈતી હતી.[:]