[:gj]અમદાવાદના રિંગ રોડ પર કોમર્શિયલ વાહનોના ટોલ ટેક્સમાં  વધારો[:]

[:gj]

ઔડા નિર્મિત સરદાર પટેલ રિંગ રોડ પર કોર્મશિયલ વાહનો પાસેથી વસૂલ કરાતાં ટોલ ટેક્સમાં રૂ. 2 થી 10નો વધારો કરાયો છે. ટ્રાન્સપોર્ટરો અને ટ્રાવેલ્સને અમદાવાદ શહેરમાંથી પસાર થવાની દિવસે મનાઈ હોવાથી પરા વિસ્તારમાં તેમના માટે આ માર્ગ સૌથી સરળ છે. રીંગરોડ બનાવીને ટોલટેક્સ માટે ભાજપના ખજાનચી સુરેન્દ્ર પટેલ કરોડોનું કૌભાંડ કર્યું હતું. તેથી આજે પણ અમદાવાદની પ્રજા વેરો ભરવા મજબૂર છે.
10 વર્ષો સુધી ટોલ ટેક્સ વસૂલાત કરીને સરકારે વિધાનસભાની ચૂંટણી વખતે 12 ઓક્ટોબર, 2017નાં રોજ સ્ટેટ હાઇવે અને ઔડા નિર્મિત સરદાર પટેલ રિંગ રોડ પર ખાનગી કારચાલકો પાસેથી લેવાતાં ટોલ ટેક્સમાંથી મુક્તિ જાહેર કરી હતી. હવે હાલનો વેરો પણ રદ કરી દેવા માટે ટ્રક માલિકો માંગણી કરી રહ્યા છે.
ખાનગી કાર સિવાયનાં લાઇટ કોમર્શિયલ વ્હીકલ, બસ, ટ્રક, મલ્ટીએક્સલ વાહનો પાસેથી ટોલ ટેક્સ લેવામાં આવે છે. ઔડા દ્વારા બીઓટી ધોરણે બનાવવામાં આવેલાં રિંગ રોડનાં કોન્ટ્રાક્ટરો સાથે શરત નકકી કરી છે કે વર્ષમાં એક વખત ટોલનાકા પર ટોલટેક્સ વધારી શકશે. સુરેન્દ્ર કાકાએ અહીં અમદાવાદની જનતાને છેતરીને કૌભાંડ કર્યું હતું. જે આજે પણ અમદાવાદના લોકો ભોગવી રહ્યા છે. તે મુજબ ચાલુ વર્ષે 1લી સપ્ટેમ્બરથી ખાનગી કાર સિવાયનાં કોમર્શિયલ વાહનો પાસેથી લેવાતાં ટોલ ટેક્સમાં રૂ.2થી 10 સુધીનો વધારો કરાયો છે.
ખર્ચની વસુલાત પુરી પણ ટોલ લેવાય છે
અમદાવાદ શહેરની ફરતે આવેલો સરદાર પટેલ(SP)
રીંગ રોડ 76 કિલોમીટર લાંબો છે. પહેલા ટોલરોડ હતો જે ઔડા(અમદાવાદ અર્બન ડેવલોપમેન્ટ ઓથોરિટી) દ્વારારૂ. 355 કરોડમાં રોડ બનાવાયો હતો. રોડ નું લોકાર્પણ 2004 માં કરવામાં આવ્યું હતું. તેની મૂડી ટોલટેક્સ રૂપે ક્યારની વસૂલી લેવામાં આવી છે. તેમ છતાં કોન્ટ્રાક્ટરને ફાયદો કરવામાં આવી રહ્યો છે.
રોડના મુખ્ય જંકશન
સરખેજ,નારોલ,હાથીજણ,ઓઢવ,નરોડા,ચિલોડા,ઘુમા,બોપલ,આંબલી મુખ્ય જંક્શન છે.
વધુ બે નવા રિંગરોડ બનશે, ટોલનાકા નહીં હોય
અમદાવાદ-ગાંધીનગરને જોડતા વધુ બે નવા રિંગરોડ ગુડા દ્વારા ટૂંક સમયમાં આકાર લઇ રહ્યા છે. એક  રિંગરોડ નરોડા-ચિલોડાને સાંકળતો બનશે જેનું કામ ટૂંક સમયમાં જ શરૂ કરવામાં આવશે.
જેમાં વલાદ, પિરોઝપુર, લવારપુર, પ્રાંતિયા, મોટી સિંહોલી અને ચિલોડા સહિતનાં ગામને સાંકળી લેવાશે. પહોળાઇ 90 ફૂટની રહેશે, જ્યારે એસજી હાઇવેને સાંકળતો રિંગરોડ 80 ફૂટ પહોળાઇનો હશે, જેમાં ઉવારસદ, અડાલજ, પોર, અંબાપુર અને કુડાસણ સહિતનાં ગામને સાંકળી લેવાશે.
એસજી હાઇવેથી ગાંધીનગરને જોડતા રસ્તામાં આવતા કુડાસણ, સરગાસણ, ઉવારસદ, તારાપુર સહિતનાં ગામના રોડ પણ 60 ફૂટ પહોળાઇના કરાશે, જ્યારે ચિલોડા તરફ જતાં આવતાં ગામ મોટી સિંહોલી, પ્રાંતિયા, ચિલોડા, ડભોડા, વલાદ અને પિરોઝપુર ગામના રસ્તાને 60 ફૂટ, 45 ફૂટ અને 36 ફૂટ પહોળા કરાશે.
રતનપુર-ચિલોડા હાઇવે 90 ફૂટ પહોળો કરાશે, જ્યારે સાબરમતીથી ગાંધીનગરને જોડતા કુડાસણ, રાયસણ અને કોબાના રસ્તાને 80 ફૂટ પહોળો કરાશે, જ્યારે કુડાસણ, વાવોલ, પેથાપુર, કોલવડા, રાંધેજા અને તારાપુરને જોડતા રસ્તાને 30 ફૂટ પહોળા કરાશે.
ગુડા – ગાંધીનગર શહેરી વિકાસ સત્તામંડળ 12  ગામડાંને સાંકળતા રસ્તા બનાવવાનાં કામ શરૂ થઇ ચૂકયાં છે. એક કી. મી. 10 કરોડ રૂપિયાનું ખર્ચ કરવામાં આવશે પણ ટોલનાકા કે ટોલટેક્સ નહીં હોય.

[:]