[:gj]કચ્છ,
ગુજરાત સહિત કચ્છમાં પણ સીવીલ ડિફેન્સ કચ્છ-ભુજના 60 સ્વયંસેવકોએ સ્વયભૂ કરફયુથી લઇ લોકડાઉન દરમ્યાન 20 વોર્ડનથી ભુજમાં છેલ્લા બે માસથી સક્રિય છે.
ભુજ નાગરિક સંરક્ષણદળના સ્વયંસેવકોએ કોરોનાના કપરા સમયમાં ભુજ શહેર તેમજ માધાપર વિસ્તારના જરૂરતમંદ નાગરિકોને મદદરૂપ થવા સી.સી.હેલ્પલાઇન કન્ટ્રોલરૂમ 02832-251007નો પ્રારંભ ભુજના 11 વોર્ડમાં કાર્યરત થયો.
ભુજ, માધાપર, કન્ટેન્મેન્ટ વિસ્તારોમાં જે વડીલો એકલા હોય, જેમને રાશન ના મળતું હોય તે સર્વેના ઘરે રાશન અને રાહતની તમામ ચીજો પહોંચાડવાની કામગીરી સ્વયંસેવકોએ આરંભી છે. જેમાં પંડિત દિનદયાળ ઉપાધ્યાય સસ્તા અનાજની દુકાનદારોએ તત્કાળ અને ઝડપી સહાયનો સુંદર સહયોગ કર્યો હતો.
એકલા નાગરિકો, વડીલો, અશકતો, બિમારોને ત્યાં થઇ સ્વયસેવકો માર્ગદર્શન સાથે સંપર્ક નંબર આપી મદદ માટે જણાવતા હતા. લોકડાઉનના પગલે કેન્સર, ડાયાલીસીસના દર્દીઓને ઘરે બેઠા દવા અને સારવાર પુરી પાડવામાં આવતી હતી.

આ સિવાય જરૂરતમંદોના ઘર સુધી તમામ જરૂરી મેડિકલ સુવિધા પણ સ્વયંસેવકો પુરી પાડતા હતા. ભુજથી પરપ્રાંતિયો અને શ્રમિકો માટે ઉપડતી સ્પેશ્યલ ટ્રેનોના યાત્રિકોઓ માટે 10,00 જેટલા ફૂડપેકટ તૈયાર કરી વિતરણ કર્યા.
રેલવે સ્ટેશન પર શ્રમિકોને સામાન ઉપાડવા, માસ્ક, નાસ્તાકીટ, પીવાના પાણીની વ્યવસ્થા તેમજ સામાન ઉંચકવામાં મદદ વગેરેની કામગીરી સીવીલ ડિફેનસના સ્વયંસેવકોએ કરી હતી. મુંબઇ આવેલ ટ્રેનના યાત્રીકોને ટોકન આપી બસમાં બેસાડવાની વગેરે કામગીરી પણ કરવામાં આવી હતી.
આ સમય દરમ્યાન પોલીસ તંત્રના A અને B ડીવીઝનમાં 40 જેટલા સ્વયંસેવકો કાર્યરત છે. જયારે કોરોના ફાઈટર તરીકે 20 જણાં સંકળાયેલા છે. કોરોના ફાઈટરની ટીમમાં, ભુજના નાગરિકો અને જરૂરતમંદ નાગરિક સંરક્ષણદળ, સીવીલ ડિફેન્સ, કચ્છ-ભુજ 02832-251007ની મદદ લઇ શકે છે.[:]
![[:gj]કચ્છનું મુંદરા ભારતનું ડ્રગ્સનું પ્રવેશ દ્વાર, 30 હજાર કરોડનું ડ્રગ્સ પકડાયાનો ઇતિહાસ[:en]GUJARAT: Mundra in Kutch is India’s Gateway for Drugs[:hn]गुजरात – कच्छ का मुंदरा भारत में ड्रग्स का गेटवे [:]](https://i0.wp.com/allgujaratnews.in/wp-content/uploads/2026/05/%E0%AA%A8%E0%AA%95%E0%AA%B8%E0%AB%8B.jpg?resize=218%2C150&ssl=1)
![[:gj]અદાણી ગુજરાતની માંગનું 50 ટકા એટલે કે 50 ટન સોનું કચ્છમાં પેદા કરે છે[:en]Adani produces 50 percent of Gujarat’s demand, or 50 tons of gold, in Kutch[:hn]अडानी गुजरात की मांग का 50 प्रतिसत यानी, 50 टन सोना कच्छ में बनाता है[:]](https://i0.wp.com/allgujaratnews.in/wp-content/uploads/2021/06/ADANI6.jpg?resize=218%2C150&ssl=1)
![[:gj]કચ્છમાં અદાણી કંપની મુખ્ય પ્રધાનનું સ્વાગત પહેલાં કરે છે, પછી જનતાના પ્રતિનિધિ[:en]Adani Company first welcomed the Chief Minister, then the People’s Representative in Kutch[:hn]अडानी कंपनी ने कच्छ में पहले मुख्यमंत्री का स्वागत किया, फिर जनप्रतिनिधि[:]](https://i0.wp.com/allgujaratnews.in/wp-content/uploads/2025/12/15.jpeg?resize=218%2C150&ssl=1)
![[:gj]પાકિસ્તાન અને ગુજરાત વચ્ચેની સરક્રીક વિવાદ[:en]Sir Creek is a 96-kilometer-long stretch of land between Pakistan and Gujarat[:hn]पाकिस्तान और गुजरात के बीच स्थित सर क्रीक 96 किलोमीटर लंबा भूभाग [:]](https://i0.wp.com/allgujaratnews.in/wp-content/uploads/2025/10/%E0%AA%B8%E0%AA%B0%E0%AA%95%E0%AB%8D%E0%AA%B0%E0%AA%BF%E0%AA%95.jpg?resize=218%2C150&ssl=1)
![[:gj]કચ્છનું ધોરડો સોલાર વિલેજ[:en]Dhordo Solar Village in Kutch[:hn]कच्छ का धोरडो सौर गाँव[:]](https://i0.wp.com/allgujaratnews.in/wp-content/uploads/2025/09/%E0%AA%B8%E0%AB%8B%E0%AA%B2%E0%AA%BE%E0%AA%B0-2.jpeg?resize=218%2C150&ssl=1)
You must be logged in to post a comment.