[:gj]પરેશ ધાનાણી અમરેલી પોલીસ મથકે દેખાવો કર્યા [:]

[:gj]અમરેલીના એએસપી પ્રેમસુખ ડેલુએ જણાવ્યું કે, રવિવારે ભાજપના ઉમેદવાર નારણ કાછડીયાએ ગૌચરમાં કરેલા દબાણ અંગે પત્રિકાઓ વહેંચવામાં આવી હતી. લોકોમાં તેની મોટી અસર થઈ હતી. ભાજપના એક સાંસદ દ્વારા ગૌચર પર થયેલા દબાણનો મુદ્દો આમતો અખબારોમાં અગાઉ આવી ચૂક્યો છે. તેથી આ ચૂંટણીમાં તે અંગે ગરમગરમ પ્રચાર થયો હતો. લોકો અને કોંગ્રેસના કાર્યકરોએ આ પત્રિકા ધૂમ વહેંચી હતી. દરેક ઘર સુધી તે પહોંચી ગઈ હતી.

સાંજે પ્રચાર બંધ કરવાના બદલે આચારસંહિતાનો ભંગ કરીને કોંગ્રેસના બે કાર્યકરો આ પત્રિકા વહેંચતા પકડાયા હતા. દારુપીને અલગ અલગ ગાડીઓમાં પત્રિકાઓ વહેચવા નીકળ્યાં હતાં. અમરેલીના સાંસદ કાછડીયાના અંગત મદદનીશ વિશાલ સરધારાએ પોલીસને જાણ કરતા પોલીસ અમરેલીના ચક્કરગઢ રોડ પર ઘટના સ્થળે પહોંચી હતી. મનસીટી સહિતના સ્થળોએ પણ દરોડા પાડવામાં આવ્યાં હતાં.

6 વાહનોમાં અમરેલી પાલિકાના કોંગ્રેસના ઉપપ્રમુખ શકીલ બાપુ સૈયાદ, શહેર કોંગ્રેસ પ્રમુખ લલીત ઠુંમર સહિત 15 લોકો રાત્રે પત્રિકાઓ નખાવતા હતા. પોલીસ દ્વારા લલીત ઠુંમર પાસેથી રૂ.26 હજાર અને શકીલ પાસેથી રૂ.10 હજાર મળી આવ્યા હતા. લોકોને મજૂરી આપીને પત્રિકા વહેંચવામાં આવી હતી.

શહેર કોંગ્રેસ પ્રમુખ લલીત ઠુંમર, કૌશિક વઘાસીયા અને દિપક ચૌહાણ દારુ પિધેલા હતા એવો પોલીસનો દાવો છે.

ભાજપ અને કોંગ્રેસ વચ્ચે શબ્દ યુદ્ધ છેડાયું હતું. કોંગ્રેસના કાર્યકર્તાઓની અટકાયત થતા અમરેલીના કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણી પોલીસ સ્ટેશન પહોંચી ગયા હતાં. તેમણે પત્રિકા સાથે પોલીસ સ્ટેશન સામે પ્રદર્શન કર્યું હતું. જેથી ભાજપ સામે વધું પ્રચાર થયો હતો. પોલીસ ખોટી રીતે કેસ કરી રહી હોવાનો આરોપ તેમણે મૂક્યો હતો.

પત્રિકા
[:]