[:gj]ફી મામલે સ્કૂલ સંચાલકોની મનમાની, હાઇકોર્ટે માંગ્યો જવાબ[:]

[:gj]રાજ્યમાં કોરોનાની સ્થિતી હોવા છંતા ખાનગી સ્કૂલો વાલીઓને માનસિક ત્રાસ આપીને ઉંચી ફી પડાવી રહી છે, સ્પષ્ટ સૂચના હોવા છંતા ટ્યૂશન ફી સિવાયની ફી પણ સ્કૂલો વસૂલી રહી છે, આ મામલે સરકારે હાઇકોર્ટમાં જવાબ રજૂ કરીને સ્વીકાર્યું છે કે ખાનગી સ્કૂલો તેમનું કંઇ માનવા તૈયાર નથી. રાજ્યની ભાજપ સરકારે હાઇકોર્ટમાં રજૂઆત કરી છે અને ખાનગી શાળા સંચાલકો કોઇ પણ પ્રકારના સમાધાન માટે તૈયાર નથી, જેથી હવે હાઇકોર્ટ જ આ મામલે કોઇ આદેશ કરીને વાલીઓને મદદ કરે, જેમાં હાઇકોર્ટે આગામી શુક્રવાર સુધીનું ખાનગી સ્કૂલોને અલ્ટીમેટમ આપીને જવાબ માંગ્યો છે.

તમને જણાવી દઇએ કે સ્કૂલોને સૂચના છે કે કોરોનાની મહામારીમાં વાલીઓની કોઇ હેરાનગતિ ન કરાય અને હાલમાં માત્ર ટ્યૂશન ફી જ લેવામાં આવે પરંતુ અનેક સ્કૂલો એવી છે કે તે ટ્રાન્સપોર્ટેસન અને એક્ટિવિટી ફી ઉગરાવી રહી છે, ઓનલાઇન શિક્ષણ હોવા છંતા અન્ય ફી લેવી ગેરકાયદેસર છે. સ્કૂલ સંચાલકો ફી ન ભરનારા વાલીઓને વ્હોટ્સએપ ગ્રુપમાંથી બહાર કરી દે છે અને વિદ્યાર્થીઓનું ઓનલાઇન શિક્ષણ કાર્ય પણ બંધ કરી દે છે. આવી અનેક ફરિયાદો પછી હાઇકોર્ટે આ તમામ મામલે સંચાલકો પાસેથી જવાબ માગ્યો છે.[:]