[:gj]વડોદરામાં પ્રજાના પૈસા ભાજપના નેતાઓ ઘરે લઈ જાય છે – સરવે [:]

People's money goes to BJP leaders in Vadodara - survey

[:gj]

વડોદરા, 25 ફેબ્રુઆરી 2020

વડોદરા શહેર કૉંગ્રેસ દ્વારા CCR citizen convenience right – નાગરિક સુવિધા અધિકાર માટે વડોદરા શહેરમાં ઝૂંબેશ ચલાવવામાં આવી હતી. જેમાં એવું બહાર આવ્યું છે કે, ભાજપના નેતાઓ પ્રજાને સુવિધા કે સહાય આપવાના બદલે પોતાના ઘર ભરી રહ્યાં છે. ભ્રષ્ટાચાર કરીને પ્રજાના નાણાંની લૂંટ ચલાવી રહ્યાં છે. વોર્ડ નં 11ના રહીશોએ કોંગ્રેસના કાર્યકરોને જાણ કરી કે ગયા વર્ષમાં જે પૂર આવેલું તે સમય મહાનગરપાલિકાની યોગ્ય મદદ મળેલ ન હતી, તેની સાથે સાથે એવું પણ જાણવામાં આવેલું કે તમામ વિસ્તારોમાં સહાયનું વિતરણ બરાબર થયું ન હતું, ભાજપ કાર્યકર અને તેમના સગા-વગા સુધી જ તમામ સહાય પહોંચેલ હતી.

તમામ વોર્ડમાં રહીશો પાસે જઈ શહેર વ્યવસ્થા અને તેઓની સુવિધાઓ અંગે મંતવ્ય જાણવાનો પ્રયાસ કર્યો છે. તેઓને મળતી સુવિધા અંગેના પ્રશ્નો ફોર્મ દ્વારા પૂછવામાં આવ્યા છે અને શહેરના વિવિધ વોર્ડમાં રહીશો પાસે આ ફોર્મ ભરવામાં આવે છે.

વોર્ડ નંબર 11ના રહીશોની મુલાકાત લીધી હતી. શહેર પ્રમુખ પ્રશાંત પટેલે સવારે દિવાળીપુરાથી લોક સંપર્કની શરૂઆત કરી હતી. સાંજે વોર્ડ નંબર 13માં હાથી પોળના નાકેથી રહીશોની મુલાકાત લીધી હતી.

આવેલા ફોર્મ પરથી એક વાત સ્પષ્ટ છે કે, વડોદરા શહેરમાં દરેક વિસ્તારમાં પ્રજા ત્રસ્ત છે અને એ આ ફોર્મમાં સીધું જ દેખાઈ આવે છે. ફાંકા મારતા ભાજપી નેતાઓ માટે આ કાર્યક્રમ અરીસો બતાવા જેવો છે. લોકોની સાચી દુવિધા છે એમ જાણવા મળ્યું. રોડ રસ્તા, લાઈટો, પીવાના પાણી, મચ્છર, ડ્રેનેજ, રોગચાળો, રખડતા ઢોરોના ત્રાસ થઈ જનતા ત્રાસી ગઈ છે.

જનતા એ આ ફોર્મ ભરી કોંગ્રેસને આવકાર આપ્યો હતો. અઢળક વોટ ઉઘરાવ્યાં પછી લોકોના પ્રશ્નો ને નજરઅંદાજ કરતા ભાજપના નેતાઓને પ્રજાએ જવાબ આપ્યો છે. જીએસટી આવતાં એક જ વેરો રહેશે એવું કહીને ભાજપે અનેક વેરા ચાલુ રાખ્યા છે. લોકો ખૂબ જાત જાતના વેરા ભરે છે છતાં તેઓ સુવિધા થઈ વંચિત છે.

વોર્ડ નં 13 ની પ્રજા એ ખુબ આક્રોશ થી અમોને જણાવ્યું કે તેમના વોર્ડ માં ધારાસભ્ય શ્રી ને ગંદુ પાણી પીવડાવા માં આવેલું હતું તે છતાં પાણી ચોખ્ખું થયું ના હતું, જો વેરો ભરીને અમારે ગંદુ પાણી જ પીવાનું હોય તો અમોએ વેરો શા માટે ભરવાનો, એક મહિલા એ અમોને જણાવ્યું કે જો અમો વેરો સમયસર ન ભરીયે તો અમારા પાસે થી વ્યાજ વસુલવા માં આવે છે પણ જો મહાનગરપાલિકા પોતાની ફરઝ ચુકે તો કોણે સજા થાય છે?[:]