અમિત શાહ અને આનંદીબેન પટેલ એક થયા હોવાની ચર્ચા

અમદાવાદ,તા.22

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ એકાએક અમદાવાદની રાતની મૂલાકાતે આવતાં અનેક તર્કવિતર્ક થઈ રહ્યાં છે. છેલ્લા બે દિવસથી આનંદીબેન પટેલ પણ ગુજરાતની મુલાકાતે છે. આમ આ બન્ને ગુજરાતમાં આવતાં નવા રાજકીય સમીકરણો આકાર લઈ રહ્યાં છે.

અમિત શાહ સામાજિક કામ માટે આવતાં હોવાનું પક્ષના સત્તાવાર સૂત્રો કહી રહ્યાં છે. જ્યારે આનંદીબેન પટેલ છેલ્લાં બે દિવસથી ઉત્તર ગુજરાતની મૂલાકાતે છે. ચૂંટણીના સંદર્ભમાં તેઓ અહીં હોવાનું માનવામાં આવી રહ્યું છે. તેઓ ઉત્તર ગુજરાતમાં પેટા ચૂંટણીમાં કોને ટિકિટ આપવી તે અંગે વિગતો એકઠી કરી રહ્યાં હોવાનું માનવામાં આવે છે. બન્ને નેતાઓની ગુજરાત મુલાકાત સંદર્ભે ભાજપના સૂત્રો કહે છે કે, હવે અમિત ભાઈ અને આનંદી બહેન એક થયા છે. તેઓ ગુજરાતમાં ભાજપને ટકાવી રાખવા માટે કામ કરી રહ્યાં છે.