[:gj]અમદાવાદમાં પીરાણા અને બોપલ સૌથી વધું પ્રદુષિત વિસ્તાર [:]

Pirana and Bhopal are the most polluted areas in Ahmedabad

[:gj]પીરાણામાં ૩ર૪ એક્યુઆઈેર તથા બોપલમાં ૩૧૧ એક્યુઆઈ પ્રદુષણનું સ્તર નોંધાયુ છે. પીરાણા ડમ્પીંગ સળગાવવાથી જે ધુમાડો નીકળે છે તેને કારણે આજુબાજુના વિસ્તારોમાં ઝેરી હવા ફેલાય છે. આ  વિસ્તારમાં રહેતા લોકો શ્વાસ, દમ, હાફના રોગોથી પીડાઈ રહ્યા છે.

પ્રદુષણ ફેલાવાનું અન્ય એક કારણ મ્યુનિસિપલ કોર્પોરેશનની સખત મનાઈ હોવા છતાં શહેરમાં ઠેર ઠેર સફાઈ કામદારો કચરાની લારીમાં કચરો સળગાવાતો હોવાને કારણે તેમાંથી નીકળતો ધુમાડો પણ ઝેરી હવા ફેલાવે છે.

દરેક વોર્ડમાં સેનેટરી ઈન્સ્પેક્ટરો, દરેક ઝોનમાં હેલ્થ અધિકારીઓ હોવા છતાં મ્યુનિસીપલ કોર્પોરેશનના આદેશનું ઉલ્લંઘન કરનારા સફાઈ કામદારો પર પગલાં લેવાતા નથી.[:]