આસ્થા કે અંધશ્રધા ?કચ્છનાં ગુંદાલા બાળક કબરમાંથી જીવતુ થયુ ?

ભુજ,તા:૨૬

શ્રધા અને અંધશ્રધા વચ્ચે પાતળી ભેદરેખા હોય છે. એટલે ઘણીવાર એવી ઘટનાઓ બહાર આવતી હોય છે જેમા લોકો મૂર્ખ બનતા હોય છે. આવી જ એક ઘટના કચ્છનાં મુન્દ્રા તાલુકામાં આવેલા ગુંદાલા ગામે બની છે. સાતમ આઠમનાં તહેવારો દરમિયાન એક નવજાત બાળકનાં મોત પછી કબરમાંથી જીવતી થવાની ઘટના બહાર આવી હતી. જેમાં જાથા સંસ્થા દ્રારા પણ અંધશ્રધાને ઉત્તેજન આપતી આવી ઘટના અંગે પોલીસ સહીત વહીવટીતંત્રનું ધ્યાન દોરવામાં આવ્યુ હતુ.

સમગ્ર રાજ્યમાં સાતમ-આઠમના તહેવારનો તહેવાર ઉજવાય રહ્યો હતો ત્યારે મુન્દ્રાની એક ખાનગી હોસ્પિટલ મુન્દ્રા તાલુકાના ગુંદાલા ગામનાં કાનજી દેવરાજ મતિયા નામના શખશ તેમનાં નવજાત બાળકને શ્વાસમાં તકલીફ પડતા લઇ

આવે છે. જ્યા તબીબ બાળકને ચેક કરે છે. તબીબો દ્રારા બાળકને ચેક કર્યા પછી તેને કુદરતી રીતે મૃત જાહેર કરે છે. મૃત બાળકને તેનાં પરિવારજનોને સોંપવામાં આવ્યા બાદ મહેશ્વરી સમાજની પ્રથા મુજબ તેને દફન કરવામાં આવ્યુ હતુ.

સૂત્રોનું માનીએ તો દફનક્રિયા કર્યા પછી ઘરે બાળકની દાદી અચાનક ધુણવા લાગે છે અને માતાજી આવ્યા છે એમ કહીને જે બાળકને ચાર કલાક પહેલા દફન કરાવામાં આવ્યુ હતુ તેં કબરમાં રમી રહ્યુ છે તેવું કહેતાં પરિવારજનો સહીત ગામનાં લોકો પણ ચકિત થયી જાય છે. કબરમાંથી બાળક જીવતુ મળ્યું છે તેવી વાત વહેતી થતા જ મુન્દ્રા તાલુકાના આસપાસનાં ગામોમાંથી પણ લોકો એકઠા થવા લાગ્યા હતાં. અને ગામમાં મેળા જેવો માહોલ સર્જાયો હતો. બાળકને જોવા આવતાં લોકો મહેશ્વરી સમાજનાં મતિયા દેવનો અવતાર માનીને પૂજવા લાગે છે.

મેડીકલ સાયન્સને હચમચાવી દે તેવી આ ઘટના અંગે જાથા સંસ્થાએ કચ્છનાં પોલીસ વિભાગ ઉપરાંત વહીવટી તંત્રનું ધ્યાન દોરીને સમગ્ર ઘટનામાં તપાસ માટે આગ્રહ કર્યો હતો.

દરમિયાન કબરમાંથી જીવતું થયેલું બાળક ફરી એકવાર શ્વાસ લેવાનું બંધ કરી દેતા તેને ફરીથી મુદ્દાની હોસ્પિટલમાં લઈ જવામાં આવે છે. જયાં તબીબો દ્રારા તેને મૃત જાહેર કરવામાં આવે છે. કબરમાંથી ચાર કલાક પછી પણ જીવતા હોવાનુ માનવામાં આવતી આ ઘટનાને કારણે આસ્થા અને અંધશ્રધામાં કેવી પાતળી ભેદરેખા હોય છે તેં સાબીત કર્યું છે.

ચારેક લાખ રૂપિયા ભેગા થયા

કબરમાંથી બાળક જીવતુ થયુ છે તેવી વાત ફેલાતા સાતમ-આઠમનાં તહેવારો દરમિયાન  લોકો મોટી સંખ્યામાં ગુંદાલા ગામે ભેગા થયા હતાં. દર્શન કરવા આવતા લોકોએ  બાળક ઉપર મોટી સંખ્યામાં રૂપિયા પણ ચઢવ્યા હતાં. જેનો આંકડો ચારેક લાખ જેવો હોવાનુ નજરે જોનારા લોકોએ જણાવ્યું હતુ.

 મહિલા ધારાસભ્યએ પણ ગણવ્યો ચમત્કાર

એક તરફ સરકાર જ્યા ડિજિટલ યુગની વાતો કરે છે ત્યાં તેમનાં જ પક્ષના ધારાસભ્ય એવા ગાંધીધામ ક્ષેત્રનાં ભાજપનાં મહિલા એમએલએ માલતીબેન મહેશ્વરીએ બાળક જીવતું થવાની ઘટનાને ચમત્કાર ગણાવી હતી.