અમરેલી શહેર ગટર, રોડ અને અન્ય જાહેર બાંધકામોમાં આયોજન, સંકલન અને યોગ્ય સુપરવિઝનના અભાવે નબળા થયેલ કામોને કારણે લોકો છેલ્લા બે વર્ષથી હાલાકી ભોગવી રહયા છે. સમગ્ર શહેર ધુળીયા શહેરભભમાં ફેરવાઈ ગયું છે અને વેપારીઓ, રાહદારીઓ અને નાગરિકોને ખુબ હાડમારીવેઠવી પડી રહી છે. આ માટે જવાબદાર તંત્રને ઢંઢોળવા ડો. ભરત કાનાબારે વિવિધ ક્ષેત્રના અગ્રણી નાગરિકો, વેપારીઓ, ડોકટરો, વકીલો તથા શહેરની અગ્રગણ્ય સામાજીક અને સ્વૈચ્છિક સંસ્થાઓના સહકારથી બિન રાજકીય અભિયાનનો પ્રારંભ કર્યો હતો.
ડો. કાનાબાર સારા દ્રષ્ટિકોણને કારણે આંદોલનને બિનરાજકીય રાખી શક્યા હતા. અમરેલીની જનતાએ તેમણે આપેલાં અમરેલી બંધના એલાનને સારો પ્રતિભાવ આપી શહેર સજજડ બંધ રાખ્યું હતું. ડો. કાનાબાર આંદોલનના પ્રારંભે જ અને વખતો વખત તમામ કાર્યક્રમોમાં આંદોલનને સંપૂર્ણપણે બિનરાજકીય રાખવાની વાત કરી હતી. આમ છતાં, રેલીમાં ભાજપના આગેવાનો ન હતાં અને કોંગ્રેસના કાર્યકરો હતા એમ કહી, આંદોલનને આડે પાટે ચડાવવાનો પ્રયાસ કર્યો હતો. અભિયાન અંતર્ગત થયેલ ઘંટનાદ, સહી ઝુંબેશ તથા રેલીના કાર્યક્રમોમાં શહેર ભાજપના સંખ્યાબંધ આગેવાનો સક્રિય હતાં.
આંદોલનમાં સામેલ થનાર ભાજપના નેતાઓ અને કાર્યકરોમાં પૂર્વ મહામંત્રી પી. પી. સોજીત્રા, જિલ્લા ભાજપના ઉપપ્રમુખ અલ્કાબેન દેસાઈ તેમજ જીતુભાઈ ડેર, ફલ્લા ભાજપ અગ્રણી અને પર્યાવરણ વિદ જીતુભાઈ તળાવીયા, જિલ્લા ભાજપના પૂર્વ કોષાઘ્યક્ષ જયેશભાઈ ટાંક, મીડિયા સેલના પૂર્વ કન્વીનર રીતેષભાઈઉપાઘ્યાય, વિપુલ ભટૃી, જિલ્લા પંચાયતના પૂર્વ ઉપપ્રમુખ અશ્વિનગીરી ગોસાઈ, જિલ્લા યુવા ભાજપના ઉપપ્રમુખ મુકેશ તેરૈયા, ભાજપ અગ્રણી મુકુંદભાઈ મહેતા, તુલસીભાઈ મકવાણા, ડો. સેલના કન્વીનર ડો. શીંગાળા, સહકન્વીનર ડો. યાદવ, ડોકટર સેલના સભ્યોમાં ડો. હર્ષદ રાઠોડ, ડો. પીયુષ ગોસાઈ, ડો. રાજુ કથીરીયા, ડો. હિતેષ ગાંધી, ડો. હિતેષ પરમાર, ડો. નીલેશ ભીંગરાડીયા, તેજસ દેસાઈ, પૂર્વ નગરસેવક ડો. ચંદ્રેશ ખુંટ, શહેર ભાજપ પૂર્વ મહામંત્રી ગીરીશભાઈ ભટૃ, શહેર ભાજપના પૂર્વ ઉપપ્રમુખ અને વેપારી અગ્રણી હકુભાઈ ચૌહાણ, શહેર ભાજપના પૂર્વ ઉપપ્રમુખ મુકુંદભાઈ ગઢીયા, આર.સી. ધાનાણી, યોગેશભાઈ કોટેચા, અલ્પેશભાઈ અગ્રાવત, રમેશભાઈ માતરીયા, કિશોરભાઈ આજુગીયા, નગર પાલિકાના પૂર્વ પ્રમુખ જગદિશભાઈ ધરજીયા, શહેર ભાજપ બક્ષીપંચ મોરચાના મહામંત્રી દિલીપભાઈ રંગપરા, મુકેશભાઈ મંડોરા, વકીલ મંડળના વકીલ અજયભાઈ પંડયા, મનોજભાઈ ગોસાઈ, ચંદ્રેશ મહેતા, ચેતનભાઈ રાવળ, લઘુમતિ સમાજના ભાજપ અગ્રણી અજીજભાઈ ગોરી તથા ખાનભાઈ ગેરેજવાળા, અમીનભાઈ મીઠાણી, આઈ.ટી.સેલ પૂર્વ કન્વીનર શૈલીનભાઈ આદ્રેજા, ભાજપ અગ્રણી હીરાભાઈ પડાયા, ડી.જી. મહેતા, રોહીતભાઈ મહેતા, નટુભાઈ મસોયા, હરિભાઈ બાંભરોલીયા, જયસુખભાઈ ડાભી, વિનુભાઈ ભાડ, રતિલાલ હિરાણી,રણજીતભાઈ ડેર, અજયભાઈ અગ્રાવત, બકુલભાઈ પંડયા (ગો હોલીડે), મહેશભાઈ સરવૈયા, યોગેશભાઈ કારીયા, વિપુલ ચરણદાસ, ચિરાગ ત્રિવેદી, સહિતના અસંખ્ય નામી અનામી ભાજપના અગ્રણી કાર્યકર્તાઓ અમરેલી બચાવો આંદોલનના રેલી સહીતના વિવિધ કાર્યક્રમોમાં જોડાયા હતાં.