અમરેલીમાં મોટી સંખ્યામાં ચૂંટણી કાર્ડ રસ્તા પરથી મળતાં લોકોમાં રોષ

અમરેલી,તા.24

અમરેલીમાં આવેલ હાઉસિંગ બોર્ડ વિસ્તારમાંથી અસંખ્ય ચૂંટણી કાર્ડ કચરા પેટી માંથી માળી આવતા સરકારી તંત્રમા દોડધામ મચી ગઇ છે. આ ઘટનાની જાણ થતાં જ મામલતદાર સહિતનો સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો. તમામ ચુંટણીકાર્ડ કબજે લઇને તપાસ હાથ ધરવામાં આવેલી છે.

સમગ્ર બનાવની મળેલી પ્રાથમિક માહિતી અનુસાર અમરેલી શહેરમાં એસ.ટી.બસ સ્ટેન્ડ પાછળ આવેલા હાઉસિંગ બોર્ડ વિસ્તારમાં ફેંકી દેવાયેલ પી.વી.સી.ચુંટણી કાર્ડનો મોટાપ્રમાણામાં જથ્થો મળી આવતા સ્થાનિક લોકોમા અનેક તર્ક વિતર્ક સર્જાયેલા છે. આ બાબતે  તંત્રને જાણ થતા ઘટના સ્થળે દોડી જઈને તમામ ચૂંટણી કાર્ડ જથ્થો જપ્ત કરીને તપાસ શરૂ કરવામાં આવેલી  છે ત્યારે હાલ આ અંગે વધુ જાણવા મળ્યા મુજબ અમરેલી શહેરના એસટી ડેપો પાસે આવેલ હાઉસિંગ બોર્ડ સોસાયટીના કચરાપેટીમાં સેંકડો ચૂંટણી ઓળખકાર્ડનો જથ્થો પડેલો હોવાનું માલુમ પડતા ત્યાંથી લોકો પસાર થતા પણ ચોંકી ઉઠેલા છે ત્યારે આ અંગેની જાણ ચૂંટણી વિભાગના અધિકારીઓને થતાં જ ઘટના સ્થળે દોડી ગયેલા વધુમાં માહિતી આપતા ડેપ્યુટી કલેક્ટરે જણાવ્યું હતું કે આ ગંભીર બાબત છે એને તેની ઝીણવટભરી તપાસ હાથ ધરાશે.તેમજ આ મુદ્દે કોઇ દોષિત સાબિત થશે તો તેની સામે પગલાં લેવામાં આવશે..અમરેલી સીટી મામલતદાર પણ ઘટના સ્થળે દોડી જઈને તમામ જથ્થો જપ્ત કરવામાં આવેલ હાલ છસો ઉપરાંત ચુંટણી કાર્ડનો જથ્થો હોવાનું જાણવા મળેલુ તો બીજી બાજુ અધિકારીએ આ અંગે  જણાવ્યુ હતું કે જે તે સમયે એજન્સી ના કોન્ટેક્ટ દ્વારા ખરાબ પ્રિન્ટ આવી હોય તેમ જ અન્ય કોઈ ક્ષતિઓ રહી ગયેલ હોય તેવા કાર્ડના નિયમ મુજબ અધિકારીઓની હાજરીમાં કાર્ડનો નિકાલ કરવાનો હોય છે પરંતુ જાહેર સ્થળ ફેંકવા તે ગંભીર બાબત કહેવાય આ મુદ્દે એજન્સીને પણ નોટિસ આપવામાં આવશે તેવું અંતે ચૂંટણી અધિકારી પાસેથી જાણવા મળેલ છે.