[:gj]વડોદરા ફરી પાણીમાં ડૂબી જશે ? [:]

[:gj]વડોદરા, 15 મે 2020

ચોમાસની ટુક સમયમાં શરૂઆત થશે તે માટે પ્રીમોન્સુન કામગીરી યુદ્ધના ધોરણે કરવાની માંગણી સાથે મહત્વની ગંભીર બાબત એ છે કે ગત વર્ષે 20 ઇંચ વરસાદમાં સરકારના તંત્રની પોલ ખુલી ગઈ હતી અને આખું શહેર ડૂબી ગયું અને અને ૧૬થી વધારે નિર્દોષ નાગરિકોના મોત થયા અને નાગરિકો અને સરકારની માલ મીલ્ક્તને કરોડો-અબજો રૂપિયાનું નુકશાન થયું હતું.

કોંગ્રેસ દ્વારા વડોદરા કલેકટર, વડોદરા મેયર અને મ્યુનિ ક્મીશ્નર વડોદરાને આવેદનપત્ર આપેલું હતું. મ્યુનિકાઉન્સીલર અમી રાવતના જણાવ્યા મુજબ, જો 1 જૂનથી કેરાલામાં ચોમાસું બેસે તેના 15 દિવસમાં ગુજરાતમાં ચોમાસુ બેસી જતું હોય છે. તેથી હવે વમપા પાસે હવે 1 મહિનો રહ્યો છે. જો ગયા વર્ષની જેમ ભાજપના સત્તાધિશો નિષ્કાળજી બતાવશે જો આ વર્ષે પણ વડોદરામાં 3 ઈંચછી વધું વરસાદ પડશે તો શહેરને ડૂબી જતાં વાર નહીં લાગે.

આ શહેરની ભોગોલીક પરીશ્થીતીને ધ્યાનમાં લેતા એક સાથે ૨ થી ૩ ઈંચ વરસાદ પડે તો આખું શહેર ડુબી જાય છે બંધ થઇ જાય છે , શહેરના કાંસ તથા વિશ્વામિત્રી નદીમાં આસપાસના બીલ્ડીગોના ગેરકાયદેસર બાંધકામ અને દબાણથી તથા કચરો નદીમાં નાખવાથી દર વર્ષે શહેરમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ફરી વળે છે ડુબાડી દે છે અને દર વર્ષે સોસાયટીઓમાં અને કોર્પોરેસ્ન્નને પણ કરોડોનું નુકશાન થાય છે

૨ થી ૩ ઈંચ વરસાદમાં સોસાયટીઓમાં, રસ્તાઓ ,ગરનાળાઓમાં અને થોડાક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જાય છે અને તેનાથી શહેરની ખોખલી ડ્રેનેજનું નેટવર્ક ખોરવાઈ જાય છે અને શહેર બંધ થઇ જાય છે .આ તમામ બાબતોના કાયમી ઉકેલ માટે અને ગત વર્ષના ૧૦ ઓગસ્ટ ૨૦૧૯ન રોજ 20-ઇંચના વરસાદથી થયેલા નુકશાન ને ધ્યાનમાં લઈ કઈ કઈ જગ્યાએ અને ક્યાં વિસ્તારોમાં અડચણ રૂપ બાંધકામ છે જેના કારણે શહેરમાં પુર આવે છે તેનું કારણ અને જવાબદારો સામે પગલા સાથે શહેરના તમામ નદી અને કાંસના દબાણ દુર કરવા માગણી અને તેનો રીપોર્ટ તૈયાર કરવા માટે માગણી કરેલ હતી જેનો પત્ર સામેલ છે જે બાબતે આજ દિન સુધી જવાબ મળેલ નથી કે કોઈ પગલા લીધેલ નથી

અત્યારે કોરોના વાયરસ જેવા અતિ ભયંકર ચેપી રોગથી વિશ્વમાં લોકો ઘરમાં પુરાયેલા છે. જો પુરની પરીસ્થિતિ કે થોડાક ૨ થી ૩ ઈંચ વરસાદમાં પણ શહેરમાં ડુબાણ થાય અને લોકડાઉનમાં ઘેર બેઠેલા તમામ લોકો ઘરની બહાર નીકળે સાથે અમુક નીચાણવાળા વિસ્તારોને તો હગામી આશ્રય પણ આપવો પડે આવી ગંભીર સ્થિતિમાં અને સાથે જો રોગચાળો ફાટી નીકળે તો બેવડો માર પડે અને કોરોના સથે અન્ય રોગ જોડાય તો વડોદરામાં અભૂતપૂર્વ પરીસ્થિતિ ઉભી થયા અને લાખો લોકો મોતના મુખમાં જાય. જેથી ગત વર્ષના શહેરની ચિંતાને ધ્યાનમાં લઇ અમારા વિગતવાર લખેલ પત્રમાં કરેલી માંગણીઓ અને અચાનક આવેલી કોરોના વાયરસની મહામારી /આપત્તિ માટે કરેલી માંગણીઓ બાબતે તાત્કાલિક પગલા લેવાનીમાગણી કરીએ છીએ

ગત વર્ષે આવેલા પુર બાબતેવડોદરા શહેરને થયેલા નુકશાનની જવાબદારો અસ્માએ પગલા લેવા જ્યુડીશ્યલ તપાસની માંગણી કરી હતી. નોધ સંપૂર્ણ વિગત સાથે અંગ્રેજીમાં આવેદન સામેલ છે તેના થોડાક મુદ્દાઓ ગુજરાતીમાં આપની રજૂઆત માટે છે.

અગાઉ આપેલા આવેદનપત્રમાં આ વિગતો આપવામાં આવી હતી.

વિજય રૂપાણી, તા ૧૦ ઓગસ્ટ ૨૦૧૯

મુખ્યમંત્રીશ્રી ગુજરાત રાજ્ય.ગાંધીનગર

મે સાહેબ વડોદરા શહેરમાં આવેલા પૂર બાબતે પ્રજાજનોને ગેરમાર્ગે દોરવામાં આવી રહ્યા છે.

વડોદરામાં વરસાદ અને પુરના કારણે તારાજી સર્જાઈ જેમાં કરોડના માલસામાનનું નુકશાન થયુ છે. જેમાં લગભગ 16 થી વધારેના મોત (સત્તાવાર સરકારી આકડા પ્રમાણે 9 નાગરિકોના મોત) અને હજારો કરોડના માલસામાનનું નુકશાન થયું છે. વડોદરામાં 31 મી જુલાઈથી ભારે વરસાદ અને વિશ્વામિત્રીમાં આવેલા પુરથી શહેરમાં તારાજી સર્જાઈ છે. પરંતુ વર્ષોથી 2 થી 5 ઇંચ વરસાદમાં વડોદરા શહેરના તમામ વિસ્તારો, સોસાયટીઓ, રસ્તાઓ ડૂબી જાય છે. અને શહેર બંધ થઈ જાય છે. અને નાગરિકોના ઘરોમાં, દુકાનોમાં, ઓફિસોમાં અને તમામ વાહનોમાં પાણી ઘૂસી જાય છે. જેથી હજારો, કરોડોનું નુકશાન થાય છે.

આમ વડોદરામાં વિસ્તારો, સોસાયટીઓના રોડના ડૂબવાના માટે જવાબદાર સરકારી તંત્ર છે. અને આ વખતે પણ આ માનવ સર્જિત હોનારત છે. એ સ્પષ્ટ કારણો નીચે મુજબ છે.

1 31 મી એ વરસાદ વરસ્યો તેને સરકાર 18 ઇંચ કહી રહી છે. તે સ્મ્યે વિશ્વામિત્રી નદી સત્તાવાર રીતે લગભગ 12 ફૂટે હતી. અને લગભગ 12 ક્લાક સુધી વિશ્વામિત્રીનું લેવલ 12 થી 16 ફૂટ જ હતું. ( સત્તાવાર આંકડા મુજબ )

2 જો આજવા સરોવરનું પાણી 211 ફૂટથી વધારેનો સંગ્રહ કરવામાં આવ્યો હોટ તો વડોદરામાં વિશ્વામિત્રીમાં પૂર ન આવત.

3 આજવામાંથી પાણી છૂટે ત્યારે હંમેશા વિશ્વામિત્રીમાં પૂર આવે અને તેની વિશ્વામિત્રી નદીની આજુબાજુના એમ.એસ યુનિવર્સિટી કેમ્પસ, સમાના વિસ્તાર, નિઝામપૂરા, ફતેગંજ, સયાજીગંજ, અકોટા, કલાલીના વિસ્તારો હંમેશા ડૂબી જાય છે. જેમાં હજારો કરોડોનું હંમેશા નુકસાન થાય છે. જેનો ઉકેલ ક્યારેય કરવામાં આવ્યો નથી. જેના માટે જવાબદાર ભાજપ શાસકો તથા કોર્પોરેશન અને સરકાર છે.

4 કોર્પોરેશન દ્વારા વિશ્વામિત્રીના રિવરફ્રન્ટ ડેવલપમેંટ અને નવા નામો આપીને છેલ્લા 15 વર્ષથી લોકોને મૂર્ખ બનાવવામાં આવી રહ્યા છે. ગુજરાત સરકારે કોઈ વાસ્તવમાં વિશ્વામિત્રીના નામે આજે કે ભૂતકાળમાં કોઈ રિવરફ્રન્ટ કે અન્ય પ્રોજેકટ મંજૂર કરેલ નથી. અને સરકારમાં કોર્પોરેશન ની કોઈ પણ પ્રોજેકટની દરખાસ્ત પણ મુકેલ નથી કે દરખાસ્ત પેન્ડિંગ પણ નથી. વડોદરાની જાહેર જનતાને મૂર્ખ બનાવતુ આ ભાજપ શાસકોનું મોટું જૂઠાણું છે.

આમ આ માનવ સર્જિત હોનારતના લીધે વડોદરામાં વિસ્તારો, સોસાયટીઓના રોડ રસ્તાઓ ડૂબવાના માટે જવાબદાર સરકારી તંત્ર છે. અને આ બાબતે વડોદરાવાસીઓનીઓ આ માગણીઓ છે

  1. વડોદરા શહેરના પૂર પાછળના કારણો અને તંત્રની ગંભીર બેદરકાર ,ભ્રષ્ટાચાર ના લીધે થયેલી તારાજી સામે જ્યુડિશિયલ તપાસની માંગણી. અને જવાબદારો સામે કાયદાકીય પગલાં લેવા માંગણી.
  2. વડોદરા મ્યુનિ. કોર્પોરેશન દ્વારા ચોમાસા પહેલા પ્રીમોન્સુનની કામગીરીમાં બેદરકારી અને ભ્રષ્ટાચાર વિજિલન્સ તપાસની માંગણી.
  3. શું વડોદરા વિશ્વામિત્રીના પૂર કે વરસાદના કારણે ડૂબ્યું ? હકીકત એ છે કે દર વર્ષે ૨ થી ૫ ઇંચમાં શહેરના તમામ વિસ્તારો,રસ્તાઓ,રોડ વિગેરે ડૂબી જાય છે. એજ રીતે આ વરસાદમાં આખું શહેર ડૂબી ગયેલ છે.
  4. તંત્રની નિષ્કાળજી અને વર્ષોના બેદરકારીભર્યા વહીવટ, વિશ્વામિત્રીના પૂર અને આજવાનું મેનેજમેંટ કરવામાં આયોજનનો અભાવ ,શહેરમાં કુદરતી કાંસો/ તળાવો પૂરવામાં આવ્યા. આયોજનનો અભાવથી વરસાદનું પાણીને જવાના રસ્તાઓ ન હોવાના કારણે અને તંત્રની આ બાબતે ગંભીર બેદરકારી જેના કારણે 16 નાગરિકોના મોત અને હજારો કરોડોનું નુકશાન.
  5. તંત્રની નિષ્કાળજી, વિશ્વામિત્રી નદીના પૂર અને આજવા સરોવરના પાણીના લેવલ બાબતે કોઈ ઠોસ નિર્ણય લેવામાં બેદરકારી, પ્રીમોન્સુનમાં બેદરકારી અને ભ્રષ્ટાચારના લીધે શહેર ડુબી ગયું છે. અને હજારો, કરોડોનું નુકશાન થયુ છે.
  6. વડોદરા શહેર 2 થી 3 ઇંચ વરસદમાં રસ્તા અને સોસાયટીઓ વિગેરે ડૂબી ગયું હતું. અને પ્રીમોન્સુન કામગીરીમાં બેદરકારી અને ભ્રષ્ટ્રાચાર, કાંસ અને નદી પરના દબાણોના કારણે થયું. ભાજપ શાશકો અને કોર્પોરેશનના તંત્રની ગંભીર નિષ્કાળજી, ભ્રષ્ટાચાર, પ્લાનીગના અભાવને છુપાવવા માટે વડોદરાના પાણી ઉતરતા પહેલા જ આજવામાંથી પાણી છોડવામાં આવ્યું. અને ૨૧૧ ફૂટે લાવવાનો નિર્ણય કર્યો. જો તંત્રએ ધાર્યું હતું તો આજવાનું પાણી 214-ફૂટ સુધી રોકી શહેરમાંથી પાણી ઊતરવાની રાહ જોઈ હોત. પરંતુ જાણી જોઈને પોતાની નિષ્ફળતા અને દોષ આજવા સરોવર પર ઢોળવા માટે પાણી છોડી ભાજપ શાસકો અને કોર્પોરેશન દ્વારા દ્વારા પોતાનો ભ્રષ્ટાચાર,બેદરકારી,અણઘડ વહીવટ ઢાકવાનો પ્રયાસ કર્યો. જેને અમો સખ્ત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ.
  7. કાયમી પાણીના નિકાલની કોઈ જ વ્યવસ્થા ન હોવાથી તથા આ વખતની પ્રીમોન્સુનની કામગીરી સામે વિજિલન્સની તપાસની માંગણી કરીએ છીએ.. કારણ કે ૨ થી ૩ ઇંચમાં તો શહેર ૩૧ મી તારીખે ડૂબી જ ગયું હતું. ત્યારે વિશ્વામિત્રી નદી ફ્ક્ત ૧૭ ફૂટે હતી. તો શું ૩૧ મી તારીખે આખું શહેર ડૂબ્યું હતું. તેના માટે વિશ્વામિત્રીનું પૂર જવાબદાર હતું. તરસાલી, ગોરવા, ના વિસ્તારો વિશ્વામિત્રીના પુરના કારણે ડુંબ્યા ? અલકાપુરી, સુભાનપૂરા / ઇલોરાંપાર્ક, વાઘોડિયા /આજવા રોડ, નવાયાર્ડ/રેલ્વે કોલોની, ગોત્રી, છાણી જકાતનાકા, છાણીબાજવા રોડ, GSFC, તાંદળજા , ઓલ્ડ પાદરા વિસ્તારો વિશ્વામિત્રીના પુરના કારણે ડુંબ્યા ?
  1. વિશ્વામિત્રી નદીનો વડોદરા શહેરને આવરી લેતો ૩૫ કી.મીનો પટ અને તેના તમામ કાંસો /કોતરોનો વિસ્તાર (એરિયાઅને પટ) જાહેર કરવામાં આવે. અને જેમાં જેમાં સરકારી કે ગેરસરકારી થયેલા દબાણો/પુરાણ દૂર કરવામાં આવે.
  2. વિશ્વામિત્રી નદી પંચમહાલ જિલ્લા, વડોદરા શહેર અને જિલ્લા અને ભરુચ જિલ્લાના વિસ્તારોમાંથી પસાર થાય છે. વિશ્વામિત્રી નદી પાવાગઢથી નીકળી ૧૩૫ કી.મી. માં ઢાઢર નદી, ખાનપુર નદીઓને મળી ખંભાતના અખાતમાં વિલીન થાય છે. આ નદી આ પુનઃઉત્થાન અને પૂર નિયંત્રણ માટે વિશ્વામિત્રી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ ઓથોરિટીની સ્થાપના થાય તેવી માંગણી છે.
  3. વડોદરામાં વરસાદ અને માનવસર્જિત પૂરના કારણે થયેલી તારાજીમાં ૧૬ જણથી વધારે નાગરિકોના મોત અને આશરે ૧૦ હજાર કરોડનું નુકશાન થયું છે. જેથી તમામ અસરગ્રસ્ત લોકોને વળતર અને કેશડોલ આપવાની માંગણી કરીએ છીએ. જેમાં કાચા-પાકા મકાનોવાળા, આર્થિક ગરીબ વર્ગ સાથે મિડલ ઇન્કમ વર્ગની સોસાયટીઓ જેમાં નાગરિકોને ઘરમાં પાણી ઘુસી જવાથી ઘરવખરીઓમાં હજારોથી લાખો રૂપિયાનું નુકશાન થયું છે. જેમને પણ વળતર આપવાની માંગણી કરીએ છીએ.
  4. વિશ્વામિત્રી નદી અને સાથે સંકળાયેલા તળાવો, કાંસો-કોતરો તથા ભૂખી કાંસ, મસિયા કાંસ, રૂપારેલના કાંસોમાં કોર્પો. અને ખાનગી લોકો દ્વારા કરેલા પુરાણો વિશે રજૂઆત કરેલ છે. તેને દૂર કરવામાં આવ્યા નથી આ બાબતે ગુજરાત સરકાર દ્વારા તેમજ જીપીસીબી દ્વારા કોર્પોને નોટિસ આદેશ આપવામાં આવેલા છતાં પણ આજની તારીખે પણ આ પુરાણોના ઢગલા દૂર કરવામાં આવ્યા નથી. જેના પુરાવા આ સાથે સામેલ છે. અને સરકારે આ બાબતે જવાબદાર સામે પગલાં લેવા અને સત્વરે પુરાણોના તમામ ઢગલા જેમાં કન્સ્ટ્રકશન અને ડિમોલિશન કચરાને પણ દૂર કરવા માટે તાત્કાલિક કાર્યવાહીની સૂચના આપવામાં આવે.
  5. વિશ્વામિત્રી નદીમાં સંજયનગર સમા ખાતે અગોરા મોલના બાલાજી ગ્રૂપ / માનવ ઈન્ફ્રાસ્ટ્કચર પ્રા.લિમિટેડ દ્વારા સરકારી જમીન અને નદીમાં ૧ લાખ ચો. ફૂટ નદીમાં પુરાણ કરીને ગેરકાયદેસર રીતે ૭-મીટર જાડી દીવાલ બાંધેલ છે. જેના સત્તાવાર પુરાવાઓ છે. તે દબાણને તોડવામાં આવે અને માનવ ઈન્ફ્રાસ્ટ્કચરના બિલ્ડરને સરકારી જમીન પર કબ્જા હેઠળ કાયદાકીય પગલાના ભાગરૂપે પાસાની કાર્યવાહી કરવામાં આવે અને તત્કાલિન કમિશ્નર શ્રી એચ.એસ પટેલ તથા કોર્પો.ના અધિકારી શ્રી ચારપોટ સામે ફોજદારી પગલાના ભાગે કાર્યવાહીની માંગણી કરીએ છીએ.
  6. ઓડનગર, બેન્કર્સ હોસ્પિટલ પાસે પ્રધાનમંત્રી આવાસ યોજનામાં બાલાજી ગ્રૂપ / માનવ ઈન્ફ્રાસ્ટ્કચર પ્રા.લિમિટેડ દ્વારા ગેરકાયદેસર રીતે કુદરતી પાણીનો કાંસ અને વરસાદી પાણી જવાના વહેણ પર દબાણ કરીને નાની ચેનલ બનાવી ઢાંકીને તેના પર કોર્પો.દ્વારા રોડ બનાવવામાં આવ્યો છે. તે તદન ગેરકાયદેસર છે. કુદરતી કાંસ પૂ રવાનો ગુન્હો કરેલ છે અને આ કાંસને પુરવાથી ઓડનગરની પાછળની આશરે ૫૦થી વધારે સોસાયટીના મકાનોમાં અને દુકાનોમાં પહેલીવાર વરસાદના પાણી ઘુસી ગયા છે. અને કરોડો રૂપિયાનું નુકશાન થયું છે. આ બાબતે આ તાત્કાલિક કાંસને ખુલ્લો કરવામાં આવે અને જવાબદાર અધિકારીઓ અને બિલ્ડર સામે કાનૂની કાર્યવાહી કરવામાં આવે.

[:]