અપાજીત વિપક્ષી નેતા પરેશ ધાનાણી અમરેલીમાં પરાજીત થવા લાગ્યા છે

કોંગ્રેસમાં વર્ષો સુધી યોગદાન આપ્‍યું હોય પણ રાહ ભટકી ગયા હોય અને ભાજપમાં પસ્‍તાવો થતો હો તેવા લોકોને ફરી કોંગ્રેસમાં લેવાની જાહેરાત વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીએ કરી હતી. આગેવાન-કાર્યકરો આવા મિત્રો સાથે સંવાદ સ્‍થાપીને કોંગ્રેસ પક્ષની વિચારધારાને મજબુતી આપવા અને ભાજપને સબક શીખવાડવા માટે કોંગ્રેસ પક્ષના પ્‍લેટફોર્મ પર એમને આવકારવાના છે. એવા જાહેરાત તો પરેશ ધાનાણીએ કરી હતી પણ તેઓ પોતાનું ઘર અમરેલી સાચવી શકતાં નથી. જે છે તે વિખવાદોમાં ગુમાવી રહ્યાં છે. અમરેલીના વિખવાદો શાંત કરવા માટે તેમના પ્રયાસો બહુ જાહેર નથી.

પરેશ ધાનાણીના લાઠીમાં કોંગ્રેસના ધારાસભ્ય વિરજી ઠુમરે કોંગ્રેસમાં બળવો કરાવ્યો

20 ઓગસ્ટ 2018ના દિવસે લાઠી તાલુકા પંચાયતમાં કારોબારી અધ્યક્ષની વરણી માટે કોંગ્રેસ પક્ષ તરફથી આંબા સવજી કાકડીયાને ઉમેદવાર જાહેર કરીને તેમના નામનો મેન્ડેટ આપવામાં આવ્યો હતો. પણ કોંગ્રેસના પાંચ સભ્યોએ પક્ષના નેતાનો મેન્ડેટ માનવાનો ઈન્કાર કરીને પોતે નક્કી કરેલા ઉમેદવાર ગોરધન ગાંગર ડોંડાને ઉમેદવાર તકીરે ઊભા કરી તેમને ચૂંટી કાઢ્યા હતા. તેની સામે કોંગ્રેસના સત્તાવાર ઊમેદવાર આંબા કાકડીયાને એક જ મત મળ્યો હતો. કોંગ્રેસના સત્તાવાર ઊમેદવાર આંબા કાકડીયા દ્વારા પક્ષને જણાવ્યું છે કે, કોંગ્રેસના ધારાસભ્ય વિરજી ઠુમરના કહેવાથી સભ્યો દ્વારા બળવો થયો છે. આમ પરેશ ધાનાનીના અમરેલીમાં તેના જ સાથીદાર વરિષ્ઠ નેતા વિરજી ઠુમરે બળવો કરાવતાં તે અંગે પ્રદેશના નેતાઓ સમક્ષ ફરિયાદ કરી છે. હવે વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી કે પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા દ્વારા વિરજી ઠુમર સામે કોઈ પગલાં લેવામાં આવે છે કે કેમ તેની અમરેલીના કાર્યકરો રાહ જોઈ રહ્યાં છે.

પરેશ ધાનાણીની શાખ પર ડાઘ

18 જૂન 2018માં અમરેલી તાલુકા પંચાયતની ચૂંટણીમાં ફરી એકવાર કોંગ્રેસના બે જૂથો સામ-સામે આવી ગયા હતા. વધુ એકવાર વિપક્ષના નેતા પરેશ ધાનાણીની શાખ દાવ પર લાગી હતી. કોંગ્રેસના પ્રમુખ પદ માટે બળવાખોર અરવિંદ કાછડીયા અને ઉપપ્રમુખ પદ માટે કંચનબેન દેસાઈએ ઉમેદવારી હતી.

ગઢના કાંગરા ખેરવ્યા

15 જૂન 2018 અઢી વર્ષ પહેલાં યોજાયેલી ચૂંટણીમાં કોંગ્રેસે અમરેલી, સાવરકુંડલા અને બગસરા ત્રણે નગરપાલિકાઓમાં સત્તા હાંસલ કરી હતી પરંતુ ગુરૂવારે ત્રણેય તેના હાથમાંથી નિકળી ગઇ હતી. ધાનાણી અને ધારાસભ્ય પ્રદીપ દુધાતના વિસ્તારમાં મોટો ફટકો ભાજપના પક્ષાંતર કરાવવાની નીતિના કારણે પડ્યો હતો. કોંગ્રેસને ત્રણેય જગ્યાએ પોતાના જ જૂથવાદના કારણે હાર સહન કરવી પડી છે. 44 સભ્યોવાળી અમરેલી નગરપાલિકામાં શરૂઆતમાં કોંગ્રેસે 33, ભાજપે છ અને ત્રણ અપક્ષ ઉમેદવારોની જીત થઇ હતી. પરેશ ધાનાણીના ગઢ અમરેલી જિલ્લામાં કોંગ્રેસના ગઢના કાંગરા ખરેવી ત્રણ નગરપાલિકામાં ભાજપ જીત્યો હતો. કોંગ્રેસને પોતાના જ જૂથવાદના કારણે હાર સહન કરવી પડી હતી. અમરેલી નગરપાલિકામાં કોંગ્રેસના જ એક બળવાખોર જુથે પાર્ટીના આદેશનો અનાદર કરી બળવાખોર જૂથના જયંતી રાણવા અને શકીલ સૈયદને પ્રમુખ ઉપપ્રમુખ પદ પર ચૂંટી કાઢ્યા હતા. સાવરકુંડલા પાલિકામાં પણ કોંગ્રેસ પાસેથી ભાજપે શાસન છીનવી લીધું હતું. કોંગ્રેસના 4 સભ્યો ભાજપમાં પક્ષાંકર કરી ગયા હતા. બગસરામાં પણ જોવા મળી અને કોંગ્રેસને અહી પણ સત્તા ગુમાવી હતી. જેના કારણે અમરેલી જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ પંકજ કાનાબારે રાજીનામું આપવાની ફરજ પડી હતી. .

વિજય પર પરાજય

19 જૂન, 2018મા અમરેલી જિલ્લામાં તમામ 11 તાલુકા પંચાયતોમાં કોંગ્રેસનો વિજય થયો હતો. વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીના વિસ્તારમાં ભાજપે ગ્રામ્ય વિસ્તારો સાવ ગુમવી દીધા હોવાનું તેના પરથી જોઈ શકાય છે. ધાનાણી તથા અમરીશ ડેર સહિતના નેતાઓએ ભાજપ શાસિત રાજુલા અને જાફરાબાદ તાલુકા પંચાયત કોંગ્રેસ પાસે લાવી આપી હતી. અમરેલી જિલ્લા પંચાયત પણ કોંગ્રેસ પાસે રહી હતી. અગાઉ 9 તાલુકા પંચાયત કોંગ્રેસ પાસે હતી. જેમાં 2 તાલુકા પંચાયત પર ભાજપ હતો. જે કોંગ્રેસે આંચકી લીધી હતી. જાફરાબાદ અને રાજુલા તાલુકા પંચાયત BJP પાસે હતી. પરસોત્તમ સોલંકી અને હીરા સોલંકીનો ડંકો વાગતો રહ્યો હતો. આ વિજય પછી પણ સતત પરાજય મળી રહ્યો છે. વિખવાદો વધી રહ્યાં છે.

વિધાનસભાની એક પણ બેઠક ભાજપને ન મળી

વડીયા કુકાવાવ બેઠક પરથી ભાજપના ઉમેદવાર બાવકુભાઈ ઉંઘાડની હાર થઈ હતી. તેની સામે કોંગ્રેસના યુવા ધારાસભ્ય પરેશ ધાનાણીની જીત થઈ હતી. ધારી-બગસરા-ખાંભા બેઠક પરના ભાજપના ઉમેદવાર દિલીપ સંઘાણી કોંગ્રેસના ઉમેદવાર જે.વી કાકડીયા સામે 15,000 મતોથી ખરાબ રીતે હાર્યા હતા. રાજુલા-જાફરાબાદ બેઠકના ભાજપના ઉમેદવાર હિરાભાઈ સોલંકી કે જે ત્રણ ચૂંટણીઓમાં જીતતા આવતાં હતા, તેમને કોંગ્રેસના ઉમેદવાર અને યુવા આગેવાન અંબરીશ ડેર સામે હાર ખમવી પડી હતી. લાઠી-બાબરા-દામનગર બેઠકના ભાજપના ઉમેદવાર ગોપાલ વસ્તરપુરા પણ હારી ગયા હતા. કોંગ્રેસના પીઢ નેતા વિરજી ઠુમ્મર જીતી ગયા હતા. સાવરકુંડલા-લીલીયા બેઠક પર ભાજપના ઉમેદવાર કમલેશ કાનાણી હારી ગયા હતા. કોંગ્રેસના ઉમેદવાર પ્રતાપભાઈ દુધાત જીતી ગયા હતા. આમ સમગ્ર અમરેલી જિલ્લાની તમામ બેઠકો ભાજપ હારી ગઈ હતી. પણ કોંગ્રેસ પક્ષ અમરેલીમાં એક રહી શકતો નથી અને વિખવાદો વકરે છે.

22 સભ્યોને કર્યા સસ્પેન્ડ

2018માં નગરપાલિકાના પ્રમુખોની યોજાયેલી ચૂંટણીમાં અમરેલિ જિલ્લામાં કોંગ્રેસના સભ્યોમાં અસંતોષ જોવા મળ્યો હતો. આજ કારણે અમરેલી જિલ્લામાં કોંગ્રેસે પોતા પાસે રહેલી નગરપાલિકાઓ ગુમાવવાનો વારો આવ્યો હતો. વિપક્ષના નેતા પરેશ ધાનાણીના જ ઘરમાં જુથવાદના અને પૈસાના કારણે ગાબડું પડ્યું હતું. તેથી અમરેલી જિલ્લાની 3 નગરપાલિકાના કોંગ્રેસના 22 બળવાખોર સભ્યોને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. જેમાં અમરેલી નગરપાલિકાના 15, સાવરકુંડલાના 4 અને બગસરાના 3 સભ્યોને 6 વર્ષ માટે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. આ તમામ 22 સદસ્યોના પાલિકાનું સભ્ય પદ રદ કરવાની પણ કાર્યવાહી કરવામાં આવી હતી.

વિધાનસભામાં પક્ષ સામે દ્વોહ

23 નવેમ્બર 2017માં કોંગ્રેસ ઉમેદવારોની યાદી બહાર તેના વિરોધમાં તાલુકા કોંગ્રેસ પ્રમુખ અને પૂર્વ ધારાસભ્ય ખોડાભાઇના પુત્ર પીઠાભાઈ નકુમે કોંગ્રેસ સાથે છેડો ફાડીને ભાજપમાં જોડાઈ ગયા હતા.  કોંગ્રેસ દ્વારા ટિકીટ આપવામાં આવે તે માટે પીઠાભાઈએ દાવેદારી નોંધાવી હતી.

11 એપ્રિલ 2017માં

અમરેલી જીલ્લાની મોટાભાગની ગ્રામ પંચાયતો પર કોંગ્રેસનો કબજો આવી ગયો હતો. જે તેમને વિધાનસભાની તમામ બેઠકો જીતવા તરફ લઈ ગયો હતો.  અમરેલી જીલ્લાની 37 ગ્રામ પંચાયમાંથી મોટાભાગ ની ગ્રામ પંચાયતો પર કોંગ્રેસે કબજો કરી લીધો હતો. કુલ 58 ગ્રામ પંચાયતો પૈકી 22 બિનહરીફ સરપંચો ચુંટાયા હતા. 70% ગ્રામ પંચાયતો પર કોંગ્રેસે કબજો થયો હતો.

અમરેલી તાલુકા પંચાયત કેમ ગુમાવી

19 જૂન 2018ના દિવસે અમરેલી તાલુકા પંચાયતમાં તાલુકા કોંગ્રેસ પ્રમુખ અને સભ્યએ બળવો કરીને કોંગ્રેસના  સતાવાર ઉમેદવારને હરાવી અમરેલી જીલ્લાની 11 તાલુકા પંચાયતના પ્રમુખ- ઉપપ્રમુખની મુદત પુરી થતા 9 તાલુકા પંચાયત ઉપર કોંગ્રેસ સતાસ્થાને છે. જ્યારે રાજુલા અને જાફરાબાદમાં ભાજપ સત્તા સ્થાને છે. કોંગ્રેસે ગુમાવવી પડી હતી. અમરેલી તાલુકા પંચાયતના પ્રમુખની ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર સામે બળવો કરીને ભાજપને મદદ કરનારા સામે શિસ્‍તભંગના પગલાં લઇને કોંગ્રેસના 6 સભ્‍યોને 6 વર્ષ માટે સસ્‍પેન્‍ડ કરાયા હતા.