[:gj]અમેરિકાના BAPS મંદિરમાં પકડાયેલા ગુલામો બાદ હવે, કોરતરણીના પથ્થરોના કલાકારોને વિચિત્ર રોગ[:en]Strange illness for carved stone artisans in India after slave labour was caught in America’s BAPS temple[:hn]अमेरिका के BAPS मंदिर में गुलाम मजूरो के पकड़े जाने के बाद, भारत में नक्काशीदार कारीगरों को अजीब बीमारी[:]

[:gj]અમદાવાદ, 20 મે 2021
11 મે, 2021ને મંગળવારના દિવસે અમેરિકાના ન્યુજર્સી રાજ્યના રૉબિન્સવિલ્લામાં 2014થી નિર્માણ પામી રહેલા ભવ્ય સ્વામિનારાયણ મંદિરમાં અમેરિકાના ત્રણ વિભાગ – એફ.બી.આઇ.; હોમલેન્ડ સેક્યુરિટી અને શ્રમવિભાગના અધિકારીઓએ સામૂહિક રેડ પાડી. ત્યારે ભારતના મજૂરો ગુલામની જેમ જીવતાં મળી આવતા તેમને મુક્ત કરવામાં આવ્યા છે. બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ BAPS સંસ્થા, ગુજરાતની છે અને ગુજરાતી સંતો દ્વારા દાન મેળવીને લોક કલ્યાણના કામો નહીં પણ મંદિરો બનાવવા માટે જાણીતી છે.

BAPS મંદિર બનાવવા માટે જે પથ્થર પર કોતરણી અને ઘાટ ઘડવામાં આવે છે તે રાજસ્થાનના શિહોરીમાં થાય છે. સ્વામિનારાયણના મંદિરના પથ્થરો પણ અહીં તૈયાર થયા છે. જ્યાં પથ્થરની રજકણોથી સિલોકોશિસ રોગ થાય છે.

રાજસ્થાનના સિરોહીમાં, જ્યાં BAPS મંદિર માટે પત્થરોની ખાણકામ કરવામાં આવે છે, ત્યાં સિલિકોસિસ થાય છે તેમાં સ્વામિનારાયણ મંદિેરે જવાબદારી લેવી આવશ્યક છે.

ગુજરાતના મજૂર આરોગ્ય માટે કામ કરતાં જગદીશ પટેલે એક નિવેદનમાં જણાવ્યું છે કે, આ મંદિર નિર્માણ થઈ રહ્યું છે ત્યાં આવા કોતરવામાં આવેલા પત્થરોની નિકાસ કરવામાં આવે છે.

BAPS મંદિર દ્વારા ન તો કામકાજમાં સિલિકાની ધૂળના સ્તર પર નજર રાખવામાં આવી હતી અથવા તે અમેરિકન ધોરણો અનુસાર જાળવવામાં આવી ન હતી.

BAPSની રાજસ્થાનના સિરોહી જિલ્લામાં તેની વર્કશોપ છે જ્યાં સ્થાનિક કારીગરો દ્વારા અપાયેલા ચિત્ર મુજબ રેતીનો પત્થરો કાઢવામાં આવે છે અને તેને કમાનો, ડિઝાઇન અને શિલ્પ બનાવવામાં આવે છે. તેઓ સિલિકા ધૂળના જોખમી સ્તરના સંપર્કમાં છે, જેનું નિરીક્ષણ કરવામાં આવતું નથી.

રાજસ્થાનમાં કોતરેલા પત્થરો તે સ્થળોએ નિકાસ કરવામાં આવે છે જ્યાં આ મંદિર બનાવવામાં આવી રહ્યું છે. સેંકડો પથ્થર કામદારો સિલિકોસિસનો શિકાર બન્યા છે અને અકાળે અવસાન પામ્યા છે. ભારતમાં આ મોટાભાગના કામદારોને આરોગ્યની કે સામાજિક સુરક્ષા મળતી નથી અને એમ્પ્લોયર દ્વારા તેમને વળતર ચૂકવવામાં આવતું નથી.

રાજસ્થાનના કામદારો યુનાઇટેડ સ્ટેટ્સમાં અને આયાત કરનાર દેશ તરીકે મંદિરો માટે ઉત્પાદન કરે છે. તે કામદારોની સલામતી અને કામ કરવાની પરિસ્થિતિ વિશે ચિંતિત હોવું જોઈએ.

હજુ પણ નિર્માણકાર્ય ચાલી રહેલા આ મંદિરમાંથી રેડ વખતે પોલીસને 90 મજૂર કામ કરતા જોવા મળ્યા. જેમની કામના સ્થળની સ્થિતિ અમાનવીય હતી. તેમને કામના સ્થળેથી મુક્ત કરાવવામાં આવ્યા.

પોલીસની રેડ એટલા માટે આવી કારણ ન્યુજર્સીની જિલ્લા અદાલતમાં સ્વાતિ સાવંત નામની દલિત મહિલા જે ઇમિગ્રેશન(દેશગમન)નાં વકીલ છે, તેમણે ફરિયાદ દાખલ કરી છે. ફરિયાદની ટૂંકમાં વિગતો આ પ્રમાણે છે.

200 જેટલા મજૂરોને બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ BAPS સંસ્થા, જેમણે કરોડોના ખર્ચે મંદિર નિર્માણનું કાર્ય ઉપાડ્યું છે, તેમની સંસ્થા દ્વારા અમેરિકા લઇ જવામાં આવ્યા. મોટા ભાગના મજૂરો દલિત છે.

તેમની પાસે અંગ્રેજીમાં તૈયાર કરાયેલા દસ્તાવેજોમાં સહી કરાવવામાં આવી હતી. મોટાભાગના કામદારો કે જેને અંગ્રેજી નથી આવડતું.

આ મજૂરોને ધાર્મિક પ્રવૃત્તિ માટે ‘આર.1’ (R1) કક્ષાનો વિઝા મળે તે માટે તેમને અમેરિકી દૂતાવાસના અધિકારીઓ સામે એવું કહેવાનું શીખવવામાં આવ્યું હતું કે તેઓ કુશળ શિલ્પકાર અને ચિત્રકારો છે. આ પ્રકારનો વિઝા હંગામી ધોરણે ધાર્મિક પ્રવૃત્તિ માટે આપવામાં આવે છે. તેઓને સ્વૈચ્છીક સેવાધારી દર્શાવવામાં આવ્યા હતા.

અમેરિકા જવાની તક મળે અને ત્યાં સારા પૈસા મળશે તેવી વાતો તેમને કહેવામાં આવી હતી.

અમેરિકા પહોંચ્યા બાદ આ કારીગરોના પાસપોર્ટ લઇ લેવામાં આવ્યા હતા. તેમને લોકનજરે ન ચઢે તેમ મોટા ખટારા(ટ્રેલર્સ)માં રાખવામાં આવ્યા હતા. તેમના રહેઠાણની આજુબાજુ કાંટાળી વાળ હતી. અન્ય મુલાકાતી આવે તેમની સાથે તેઓને વાત કરવાની રજા ન હતી. તેમનું ભોજન દાળ અને બટાકા હતું. તેમની પર સતત નજર રાખવામાં આવતી હતી. કોઈની સાથે વાત કરે તો તેમને જેલમાં મોકલવાની ધમકી પણ આપવામાં આવતી હતી.

અમેરિકામાં આ રાજ્યના લઘુત્તમ વેતનના કાયદા મુજબ શ્રમિકોને દર કલાકના 12 ડોલર એટલે કે રૂ.881 ચૂકવવાના થાય છે, તેની સામે આ કારીગરોને દર કલાકે માત્ર 1 ડોલર એટલે કે રૂ.73 ચુકવવામાં આવતા હતા.

કારીગરો પાસે ગુલામની જેમ ઘણા કલાકો સુધી કામ કરાવવામાં આવતું હતું. રક્ષણ માટે તેમને માથે હેલ્મેટ પણ ન હતી. વધુમાં અમેરિકાના (ન્યુજર્સી) લઘુત્તમ વેતન કાયદા અનુસાર શ્રમિક જો અઠવાડિયાના 40 કલાકથી વધુ કામ કરે તે તેઓ દોઢું વેતન મેળવવા હકદાર બને છે. આ મજૂરો પાસે દર અઠવાડિયે 87 કલાક કામ કરાવવામાં આવતું હતું.

મજૂરોને દર મહિને 450 અમેરિકન ડોલર ચુકવવામાં આવતા હતા. તેમાંથી અમુક રકમ તેમના ભારત ખાતેના બેન્ક ખાતામાં જમા કરાવી હોવાનું કહેવાય છે. હકીકત શું છે તે વધુ તપાસનો વિષય છે.

હકીકતે આ મજૂરો શિલ્પકાર નથી પણ કોતરકામ કરેલા ભારેખમ પથ્થરો દીવાલમાં ગોઠવવાનું કપરું કામ તેમની પાસે કરાવવામાં આવ્યું. તેમને શિલ્પકાર તરીકે માત્ર વિઝા મળે તે માટે જ ઓળખાવ્યા હતા.

ગયા વર્ષે એક મજૂરનું મંદિરમાં જ કામ દરમિયાન મોત થતાં અને ત્યારે સંસ્થાએ યોગ્ય વ્યવહાર ન કરતાં મજૂરોમાં અસંતોષ જાગ્યો હતો. દલિત મહિલા વકીલનો સંપર્ક થયો. ખાનગીમાં વિગતો એકઠી થઇ હતી. અદાલતમાં ખટલો દાખલ કરવામાં આવ્યો હતો. આ વાત આગળ ન વધી કારણ મૃતકના પરિવાર સાથે સંસ્થાએ સમાધાન કર્યું હતું. કેટલા રૂપિયામાં આ સમાધાન થયું તેની વિગતો જાહેર થઇ નથી.

37 વર્ષનો મજૂર મૂકેશકુમાર ભારત પાછા આવવામાં સફળ થયો અને ભારત પાછા આવી તેના અથાગ પ્રયત્નોનાં કારણે આ ફરિયાદ શક્ય બની.

વેતનના નિયમન ઉલ્લંઘન સંદર્ભે કાર્યરત વકીલ ડેનિયલ વર્નરના મતે 1995 પછી અમેરિકાના ઇતિહાસમાં બળજબરીથી વેઠ કરાવવાનો આ કદાચ સૌથી મોટો ખટલો છે. 1995માં કેલિફોર્નિયા રાજ્યના એલમોન્ટ ખાતે થાઈલેન્ડના મજૂરો સાથે અમાનવીય પ્રથા બહાર આવ્યા બાદ પ્રથમવાર ‘ટ્રાફિકિંગ વિકટીમ પ્રોટેકશન કાનૂન’ અમલમાં આવ્યો.

કરોડો રૂપિયાના ખર્ચે નિર્માણ પામી રહેલા આ મંદિર અમેરિકામાં સૌથી મોટું છે. અમેરિકામાં આ સંસ્થા વતી એટલાન્ટા, ઓકલેન્ડ, શિકાગો, હ્યુસ્ટન, લોસ એન્જેલસ જેવી જગ્યાઓએ ભવ્ય મંદિરો બાંધવામાં આવ્યા છે.

પોલીસ રેડ અને ત્યાર બાદ ‘ન્યુયોર્ક ટાઈમ્સ’માં મોટી પ્રસિદ્ધિવાળો સમાચાર લેખ છપાતાં, આ મંદિરના મુખ્ય કાર્યકારી અધ્યક્ષ કનુ પટેલ જણાવે છે કે વેતનના ઉલ્લંઘનના આક્ષેપ સાથે તેઓ સહમત નથી. વધુમાં તેઓ સ્પષ્ટતા કરે છે કે રોજબરોજની બાંધકામ પ્રવૃત્તિ સાથે તેઓ સીધી રીતે સંકળાયેલા નથી.

BAPS મંદિર વતી બચાવપક્ષે લેનિન જોશી જણાવે છે કે હકીકતે વિઝાના નિયમોનો કોઈ ભંગ તેમના પક્ષે થયો નથી કારણ આ મજૂરો ભારતમાં અતિ ચોકસાઈપૂર્વક કોતરકામ થયેલા પથ્થરો ગોઠવવાનું કામ કરે છે. માટે તે કુશળ કારીગરો છે. જો કે તે કુશળ કારીગરો હોય તો તેમને શા માટે ખટારામાં રહેવાનું, દાળ અને બટાકા ખાવાના અને મળવા જોઈએ તેના 10 ટકા પૈસા જ શા માટે તેમને ચૂકવાય છે. તેનો તે કોઈ ફોડ પાડતા નથી. એ યાદ રહે કે આ લઘુત્તમ વેતન મજૂરો માટેનું છે, કુશળ કારીગરો માટેનું નથી.

BAPS મંદિરના સમર્થકો ભારતીય નિવાસીઓ મોટી સંખ્યામાં છે. ન્યુ જર્સીમાં જ 4 લાખ ભારતીય નિવાસીઓની વસ્તી છે.

આ સંસ્થાએ દુનિયાઘરમાં ભવ્ય મંદિરો બાંધ્યા છે. આ તમામ મંદિર નિર્માણ કોના શોષણ અને પરસેવાથી બન્યા તે તપાસનો વિષય છે. અયોધ્યામાં બની રહેલ રામ મંદિરના નિર્માણમાં આ સંસ્થાએ અઢી કરોડ રૂપિયા જેટલી રકમનું દાન કર્યાના અખબારી અહેવાલો છે. વિદેશમાં બનનાર આવા એક ભવ્ય મંદિરની શિલાન્યાસ વિધિ ભારતના વડા પ્રધાને કરી છે.

દલિતો સાથે ભેદભાવ અને શોષણની ઘટના નવી નથી. કદાચ અમેરિકાની ધરતી પર આવી ગુલામી થાય તે નવી ઘટના છે. ભારતમાં પણ ધર્મસ્થાનોના નિર્માણમાં શોષિતના પરસેવા-ખૂન રેડાય છે. ધર્મસ્થાન બની જાય પછી તેમને એમાં પ્રવેશવા ન દેવાય તે હકીકત પણ આપણાથી અજાણી નથી.

આ સમાચારો ભારતમાં માત્ર અંગ્રેજી અખબારોમાં જ આવ્યા છે. સ્થાનિક ભાષામાં પ્રકાશિત થાય ત્યારે વધુ ખબર પડશે.[:en]Ahmedabad, 20 May 2021
On Tuesday, May 11, 2021, at the grand Swaminarayan temple under construction in Robbinsville, New Jersey, three divisions of the United States – FBI; Homeland Security and Labor Department officials conducted mass raids. When Indian laborers were found to live like slaves, they were released. Bochaswanshi Akshar Purushottam Swaminarayan (BAPS) organization is a religious institution of Gujarat. Who specializes in building temples of charity.

The stone on which the BAPS-BAPS temple has been carved and molded in Shihori, Rajasthan. The stones of the temple of Swaminarayan have also been prepared here. Where silicosis occurs from stone particles.

The BAPS – Swaminarayan temple should take responsibility for silicosis in Sirohi, Rajasthan, where stones are mined for the BAPS temple.

Jagdish Patel, who works for labor health in Gujarat, said in a statement that such carved stones are being exported where the temple is being constructed.

The level of silica dust in the workings was not monitored by the BAPS temple or maintained according to American standards.

The BAPS workshop is in Sirohi district of Rajasthan where sandstone is extracted and arches, designs and sculptures are made as per the drawings given by local artisans. They are exposed to dangerous levels of silica dust, which are not monitored.

In Rajasthan, carved stones are exported to the places where this temple is being built. Hundreds of stone workers died of silicosis and died prematurely. Most of these workers in India do not get health or social security and are not compensated by the employer.

Most activists do not know English.

The workers of Rajasthan manufacture for temples in the United States and as an importing country. He should be concerned about the safety and working conditions of the workers.

During the raid, the police found 90 laborers working in the temple, which is still under construction. Whose workplace conditions were inhumane. He was released from the workplace.

Role of Vakil Swati Sawant
Due to the police raid, a Dalit woman named Swati Sawant, who is an immigration lawyer, has filed a complaint in the New Jersey District Court. The brief description of the complaint is as follows.

200 laborers
About 200 laborers were taken to America by the Bochaswani Akshar Purushottam Swaminarayan BAPS organization, which has constructed the temple at a cost of crores. Most of the laborers are Dalits.

He had documents signed in English.

Laborers sent as sculptors
In order to obtain R1 visas for religious activities, these workers were taught to tell US Embassy officials that they were skilled sculptors and painters. This type of visa is issued on a temporary basis for religious activity. They were shown as volunteers.

He was told that he would get a chance to go to America and earn good money there.

Passport Capture
After reaching America, the passports of these artisans were snatched away. They were placed in large trailers so that they could not be seen. There were barbed hair around his residence. He was not allowed to talk to other visitors. Their food was lentils and potatoes. He was constantly being monitored. They even threatened to send him to jail after talking to someone.

Economic exploitation
In the United States, the state minimum wage law required workers to miss 12 dollars at Rs. 881 per hour. But 1 dollar of one hour was given Rs. 73. Shoshan was happening.

Artisans were employed for many hours like slaves. He did not even have a helmet for protection. In addition, under the US (New Jersey) Minimum Wage Act, workers are entitled to one and a half wages if they work more than 40 hours a week. These laborers were made to work 87 hours a week.

The workers were paid US 450 per month. Some money is said to have been deposited in his bank account in India. What the facts are is a matter of further investigation.

Not a sculptor
In fact, these laborers are not sculptors, but they were given the difficult task of arranging the heavy stones carved into the wall. He was identified as a sculptor only to get a visa.

Last year, a laborer died while working in the temple and the workers were dissatisfied if the organization did not treat them properly. The Dalit women lawyer was approached. The details were collected privately. The lawsuit was filed in court. The case could not proceed as the organization had reached a settlement with the family of the deceased. The details of how much the agreement was made have not been made public.

Mazur Mukesh Kumar showed courage
Mukesh Kumar, a 37-year-old laborer, managed to return to India and his tireless efforts to return to India made the complaint possible.

According to lawyer Daniel Werner, who worked on wage violations, this is probably the largest case of forced labor in American history since 1995. The first ‘Trafficking Victims Protection Act’ was enacted in 1995 after the inhumane behavior of Thai workers in Almont, California.

Built at a cost of crores of rupees, this temple is the largest temple in America. In the United States, Atlanta, Auckland,The organization built magnificent temples on behalf of the organization in places such as Chicago, Houston, Los Angeles.

Temple chief executive Kanu Patel said he did not agree with the allegations of pay violations after police raids and later the New York Times. Further, they clarify that they are not directly involved in the day-to-day construction activity.

Defendant Lenin Joshi, on behalf of the BAPS temple, stated that there was in fact no violation of visa rules on his behalf as these laborers were working to arrange the carved stones in India with the utmost precision. Hence they are skilled artisans. If they are skilled artisans, why are they given only 10 percent of the money they need to live in a lorry, eat lentils and potatoes. It does not matter. Remember that this minimum wage is for laborers, not skilled artisans.

The supporters of the BAPS temple are a large number of Indian residents. New Jersey alone has a population of 4 million Indians.

This institution has built magnificent temples all over the world. It is a matter of investigation that whose exploitation and perspiration led to the construction of all these temples. According to press reports, the organization has donated 2.5 crore rupees for the construction of Ram temple in Ayodhya. The Prime Minister of India has laid the foundation stone for such a grand temple to be built abroad.

The phenomenon of discrimination and exploitation against Dalits is not new. Perhaps this type of slavery is a new phenomenon on American soil. The construction of monasteries in India also causes sweat of the exploited. We are not unaware of the fact that once a temple is built, they are not allowed to enter it.

This news has appeared only in English newspapers in India. You will learn more when published in the local language. (transletes from Gujarati)[:hn]अहमदाबाद, 20 मई 2021
मंगलवार, 11 मई, 2021 को, संयुक्त राज्य अमेरिका के तीन प्रभागों – संयुक्त राज्य अमेरिका के रॉबिन्सविले, न्यू जर्सी, में निर्माणाधीन भव्य स्वामीनारायण मंदिर में – एफबीआई; होमलैंड सिक्योरिटी एंड लेबर डिपार्टमेंट के अधिकारियों ने सामूहिक छापेमारी की। जब भारतीय मजदूर गुलामों की तरह रहते पाए गए तो उन्हें छोड़ दिया गया। बोचासनवासी अक्षर पुरुषोत्तम स्वामीनारायण बीएपीएस संगठन BAPS गुजरात का धार्मिक संस्थान है। जो दान के मंदिर बनाने में माहिर है। लोगो की सेला कम करता है।

राजस्थान के शिहोरी में जिस पत्थर पर बीएपीएस – BAPS मंदिर को उकेरा और ढाला गया है। यहां स्वामीनारायण के मंदिर के पत्थर भी तैयार किए गए हैं। जहां पत्थर के कणों से सिलिकोसिस होता है।

राजस्थान के सिरोही में सिलिकोसिस के लिए BAPS – स्वामीनारायण मंदिर को जिम्मेदारी लेनी चाहिए, जहां बीएपीएस मंदिर के लिए पत्थरों का खनन किया जाता है।

गुजरात में श्रमिक स्वास्थ्य के लिए काम करने वाले जगदीश पटेल ने एक बयान में कहा कि इस तरह के नक्काशीदार पत्थरों का निर्यात किया जा रहा है जहां मंदिर का निर्माण किया जा रहा है।

कामकाज में सिलिका धूल के स्तर की निगरानी बीएपीएस मंदिर द्वारा नहीं की गई थी या इसे अमेरिकी मानकों के अनुसार बनाए नहीं रखा गया था।

BAPS की कार्यशाला राजस्थान के सिरोही जिले में है जहाँ बलुआ पत्थर निकाले जाते हैं और स्थानीय कारीगरों द्वारा दिए गए चित्र के अनुसार मेहराब, डिज़ाइन और मूर्तियां बनाई जाती हैं। वे सिलिका धूल के खतरनाक स्तर के संपर्क में हैं, जिनकी निगरानी नहीं की जाती है।

राजस्थान में नक्काशीदार पत्थरों को उन जगहों पर निर्यात किया जाता है जहां यह मंदिर बनाया जा रहा है। सैकड़ों पत्थर मजदूरों ने सिलिकोसिस से दम तोड़ दिया और समय से पहले मौत हो गई। भारत में इनमें से अधिकांश श्रमिकों को स्वास्थ्य या सामाजिक सुरक्षा नहीं मिलती है और नियोक्ता द्वारा उन्हें मुआवजा नहीं दिया जाता है।

अधिकांश कार्यकर्ता अंग्रेजी नहीं जानते हैं।

राजस्थान के श्रमिक संयुक्त राज्य अमेरिका में और एक आयातक देश के रूप में मंदिरों के लिए निर्माण करते हैं। उसे श्रमिकों की सुरक्षा और काम करने की स्थिति के बारे में चिंतित होना चाहिए।

छापेमारी के दौरान पुलिस को मंदिर में काम कर रहे 90 मजदूर मिले, जो अभी निर्माणाधीन है। जिनकी कार्यस्थल की स्थिति अमानवीय थी। उन्हें कार्यस्थल से रिहा कर दिया गया।

वकिल स्वाति सावंत की भूमिका
पुलिस की छापेमारी के कारण ही स्वाति सावंत नाम की एक दलित महिला, जो एक इमिग्रेशन वकील है, ने न्यूजर्सी डिस्ट्रिक्ट कोर्ट में शिकायत दर्ज कराई है। शिकायत का संक्षिप्त विवरण इस प्रकार है।

200 मजदूर
लगभग 200 मजदूरों को बोचासनवासी अक्षर पुरुषोत्तम स्वामीनारायण बीएपीएस संगठन द्वारा अमेरिका ले जाया गया, जिसने करोड़ों की लागत से मंदिर का निर्माण कार्य किया है। ज्यादातर मजदूर दलित हैं।

उनके पास अंग्रेजी में हस्ताक्षरित दस्तावेज तैयार थे।

मजदूरो को मूर्तिकार बनाकर भेजा गया
धार्मिक गतिविधियों के लिए R1 वीजा प्राप्त करने के लिए, इन श्रमिकों को अमेरिकी दूतावास के अधिकारियों को यह बताना सिखाया गया कि वे कुशल मूर्तिकार और चित्रकार हैं। इस प्रकार का वीजा धार्मिक गतिविधि के लिए अस्थायी आधार पर जारी किया जाता है। उन्हें स्वयंसेवकों के रूप में दिखाया गया था।

उनसे कहा गया था कि उन्हें अमेरिका जाने और वहां अच्छा पैसा कमाने का मौका मिलेगा।

पासपोर्ट जप्त कर्या
अमेरिका पहुंचने के बाद इन कारीगरों के पासपोर्ट छीन लिए गए। उन्हें बड़े ट्रेलरों में रखा गया था ताकि उन्हें देखा न जा सके। उनके आवास के आसपास कांटेदार बाल थे। उन्हें अन्य आगंतुकों से बात करने की अनुमति नहीं थी। उनका भोजन दाल और आलू था। उनकी लगातार निगरानी की जा रही थी। किसी से बात करने पर उन्हें जेल भेजने की धमकी भी दी।

आर्थिक शोषण
संयुक्त राज्य अमेरिका में, राज्य के न्यूनतम वेतन कानून में श्रमिकों को 12 डोलर रू.881 हर घंटे चूकाने थे। मगर एक घंटे के 1 डोलर रू.73 दीया जाता था। शोषन हो रहाथा।

कारीगरों से दासों की तरह कई घंटे काम कराया जाता था। सुरक्षा के लिए उनके पास हेलमेट भी नहीं था। इसके अलावा, यूएस (न्यू जर्सी) न्यूनतम वेतन अधिनियम के तहत, श्रमिक सप्ताह में 40 घंटे से अधिक काम करने पर डेढ़ मजदूरी के हकदार हैं। इन मजदूरों से सप्ताह में 87 घंटे काम कराया जाता था।

मजदूरों को प्रति माह यूएस 450 का भुगतान किया गया था। कहा जाता है कि कुछ पैसे भारत में उनके बैंक खाते में जमा किए गए थे। तथ्य क्या हैं, यह आगे की जांच का विषय है।

मूर्तिकार नहीं
वास्तव में ये मजदूर मूर्तिकार नहीं हैं बल्कि उन्हें दीवार में खुदे हुए भारी पत्थरों को व्यवस्थित करने का कठिन काम सौंपा गया था। वीजा पाने के लिए ही उसकी पहचान मूर्तिकार के रूप में हुई थी।

पिछले साल एक मजदूर की मंदिर में काम करने के दौरान मौत हो गई थी और संगठन ने उनके साथ ठीक से व्यवहार नहीं किया तो कार्यकर्ता असंतुष्ट थे। दलित महिला वकील से संपर्क किया गया। विवरण निजी तौर पर एकत्र किए गए थे। मुकदमा कोर्ट में दायर किया गया था। मामला आगे नहीं बढ़ पाया क्योंकि संगठन मृतक के परिवार के साथ समझौता कर चुका था। समझौता कितना हुआ, इसका विवरण सार्वजनिक नहीं किया गया है।

मजूर मुकेश कुमारने साहस दीखाया
37 वर्षीय मजदूर मुकेश कुमार भारत लौटने में कामयाब रहे और भारत लौटने के उनके अथक प्रयासों के कारण शिकायत संभव हो सकी।

वेतन उल्लंघन पर काम करने वाले वकील डेनियल वर्नर के मुताबिक, यह शायद 1995 के बाद से अमेरिकी इतिहास में जबरन मजदूरी का सबसे बड़ा मामला है। पहला ‘तस्करी पीड़ित संरक्षण अधिनियम’ 1995 में एलमोंट, कैलिफोर्निया में थाई श्रमिकों के अमानवीय व्यवहार के बाद अधिनियमित किया गया था।

करोड़ों रुपये की लागत से बना यह मंदिर अमेरिका का सबसे बड़ा मंदिर है। संयुक्त राज्य अमेरिका में, अटलांटा, ऑकलैंड, शिकागो, ह्यूस्टन, लॉस एंजिल्स जैसे स्थानों में संगठन की ओर से शानदार मंदिरों का निर्माण किया गया था।

मंदिर के मुख्य कार्यकारी अधिकारी कानू पटेल ने कहा कि वह पुलिस की छापेमारी और बाद में न्यूयॉर्क टाइम्स के बाद वेतन उल्लंघन के आरोपों से सहमत नहीं हैं। इसके अलावा वे स्पष्ट करते हैं कि वे दिन-प्रतिदिन की निर्माण गतिविधि में सीधे तौर पर शामिल नहीं हैं।

बीएपीएस मंदिर की ओर से प्रतिवादी लेनिन जोशी ने कहा कि वास्तव में उनकी ओर से वीजा नियमों का कोई उल्लंघन नहीं किया गया था क्योंकि ये मजदूर भारत में नक्काशीदार पत्थरों को अत्यंत सटीकता के साथ व्यवस्थित करने का काम कर रहे थे। इसलिए वे कुशल कारीगर हैं। अगर वे कुशल कारीगर हैं तो उन्हें लॉरी में रहने, दाल-आलू खाने और मिलने के लिए जो पैसा चाहिए, उसका 10 प्रतिशत ही क्यों दिया जाता है। इससे कोई फर्क नहीं पड़ता। याद रखें कि यह न्यूनतम वेतन मजदूरों के लिए है, कुशल कारीगरों के लिए नहीं।

BAPS मंदिर के समर्थक बड़ी संख्या में भारतीय निवासी हैं। अकेले न्यू जर्सी की आबादी 4 मिलियन भारतीयों की है।

इस संस्था ने पूरी दुनिया में भव्य मंदिरों का निर्माण किया है। यह जांच का विषय है कि किसके शोषण और पसीने के कारण इन सभी मंदिरों का निर्माण हुआ। प्रेस रिपोर्ट्स के मुताबिक, संगठन ने अयोध्या में राम मंदिर निर्माण के लिए 2.5 करोड़ रुपये का दान दिया है. भारत के प्रधानमंत्री ने विदेशों में बनने वाले ऐसे भव्य मंदिर की आधारशिला रखी है।

दलितों के साथ भेदभाव और शोषण की घटना नई नहीं है। शायद इस तरह की गुलामी अमेरिकी धरती पर एक नई घटना है। भारत में भी मठों के निर्माण से शोषितों का पसीना छलकता है। हम इस तथ्य से अनजान नहीं हैं कि एक बार मंदिर बन जाने के बाद, उन्हें उसमें प्रवेश करने की अनुमति नहीं है।

यह खबर केवल भारत में अंग्रेजी अखबारों में छपी है। स्थानीय भाषा में प्रकाशित होने पर और जानेंगे।[:]