તા 2 જાન્યુઆરી 2019 સરકારનાં ઈશારેપોલીસ ર્ેારા થતા વારંવાર અત્યાચાર બાબતે આજરોજ ભાવનગરના મહુવા પાસે આવેલા તલ્લી બાંભોર નજીક અલ્ટ્રાટેક કંપનીના માઈનિંગનો વિરોધ કરવામાં આવતા પોલીસે ખેડૂતો પર લાઠીચાર્જ કર્યો. આજુબાજુના 10 ગામોના ખેડૂતો મોટી સંખ્યામાં માઈનિંગનો વિરોધ કરવા માટે તલ્લી બાંભોર ગામે પહોંચ્યા હતા. જે દરમ્યાન ખેડૂતોએ માઈનિંગ સાઈટ પર ગેરકાદેસર રીતે ઘુસવાનો પ્રયાસ કરતા ખેડૂતો અને પોલીસે એકબીજા સાથે રકઝક થતા એકબીજા ઉપર પથથરમારો ચાલુ કર્યો હતો. ત્યારબાદ મામલો બિચકતાં પોલીસે ખેડૂતો ઉપર જાણે કાશ્મીરના પથ્થરબાજો ઉપર જેમ મિલિટરીટૂટી પડે એવીજ રીતે ખેડૂતો ઉપર લાઠીચાર્જ કર્યો હતો અને કેટલાય નાના બાળકો અને સ્ત્રીઓને ઈજાઓ થઈ અને ભાવનગર એસપીએ એસઆરપીની માગ કરી છે. તો શું તમે એક ઉદ્યોગપતિની ચાપલુસી કરવા હજારો ખેડૂતો ઉપર લાઠીઓનો વરસાદ વરસાવવાનો ?
અહીંયા તમામ ખેડૂતો પોતાના હકની વાત કરવા માટે કેટલાય દિવસોથી ધકા ખાય છે અને આ ગાંધીના ગુજરાતમાં કોઈ પહેલી વખત આ બનાવ બન્યો નથી, સરકારના ઈશારે આવા લાઠીચાર્જ વારંવાર થયા છે અને આ અલ્ટ્રાટ્રેકનો મુદ્યો જેમ બન્ને તેમ જલ્દીથી નિરાકરણ લાવવા અને ફરી કયારેય ખેડૂતો ઉપર અત્યાચાર થશે તો તેનું પરિણામ ભોગવવા ગુજરાત સરકારને તૈયાર રહેવું તેમએક યાદીમાં નરેશ વીરાણીએ જણાવેલ છે.