[:gj]રૂપાણી અને ફળદુ પ્રજા સામે જુઠ્ઠું કેમ બોલ્યા ? પ્રજાને મુર્ખ સમજે છે ? [:]

[:gj]રાજ્ય સરકારે જ ખુદ હેલ્મેટ ફરજિયાત હોવાનું સ્વીકારી મુખ્ય પ્રધાન વિજય રૂપાણી પ્રજાને મુર્ખ બનાવતાં પકડાયા છે. રાજ્ય સરકારે  યૂટર્ન માર્યો છે. ભાજપ સરકાર અભી બોલા અભી ફોક જેવું કરી રહી છે. ગુજરાતની વડી અદાલતમાં રાજ્ય સરકારે જવાબ રજૂ કરી કહ્યું કે, હેલ્મેટને મરજીયાત કર્યું જ નથી. જ્યારે અગાઉ રૂપાણી સરકરા જાહેર કર્યું હતું કે હેલ્મેટ ફરજિયાત નથી. 4 ડિસેમ્બર 2019ના રોજ ગુજરાતના શહેરી હદમાં વાહન ચાલકોને હેલ્મેટ પહેરવાથી મુક્તિ આપતો નિર્ણય પ્રધાન મંડળની બેઠકમાં લેવાયો હતો. આમ વિજય રૂપાણીની સરકાર ફરી એક વખત પ્રજાની સાથે ફરી એક વખત ખોટું બોલ્યા છે.

શહેરી વિસ્તારમાં હેલ્મેટ પહેરવામાંથી મુક્તિ સામે સુપ્રીમ કોર્ટની રોડ સેફ્ટી કાઉન્સિલ ઓફ ઇન્ડિયાએ ગુજરાત સરકારને પત્ર લખ્યો છે અને રાજ્યના મુખ્ય સચિવ અનિલ મુકીમ પાસે ખુલાસો માગતાં પ્રશ્ન કર્યો છે કે રાજ્યમાં કયા નિયમોને આધારે હેલ્મેટ પહેરવામાંથી મુક્તિ અપાઇ છે? કેવી રીતે હેલ્મેટને મરજિયાત કરી છે?

કમિટીએ લોકોના જીવના જોખમે છૂટછાટ ન આપવાની પણ રાજ્ય સરકારને સલાહ આપી છે. એટલું જ નહીં દર 3 મહિને કાયદાની સમીક્ષા કરવા પણ કહ્યું છે. ભારે દંડ વધારો કરીને ટ્રાફિકના નવા નિયમો અમલી બનાવ્યા હતા, જેમાં હેલ્મેટ પહેરવી ફરજિયાત બનાવાઈ હતી.

ટ્રાફિક પોલીસે હેલ્મેટ ન પહેરવાના નિયમોનો ભંગ કરનારા દ્વિચક્રી ચાલકો પાસે લાખો રૂપિયાનો દંડ ઉઘરાવ્યો હતો. હેલ્મેટના કારણે લોકવિરોધનો વંટોળ શરૂ થયો હતો, જેના કારણે રૂપાણી સરકારે પ્રજાના રોષથી બચવા અને લોકોને મુર્ખ બનાવવા જાહેરાત કરી હતી કે હેલ્મેટ પહેરવી ફરજિયાત નથી.

30 જાન્યુઆરી 2020માં વડી અદાલતમાં રાજ્ય સરકાર ફરી ગઈ હતી. પોતાના જવાબમાં કહેવાયું છે કે સરકારે હેલ્મેટ મરજિયાત કર્યું જ નથી.  વાહન ચાલકોએ હેલ્મેટ ફરજિયાત પહેરવું પડશે. અને પાછળ બેસનારે પણ હેલ્મેટ પહેરવું ફરજિયાત છે.

ફળદુ ફરી ફરી ગયા

હેલ્મેટ મામલે અલગ અલગ ફરિયાદો મળ્યા બાદ અને લોકોના વિરોધ બાદ સરકારે હેલ્મેટને મરજિયાત કર્યું હતું. ખુદ મંત્રી આર.સી. ફળદુએ હેલ્મેટ મરજિયાત હોવાની જાહેરાત કરી હતી. નગરપાલિકા તેમજ મહાનગરપાલિકાના માર્ગો પર હેલ્મેટ વિના કોઈ પકડાય તો દંડ ન વસૂલવા માટે આદેશ આપ્યો હતો.

લોકો-સંસ્થાઓ અને વિપક્ષે હેલ્મેટનો વિરોધ કર્યો. વિરોધ રાજ્ય સરકાર માટે માથાનો દુખાવો બન્યો. સુપ્રીમ કોર્ટે પણ ગુજરાત સરકારને નોટિસ આપી. સુપ્રીમ કોર્ટે રાજ્ય સરકાર પાસેથી જવાબ માગ્યો. રાજ્ય સરકારના નિર્ણય સામે ગુજરાત હાઈકોર્ટમાં પણ અરજી થઈ.

જેના જવાબમાં સરકારે સોગંદનામું રજૂ કરીને ગુજરાતમાં હેલ્મેટ પહેરવું મરજીયાત નથી કરાયું, ફરજિયાત જ છે. રાજ્ય સરકાર હેલ્મેટ પહેરવાનો મરજિયાત કરતો કોઈ પરિપત્ર જાહેર કરાયો નથી.

ટ્રાન્સપોર્ટ સચિવને એફિડેવિટ રજૂ કરવા આદેશ કર્યો હતો.[:]