કચ્છ પાક સીમા પર મિસાઈલ ગોઠવી રડાર સક્રિય કરાયા

કચ્છની વીઘાકોટ સરહદથી અડધા કિલોમીટર દૂર પાકિસ્તાની સેનાની હિલચાલ સતત વધી રહી છે. પાકિસ્તાની સેનાએ કચ્છની પેલે પાર ટેંક રેજિમેન્ટની તૈયારીઓ પણ શરૂ કરી દીધી છે. ભારતે પાકિસ્તાન પર કરેલી એર સ્ટ્રાઈક પછી પાકિસ્તાની સેના ભારત સાથે યુદ્ધ કરવા માટે તત્પર હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે, પાકિસ્તાન દ્વાર વારંવાર સીઝફાયરનો ઉલ્લંઘન કરવામાં આવે છે, ત્યારે પાકિસ્તાનની સેનાની આવી હરકતો જોઈને ભારતીય આર્મી પણ સતર્ક થઈ ગઈ છે.

પાકિસ્તાની વધતી જતી હિલચાલ જોઈને લખતર વિસ્તારની સરહદ પર ભારતીય આર્મી દ્વારા સુરક્ષા વધારી દેવામાં આવી છે. આર્મી દ્વારા ભૂજમાં એક હેલ્પલાઈન નંબર પર બહાર પાડવામાં આવ્યો છે અને સ્થાનિક લોકોને કોઈ પણ ગતિવિધિ કે, વસ્તુ પર શંકા જણાય તો તરત જ આર્મીને ટોલફ્રી નંબર પણ જાણ કરવાના સૂચનો કરવામાં આવ્યા છે. આ ઉપરાંત લખતરથી પાકિસ્તાનની બોર્ડર માત્ર 9 કિલોમીટર દૂર હોવાના કારણે સેનાને મિસાઈલ જેવા હથિયારોથી સજ્જ કરી દેવામાં આવી છે અને લખતરમાં રડાર એક્ટીવેટ કરીને બોર્ડર પર પેટ્રોલિંગ વધારી દેવામાં આવ્યું છે.

તો બીજી તરફ બહાવલપુર અને જેસલમેર બોર્ડર પર પાકિસ્તાની સેનાની હિલચાલ વધતા બોર્ડરની આસપાસના સ્થાનિક ગામડાઓના લોકોનું સ્થળાંતર કરવામાં આવી રહ્યું છે અને BSF દ્વારા હાઈએલર્ટ આપવામ આવ્યું છે. આ ઉપરાંત જળસેનાને પણ એલર્ટ કરી દેવામાં આવી છે. જળસેનાના 8000 જેટલા જહાજ પોરબંદરમાં મોકલવામ આવ્યા છે.

પાકિસ્તાનની કરાચીથી પોરબંદરની જળસીમા 281 નોટીકલ મિલ દૂર છે. જેના કારણે ગુજરાત મેરીટાઈમ બોર્ડના ફિશરીઝ ગાર્ડને પણ સુરક્ષાના પગલે સૂચનો આપવામાં આવ્યા છે. ભારતની સુરક્ષા એજન્સીઓ દ્વારા તમામ ગતિવિધિ પર નજર રાખવામાં આવી રહી છે. સમુદ્રી સીમા નજીક આવેલા તમામ ગામડાઓમાં પણ મરીન એજન્સીના જવાનોને તૈનાદ કરી દેવામાં આવ્યા છે