અમિત શાહને મદદ કરનારા જે.કે.ભટ્ટની માનવ અધિકાર આયોગમાં નિમણુંક

ગુજરાત રાજય માનવ અધિકાર આયોગમાં નિવૃત આઇ.પી.એસ. અધિકારી જે.કે ભટ્ટની નિમણૂંક કરવામાં આવી છે, તેમની નિમણૂકને રાજયપાલે મંજૂરી આપી દીધી છે, CM વિજય રૂપાણીની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે, ભટ્ટ અમદાવાદ JCP ક્રાઈમમાંથી 31મી જાન્યુઆરીએ નિવૃત થયા છે. ગુજરાત રાજય માનવ અધિકાર આયોગના ચેરમેન અને સભ્યોની પસંદગી માટેની સમિતિમાં મુખ્યમંત્રીનાં અધ્યક્ષ સ્થાને, વિધાનસભાના અધ્યક્ષ,વિધાનસભાના વિરોધપક્ષના નેતા અને ગૃહમંત્રી સભ્ય તરીકે હોય છે. ભટ્ટ વર્ષો સુધી જાસૂસી સંસ્થામાં રહીને અમિત શાહ અને નરેન્દ્ર મોદીને હંમેશ મદદ કરી હતી.

માનવ અધિકાર આયોગ ત્રણ સભ્યોનું બનેલુ હોય છે, જેમાં આયોગના ચેરમેન તરીકે મણીપુર હાઇકોર્ટના નિવૃત મુખ્ય ન્યાયાધીશ અભિલાષા કુમારી અને નિવૃત જિલ્લા અને સેશન્સ જજ એમ.એચ.શાહ સભ્ય તરીકે સેવાઓ આપી રહ્યા છે, અને ત્રીજા સભ્ય તરીકે જે.કે. ભટ્ટની નિમણૂક કરાઈ છે.

નોંધનિય છે કે જે.કે.ભટ્ટ ભાજપ સરકારના માનીતા અધિકારીઓના લિસ્ટમાં છે અનેક કેસોમાં તેઓ ભાજપ માટે ફાયદાકારક સાબિત થયા છે અને હવે સરકારે તેમને માનવ અધિકાર આયોગમાં સ્થાન આપ્યું છે.