[:gj]પ્રાકૃત્તિક ખેતી કરતા પશુપાલક ખેડૂતો માટે મહિને રૂ.900ની ગાય સહાય યોજના મજાક બની ગઈ[:en]Cow help scheme became a joke for the farmers engaged in natural farming[:hn]900 रुपये प्रति माह की गाय सहायता योजना प्राकृतिक खेती में लगे किसानों- गाय के लिए मजाक बन गई[:]

[:gj]ગાંધીનગર, 14 ડિસેમ્બર 2020

સંપૂર્ણ દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરતા 1 લાખ પશુપાલકોને અટલબિહારી બાજપેઈના જન્મ દિને રૂ.48 કરોડની સહાય આપશે. 12400 પશુપાલકોને જિવામૃત બનાવવા 75 ટકા સહાય 25 ડિસેમ્બર 2020એ અપાશે. આ યોજનામાં અત્યાર સુધીમાં માલધારીઓને રૂ.8100 મળી જવા જોઈતા હતા. પણ મળ્યા છે માંડ રૂ.4800. આમ સરકાર ગાયના નામે મત મેળવીને ગાય સાથે પણ છેતરપીંડી કરી રહી છે. આ યોજનાથી એક વાત એ બહાર આવી છે કે, 2 ટકા માલધારીઓ ગુજરાતમાં પ્રાકૃત્તિક ખેતી કરી રહ્યાં છે. પણ ખરેખર આ આંક વધું છે. મહિને રૂ.900 આપવાના થતાં હતા. તે પણ સરકાર સમયસર આપી શકતી નથી. દેશભરમાં પશુપાલકો અને ખેડૂતોનો રોષ જોઈને હવે એકાએક તે સહાય આપવાનું શરૂ કરવામાં આવી રહ્યું છે. તે પણ ગુજરાતના રાજ્યપાલનું દબાણ હતું એટલે રૂપાણી સરકારે કમને યોજના અમલી કરવી પડી છે.

26 જુન 2020માં દેશી ગાય આધારિત ખેતી કરતા ખેડૂતો માટે 1 ગાય દીઠ રૂપિયા 900 દર મહિને આપવાના થાય છે. પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા માટે યોજના જાહેર કરી હતી. જેમાં વાર્ષિક રૂ.10800 ચૂકવવાના હતા. 26 જૂને પરિપત્ર જાહેર કરીને યોજના અમલી બનાવી હતી. ખરેખર તો તે 1 એપ્રિલ 2020થી અમલી થવાની હતી. 3 મહિના મોડી યોજના અમલી કરી હતી.

એપ્રિલથી જુનના ત્રિમાસિકનો નિભાવ ખર્ચ રૂ.2700 જુલાઈ માસમાં દરેક પશુપાલકોને મળી જવા જોઈતા હતા.  જુલાઈથી સપ્ટેમ્બરના બીજા હપ્તાના રૂ.2700 ઓક્ટોબરમાં નાણાં મળવા જોઈતા હતા, પણ તે અપાયા નથી. ઓકટોબરથી ડીસેમ્બરનો હપ્તો રૂ.2700માં જાન્યુઆરીમાં મળવો જોઈતો હતો.

ગુજરાતની 45 લાખ દેશી ગાયમાંથી માત્ર 1 લાખ દેશી ગાયના માલિકોને સહાય એટલે કે 2 ટકા કરતાં ઓછા પશુપાલકોને આપવામાં આવી રહી છે. એક ગાયને 9 મહિનાના રૂ.8100 અત્યારસુધી આપવાના થતાં હતા. તેના બદલે એક માલધારીને રૂ.4800 આપવામાં આવી રહ્યાં છે. જો 6 મહિનાના આપવાના થતાં હોય તો 1 લાખ ગાય માટે રૂ.5400 થાય છે. દર 3 મહિના પ્રમાણે રૂ.4800 કઈ રીતે થાય છે, તે પશુપાલકો સમજી શકતા નથી. આવકવેરો કાપી લીધો છે એવું પશુપાલકો માની રહ્યાં છે.

રાજ્યના તમામ માલધારીઓને આવરી લેવાનું રાજ્ય સરકારનું આયોજન હતું.

ભારત સરકારના પશુપાલન વિભાગના 2020ના અહેવાલ પ્રમાણે ગુજરાતમાં ગાય અને બળદની વસતી

2019માં

ગુજરાતમાં કુલ પશુઓની વસતી 2.68 કરોડ છે. ગુજરાતમાં કુલ ગૌવંશ (કેટલ) 99.83 લાખ હતો. જેમાં 67.67 લાખ ગાય અને 32 લાખ બળદ, સાંઢ હતા. 43.76  લાખ કુલ દેશી ગાય હતી. 18.49 લાખ બળદ હતા.

2012માં

ગુજરાતમાં કુલ પશુની વસતી 2.57 કરોડ હતી.

જેમાં દેશી ગાયની સંખ્યા 46.30 લાખ હતી. બળદ, બચ્ચા, સાંઢ સાથે કુલ ગોવંશ 94.59 લાખ હતા. જેમાં બળદ 30 લાખ હતા.

ગુજરાત ગાયની વસતીમાં દેશમાં 1થી 10 નંબરમાં નથી પણ ભેંસની 1 કરોડ  વસતી સાથે ત્રીજા નંબર પર આખા દેશમાં છે.

પશુ સહાયની શરતો

વિદેશી ગાયો જેવી કે જર્સી અને એચ.એફ. સિવાયની આઈડંટીફીકેશન ટેગ સહિતની એક દેશી ગાય ધરાવતો હોવો જોઇએ અને તેના છાણ મૂત્રથી પ્રાકૃતિક ખેતી કરતો હોવો જોઈશે અથવા જ્યારે પ્રાકૃતિક ખેતી કરતા થશે ત્યાર પછી લાભ મળવાપાત્ર થશે.

ઓનલાઈન અરજી કરવાની હતી.

પ્રાકૃતિક ખેતી એટલે પ્રકૃતિના મૂળભૂત સિદ્ધાંતો આધારિત દેશી ગાયના ગોબર અને ગૌમુત્ર થકી ઓછા ખર્ચે ખેતી, પાકની વૃધ્ધિ માટે જરૂરી ઈનપુટ બહારથી ન લેતાં પ્રાકૃતિક સામગ્રી દ્વારા જાતે જ બનાવવા. પ્રાકૃતિક ખેતીથી ભૂમિની ભેજ સંગ્રહ ક્ષમતા, ફળદ્રુપતા અને ઉત્પાદન ક્ષમતામાં વધારો, નહીવત ઉત્પાદન ખર્ચ, વધારે ભાવ, પાણીની બચત થાય અને પર્યાવરણ અને માનવીય સ્વાસ્થ્યનું રક્ષણ, પોષણ અને સંવર્ધન થાય તે હેતુસર દેશી ગાય આધારિત સંપુર્ણ પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂત કુટુંબને એક ગાય માટેના નિભાવ ખર્ચમાં આ સહાય આપવાનો નિર્ણય કરાયો છે.

26 જૂન 2020માં પરિપત્ર જાહેર કર્યો હતો. જેમાં એક ગાય માટે જ સહાય લખી છે. આ સહાય તો કોરોનાની મહમારીના રૂ.66.50 કરોડના ભાગરૂપે જાહેર કરેલો હતો.

પ્રાકૃતિક ખેતી માટે ખેડૂતે ગાયનું છાણિયું ખાતર અને જીવામૃતનો ઉપયોગ કરવાનો રહેશે. જેના કારણે લાંબા ગાળે જમીનની ફળદ્રુપતા વધશે. લોકોને સ્વાથ્યપ્રદ ઓર્ગેનિક અનાજ અને શાકભાજી મળી રહેશે તેમજ ગૌ સેવાનો લાભ પણ મળશે. આ યોજના અંતર્ગત અંદાજે 50 હજાર ખેડૂતોને આવરી લેવા માટે 50 કરોડ રૂપિયાની જોગવાઇ કરવામાં આવી છે. વર્તમાન સમયમાં જંતુનાશક દવાઓ અને રસાયણિક ખાતરોના વધુ પડતા ઉપયોગથી થતાં નુકસાનને લીધે પ્રાકૃતિક ખેત ઉત્પાદનોની માંગ વધી છે . ત્યારે સરકારે ખેડૂતો ગાય આધારિત પ્રાકૃતિક ખેતી તરફ વળે તે માટે આ યોજના શરૂ કરી છે.

ગુજરાતની પ્રખ્યાત દેશી ગીર અને કાંકરેજ ગાયના સંવર્ધનની વિવિધ પ્રવૃતિઓ માટે 32 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે. મુખ્યમંત્રી નિઃશુલ્ક પશુ સારવાર યોજના માટે 27 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે. મુંગા પશુપક્ષીઓની સારવાર માટે કરુણા એબ્યુલન્સ 1962ની સેવા 31 જેટલા શહેરોમાં શરૂ કરવામાં આવી છે. અમદાવાદ , વડોદરા , સુરત , રાજકોટ, ભાવનગર અને મહેસાણા શહેરમાં ઓ સેવા સુદઢ કરવા કુલ 13 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે.

25 ડિસેમ્બર 2020એ કિસાન પરિવહન યોજનાના 1000 ખેડૂત લાભાર્થીઓને સહાય, ફળ-શાકભાજી વેચતા 16500 વેપારીઓને વિનામૂલ્યે છત્રી, શેડ અપાશે. 51.34 લાખ ખેડૂતોને કિસાન સન્માન નિધી રૂ.1027 કરોડ અપાશે. દરેકને રૂ.2 હજાર અપાશે.[:en]Gandhinagar, 14 December 2020

Atal Bihari Vajpayee’s birthday on December 25, he will provide assistance of Rs. 900 to the owner of 1 lakh indigenous cow in Gujarat. On 25 December 2020, till now the cow owners were to get Rs.8100 under this scheme. Also barely got Rs. 8400. Thus, the government is cheating cows by getting votes in the name of cows. One thing has emerged from this scheme that 2% landowners are doing natural farming in Gujarat. But the figure is actually higher. From April 2020, we had to pay 900 rupees every month. That government too cannot deliver on time. Seeing the resentment of the pastoralists and farmers across the country, it is now beginning to provide assistance. That too was the pressure of the Governor of Gujarat, so the Rupani government is implementing the plan for the first time.

The Gujarat government ordered that farmers engaged in indigenous cow based farming be given Rs 900 per cow per month. Plans for promoting natural farming were announced in the Legislative Assembly in March 2020. In which Rs 10800 was to be paid per year. The scheme was implemented on 26 June by issuing a circular. In fact, it was to take effect on April 1, 2020. Implemented the scheme 3 months late.

The maintenance cost for the April to June quarter was Rs 2700, which was to be met by every hick in the month of July. The second installment of Rs 2,700 from July to September was to be received in October, but it was not given. October-December installment of Rs 2,700 was to be received in January.

Out of 45 lakh indigenous cows in Gujarat, only 1 lakh domestic cow owners are being assisted, i.e. less than 2% of the rural people. A cow had to pay Rs 8,100 for 9 months till now. Instead, an owner is being given Rs 4,800. If it is to be given for 6 months, it is Rs 5400 for 1 lakh cows.

According to the 2020 report of the Animal Husbandry Department of the Government of India, the population of cows and bulls in Gujarat

In 2019

The total livestock population in Gujarat is 2.68 crore. The total number of cows was 99.83 lakhs. It had 67.67 lakh cows and 32 lakh bulls. The total number of domestic cows was 43.76 lakhs. The number of oxen was 18.49 lakhs.

in 2012

The total livestock population in Gujarat was 2.57 crore.

The number of native cows was 46.30 lakhs. The total number was 94.59 lakhs with bulls, calves and bulls. In which the number of bulls was 3 million.

Gujarat is not ranked 1 to 10 in the country in terms of cow population, but is third in the country with a population of 1 crore buffaloes.

Cow Support Terms

Jersey and H.F. Like foreign cows. A native cow should have an identification tag and do natural cultivation with its cow dung urine or benefit will be gained after natural farming.

Online Application, natural farming should be low cost cow dung and cow urine cultivation based on the basic principles of nature. It has been decided to provide this assistance.

The circular was issued on 26 June 2020. In which help is written for one cow only. The aid amount was announced as a corona epidemic of Rs 66.50 crore.

For natural farming, the farmer has to use cow dung manure and pesticides. Which will increase soil fertility in the long run. People will get the benefit of healthy organic grains and vegetables. A provision of Rs 50 crore has been made to cover 50 thousand farmers. The government has launched a scheme to encourage farmers to take up cow-based natural farming.[:hn]गांधीनगर, 14 दिसंबर 2020

अटल बिहारी वाजपेयी के जन्मदीन 25 डिसम्बर पर गुजरात में 1 लाख देशी गाय के मालिक को महिने रुपये 900 की सहायता प्रदान करेंगे। 25 दिसंबर 2020 को इस योजना में अब तक गाय मालिकों को Rs.8100 मिलने वाले थे। साथ ही मुश्किल से रु.8400 मिले। इस प्रकार, सरकार गायों के नाम पर वोट प्राप्त करके गायों को धोखा दे रही है। इस योजना से एक बात सामने आई है कि 2% भूस्वामी गुजरात में प्राकृतिक खेती कर रहे हैं। लेकिन वास्तव में यह आंकड़ा अधिक है। एप्रिल 2020 से हर महीने 900 रुपये देने होते थे। वह भी सरकार समय पर नहीं दे सकती। देश भर के देहाती और किसानों की नाराजगी को देखते हुए, अब यह सहायता प्रदान करना शुरू कर रहा है। वह भी गुजरात के राज्यपाल का दबाव था, इसलिए रूपानी सरकार को योजना को पहलीबार लागू कर रही है।

गुजरात सरकार ने आदेश दियाथा की देसी गाय आधारित खेती में लगे किसानों को प्रति माह 900 रुपये प्रति गाय दिया जाना है। प्राकृतिक खेती को बढ़ावा देने के लिए योजनाओं की घोषणा विधानसभा में मार्च 2020 में की। जिसमें प्रति वर्ष 10800 रुपये का भुगतान किया जाना था। 26 जून को एक सर्कुलर जारी कर इस योजना को लागू किया गया था। वास्तव में, यह 1 अप्रैल, 2020 को प्रभावी होना था। योजना को 3 महीने देरी से लागू किया।

अप्रैल से जून तिमाही की रखरखाव लागत रु 2700 थी जो जुलाई के महीने में हर देहाती को मिलना था। जुलाई से सितंबर तक 2,700 रुपये की दूसरी किस्त अक्टूबर में मिलनी थी, लेकिन यह नहीं दी गई। जनवरी में 2,700 रुपये की अक्टूबर-दिसंबर किस्त मिलनी थी।

गुजरात में 45 लाख देसी गायों में से, केवल 1 लाख देसी गाय मालिकों को सहायता दी जा रही है, यानी देहाती लोगों को 2% से भी कम। एक गाय को अब तक 9 महीने के लिए 8,100 रुपये देने पड़ते थे। इसके बदले एक मालिक को 4,800 रुपये दिए जा रहे हैं। अगर यह 6 महीने के लिए दिया जाना है, तो यह 1 लाख गायों के लिए 5400 रुपये है।

भारत सरकार के पशुपालन विभाग की 2020 की रिपोर्ट के अनुसार, गुजरात में गायों और बैलों की आबादी

2019 में

गुजरात में कुल पशुधन आबादी 2.68 करोड़ है। कुल गाय की संख्या 99.83 लाख थी। इसमें 67.67 लाख गाय और 32 लाख बैल थे। कुल देसी गायों की संख्या 43.76 लाख थी। 18.49 लाख बैलों की संख्या थी।

2012 में

गुजरात में कुल पशुधन आबादी 2.57 करोड़ थी।

देशी गायों की संख्या 46.30 लाख थी। बैलों, बछड़ों और बैल के साथ कुल संख्या 94.59 लाख थी। जिसमें बैलों की संख्या 30 लाख थी।

गाय की आबादी के मामले में गुजरात देश में 1 से 10 वें स्थान पर नहीं है, लेकिन 1 करोड़ भैंसों की आबादी के साथ देश में तीसरे स्थान पर है।

गाय सहायता की शर्तें

जर्सी और एच.एफ. जैसी विदेशी गायें। एक देशी गाय के पास एक पहचान टैग होना चाहिए और उसके गोबर मूत्र के साथ प्राकृतिक खेती करनी चाहिए या लाभ प्राकृतिक खेती के बाद मिलेगा।

ऑनलाइन आवेदन

प्राकृतिक खेती प्रकृति के मूल सिद्धांतों पर आधारित कम लागत के गोबर और गोमूत्र की खेती होनी चाहीए। यह सहायता प्रदान करने का निर्णय लिया गया है।

परिपत्र 26 जून 2020 को जारी किया गया था। जिसमें मदद केवल एक गाय के लिए लिखी जाती है। सहायता राशि की घोषणा 66.50 करोड़ रुपये के कोरोना महामारी के रूप में की गई थी।

प्राकृतिक खेती के लिए, किसान को गोबर खाद और कीटनाशकों का उपयोग करना होगा। जो लंबे समय में मिट्टी की उर्वरता बढ़ाएगा। लोगों को स्वस्थ जैविक अनाज और सब्जियों का लाभ मिलेगा। 50 हजार किसानों को कवर करने के लिए 50 करोड़ रुपये का प्रावधान किया गया है। सरकार ने किसानों को गौ-आधारित प्राकृतिक खेती के लिए प्रोत्साहित करने के लिए योजना शुरू की है।[:]