[:gj]રૂપાણીની 2014ની મહેમાન નીતિ નિષ્ફળ જતાં નવી રાહતો આપવાની જાહેરાત [:]

[:gj]ગાંધીનગર, 11 સપ્ટેમ્બર 2020

ગુજરાત હોમ સ્ટે પોલીસી 2014થી 2019ની વધુ સરળ બનાવવાનો નિર્ણય ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવ્યો છે.
ગુજરાતની પરંપરા, સંસ્કૃતિ, ખાન-પાન વાનગીઓ, ગ્રામીણ જન જીવનથી દેશ-વિદેશના પ્રવાસીઓને પૈસા લઈને આપવાનો આ ધંધો શરૂ કરાશે.

1 થી 6 રૂમ સુધીના ઘરને હોમ સ્ટે ધંધો કરનારને ઘરનો મિલકત વેરો અને વીજ દરના થોડા લાભ મળશે.
ગુજરાત પ્રવાસન નિગમમાં નોંધાયેલા ઘર મહેમાન ઘરને સોલાર રૂફ ટોપ યોજનાનો થોડા લાભ અપાશે. ગુજરાતભરમાં 2014થી હોમ સ્ટે નીતિ બનાવી હોવા છતાં માંડ 100 હોમ સ્ટે હાલ આખા ગુજરાતમાં છે. 6 વર્ષમાં 100 ઘર નોંધાયા તે ગુજરાતનો પ્રવાસન ઉદ્યોગ નિષ્ફળ હોવાનો આંકડો બતાવે છે. હવે રૂપાણી સ્વપ્નો બતાવે છે કે, નવા હોમ સ્ટેનો ઉમેરો થશે. ગ્રામીણ રોજગારીની સાથે ટુરિઝમ એન્ડ હોટેલ ઈન્ડસ્ટ્રીમાં વ્યાપક તકો ખીલશે.

ઓગસ્ટ 2018

રાજ્યનાં મહત્ત્વનાં સ્થળોની મુલાકાતે આવતાં પ્રવાસીઓને ઘરથી દૂર એક પોતાનું ઘર મળે એ છે. મોટી હોટલોનાં તગડાં ભાડાં અને સામે વાજબી હોટલોનો અભાવ ગુજરાત આવતા પ્રવાસીઓનો સૌથી મોટો પ્રશ્ન રહ્યો છે. બીજો પ્રશ્ન એ છે કે જાણીતાં પ્રવાસન સ્થળોએ પણ મોટા ભાગે બહારના લોકો આવીને ધંધા-રોજગાર સ્થાપી દેતા હોય છે. જેના કારણે રોજગારીની સ્થાનિકોની પરિસ્થિતિમાં કોઈ ફરક પડતો હોતો નથી. પ્રવાસન સ્થળ તરીકેના પોતાના જ વતનનો તેમને ભાગ્યે જ લાભ મળે છે. આ બેવડી સમસ્યાને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે ‘હોમ સ્ટે પૉલિસી’ જાહેર કરી છે. જેમાં આ બંને સમસ્યાઓનું સમાધાન થાય તેવા પ્રયત્નો કરાયા છે.

વધુ વાંચો: ખેડૂતો અને વેપારીઓને 6 દિવસ પહેલા આગાહી મળે તે માટે બનેલા સ્વયં સંચાલિત જિલ્લા હવામાન કેન્દ્ર ચાલ્યા જ નહીં, તો કરોડોનું નુકસાન અટક્યું હોત 

ગુજરાત ટૂરિઝમ દ્વારા હોમ સ્ટે પૉલિસીનું બે કેટેગરીમાં રજિસ્ટ્રેશન કરવામાં આવી રહ્યું છે, ગોલ્ડ અને સિલ્વર. પ્રવાસન વિભાગની વેબસાઈટ પર હોમ સ્ટે પૉલિસીને લગતી તમામ વિગતો ઉપલબ્ધ છે. પ્રવાસન વિભાગે નક્કી કરેલી માર્ગદર્શિકામાં તે ઘર ફિટ બેસતું હોવું જોઈએ. હાલ ગુજરાતનાં દરેક મોટાં શહેરો તથા દરેક જોવાલાયક સ્થળો પર આ પ્રકારનાં 100 હોમ સ્ટે સુવિધા ઉપલબ્ધ છે. આ શહેરોમાં અમદાવાદ, ગીર, સોમનાથ, જૂનાગઢ, ભુજ, ગાંધીનગર, વડોદરા, સુરત વગેરેનો સમાવેશ થાય છે.

વધુ વાંચો: GDP તળિયે: બધું કંઈ ઈશ્વરી કૃત્ય નથી!

મિઝોરમ અને મણિપુરમાં હોમ સ્ટે ટુરીઝમ પ્રોજેક્ટની સફળતા બાદ ગુજરાતમાં નર્મદા જિલ્લાને અને ગીર સોમનાથ જિલ્લાની પાયલોટ પ્રોજેક્ટ તરીકે પંસદગી 2019માં થઈ તેમાં પણ સફળતા મળી નથી.

વધુ વાંચો: મનમોહન સિંહનું મોદી ન માન્યા, હવે અમદાવાદની મેટ્રો રેલ માટે દરેક કુટુંબે એક કારના પૈસા આપવા પડશે

ફેડરેશન ઓફ ઈન્ડિયન ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ (ફિક્કી) દ્વારા રાજ્યોના પ્રવાસનમંત્રી રાજ્ય સરકાર દ્વારા વિવિધ સ્થાનો પર `હોમ સ્ટે’ની પોલિસીનો ઉલ્લેખ કરી અન્ય રાજ્યોને પણ આ પોલિસી અપનાવવા અંગે સૂચન કર્યું હતું. મોડેલ તરીકે સૂચન 2018માં કર્યું હતું તો પછી નિયમો કેમ બદલવા પડ્યા? કારણ કે ભાજપની સરકારના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીની મહેમાન નીતિ સાવ નિષ્ફળ છે.[:]