26 ફેબ્રુઆરી-1411ના એ દિવસે સુલતાન અહેમદશાહ બાદશાહે માણેકબુર્જ પાસે ગુરુવારના રોજ બપોરે 1.20 કલાકે હિજરી વર્ષ 813માં માણેકબૂર્જ પાસે અમદાવાદ શહેરનો પાયો નાંખ્યો હતો. પાટણ પછી અમદાવાદને નવી રાજધાની તરીકે જાહેર કરી હતી.
અમદાવાદ શહેરની આસપાસનો વિસ્તાર ૧૧મી સદીની આસપાસથી વસવાટ ધરાવે છે. એ સમયે તે આશાવલ અથવા આશાપલ્લીના નામથી ઓળખાતો હતો. અણહીલવાડના રાજા કરણદેવે આશાવલના રાજા ભીલ સાથે યુદ્ધ જાહેર કર્યું અને કર્ણાવતીની રચના કરી હતી. સોલંકીનું રાજ તેરમી સદી સુધી ચાલ્યું હોવાનું ઈતિહાસ કહે છે. બાદમાં ગુજરાતનું સંચાલન ધોળકાના વાઘેલા કૂળના હાથમાં આવ્યું હતું. સન ૧૪૧૧માં ભારતમાં મુસલમાનોના આક્રમણ દરમિયાન દિલ્હીના સુલ્તાને વિજય મેળવ્યો અને ગુજરાતમાં મુઝફ્ફરીદ વંશની સ્થાપના કરી હતી. ગુજરાત સલતનત બની અને અહેમદશાહે કર્ણાવતી પાસે પોતાના નામ પરથી અહેમદ-એ-આબાદ એટલે આજના અમદાવાદ શહેરની સ્થાપના કરીહતી.
ગુજરાતી
English




