હું કાળા ધંધા કરતો નથી, નહીંતર મારી ફિલ્મ હાલી ન હોત – વાસણ આહીર

કચ્છ ભાજપના અનેક નેતાઓ સેક્સ કૌભાંડમાં સંડોવાયેલા છે.

30 એપ્રિલ 2012માં ગાંધીધામ આરટીઓ કચેરીના લોકાર્પણ વખતે પ્રધાન વાસણ આહીર દ્વારા ટ્રકના ઓવરલોડના મુદ્દે કોઇનું નામ લીધા વિના અનેકને આડેહાથ લીધા. કાળા ધંધા હું કરતો હોત તો અમારી ‘ફિલમ’ હાલી ન હોત તથા ભુજમાં 22 હજાર મતથી વિધાનસભાની ચૂંટણીમાં હું જીત્યો ન હોત

તેમણે ભાજપના જ કેટલાંક નેતાઓને લક્ષ્ય બનાવ્યા હતા. ભાજપની અંદરોઅંદરનું શીત યુદ્ધ બહાર આવી ગયું હતું. વાસણએ કહ્યું હતું કે, પોતે તથા તેઓનું સંગઠન ટ્રક ઓવરલોડનું વિરોધી છે, તેવું જણાવી ખોટી રીતે તેમના નામ પર અનેક લોકો માછલાં ધોઇ રહ્યાં છે.

વાસણભાઇએ જણાવ્યું હતું કે, પોતે ટ્રાન્સપોર્ટની લાઇનમાં ૩૦ વર્ષથી છે અને ઓવરલોડ બંધ કરાવવા માટે તેઓ જ સૌપ્રથમ ગુજરાત વડી અદાલત અને ત્યાર બાદ દેશની સર્વોચ્ચ અદાલતમાં ગયા હતા. આજ દિવસ સુધી એક પણ ટ્રક ઓવરલોડમાં પકડાઇ નથી. તેમ છતાં અમુક લોકો આરટીઓના અધિકારીઓને ફોન મારફતે વાસણભાઇની ટ્રક ઓવરલોડ ભરીને જઇ રહી છે તેવું જણાવી તેઓના નામ પર ખોટાં માછલાં ધોઇ રહ્યાં છે. આરટીઓના અધિકારીઓને ખોટી રીતે પરેશાન કરવામાં આવી રહ્યા છે. ખોટા આક્ષેપો કરવામાં આવી રહ્યા છે.

વાસણે જણાવ્યું હતું કે, રાજકાણની કારકિર્દીમાં 5 વર્ષ પોતે છૂટા રહ્યા હતા. ત્યાર બાદ ટ્રાન્સફર કરી તેઓને ભુજની વિધાનસભાની ચૂંટણી લડવા મોકલવામાં આવ્યા હતા. તે વખતે કેટલા હિતેચ્છુએ તેઓને જણાવ્યું હતું કે, તમારી દવા કરવા માટે ભુજ મોકલવામાં આવ્યા છે. વાસણભાઇએ જણાવ્યું હતું કે, 22 હજાર વોટથી જીતીને તમામને મેં જવાબ આપી દીધો છે.

વજુ વાળાના પીએને નિશાન બનાવાયા

તે સમયના નાણાં પ્રધાન વજુભાઇ વાળાના અંગત મદદનીશને નિશાન બનાવ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, આ કાર્યક્રમના આયોજનમાં અનેક લોકોને મુશ્કેલી પડી હતી. સૌથી વધારે મુશ્કેલી વજુભાઇના પીએને પડી હતી.