[:gj]કેરળથી મુંબઈ પહોંચ્યું ચોમાસું, ધોધમાર વરસાદજથી ઠેર-ઠેર પાણી ભરાયા, લોકલ ટ્રેન અટકી [:]

[:gj]https://twitter.com/i/events/1402539275376226308

https://twitter.com/filmfare/status/1402584672886870022 

મુંબઈ

આ મહિનાની શરુઆતમાં કેરળમાં પ્રવેશેલું ચોમાસુ હવે મુંબઈ સુધી પહોંચી ગયું છે. શહેરમાં ગઈકાલે આખી રાત પડેલા ધોધમાર વરસાદથી અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. હવામાન ખાતાના જણાવ્યા અનુસાર, મુંબઈમાં ચોમાસુ એક દિવસ વહેલું આવી પહોંચ્યું છે. આજે સવારે સાડા આઠ વાગ્યા સુધીમાં શહેરમાં સરેરાશ ત્રણ ઈંચ જેટલો વરસાદ પડ્યો હોવાનું હવામાન ખાતાએ જણાવ્યું છે.
ભારે વરસાદને કારણે મુંબઈના સાયન, ગાંધી બજાર, એન્ટોપ હિલ, માનખુર્દ રેલવે સ્ટેશન જેવા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. જ્યારે કુર્લા અને સીએસટી વચ્ચેની લોકલ ટ્રેન સર્વિસને કુર્લા અને સાયન વચ્ચે ટ્રેક પર પાણી ભરાઈ જતાં અટકાવવાની ફરજ પડી હતી.

ગત રાતથી પડી રહેલા વરસાદને કારણે મુંબઈના લોકોને કાળઝાળ ગરમી અને બફારાથી પણ રાહત મળી છે. હવામાન ખાતાના જણાવ્યા અનુસાર, શહેરમાં હવે સત્તાવાર રીતે ચોમાસાનું આગમન થઈ ગયું છે. બીજી તરફ, પહેલા જ વરસાદમાં શહેરના નેતાજી પાલકર ચોક, એસ.વી. રોડ બહેરામબાગ જંકશન, સક્કર પંચાયત ચોક, નીલમ જંક્શન, ગોવાંડી, હિંદમાતા જંક્શન, ઈકબાલ કમાણી જંક્શન, ધારાવી રેસ્ટોરાં, ધારાવી, સાયન જંક્શન, કિંગ સર્કલમાં પાણી ભરાઈ ગયા હોવાથી ટ્રાફિક મૂવમેન્ટ પર અસર પડી છે.
ભારે વરસાદ બાદ દરિયામાં તોફાની મોજાં તેમજ હાઈ ટાઈડની શક્યતા હોવાથી લોકોને દરિયાકાંઠાથી દૂર રહેવાની સલાહ અપાઈ છે. હવામાન ખાતાના જણાવ્યા અનુસાર, મુંબઈ ઉપરાંત રાયગઢ, થાણે, પાલઘર, પુણે, નાશીક તેમજ મરાઠવાડા અને મધ્ય મહારાષ્ટ્રમાં પણ તોફાની પવન સાથે ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે.
આ વખતે ચોમાસાની એન્ટ્રી ગુજરાતમાં પણ વહેલી થવાની છે. સામાન્ય રીતે ગુજરાતમાં 25મી જૂન પછી વરસાદ પડવાનું શરુ થતું હોય છે. તેને બદલે આ વર્ષે 11 જૂનથી જ વરસાદ શરુ થઈ જાય તેવી શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે. ઉલ્લેખનીય છે કે, અમદાવાદ સહિત સૌરાષ્ટ્ર તેમજ દક્ષિણ ગુજરાતમાં પ્રિ મોન્સૂન એક્ટિવિટીના ભાગરુપે વરસાદના છૂટાછવાયા ઝાપટાં પડવાનું શરુ થઈ ચૂક્યું છે. જોકે, હાલ તો અનેક વિસ્તારોમાં અસહ્ય બફારો અનુભવાઈ રહ્યો છે. ચોમાસાનું આગમન થતાં તેમાંથી પણ રાહત મળે તેવી શક્યતા છે.[:]