૧૪મી વિધાનસભાના ત્રીજા સત્રના પ્રથમ દિવસે શોકદર્શક ઉલ્લેખોમાં ગુજરાત રાજ્યના પૂર્વ મંત્રી સ્વ. મનોહરસિંહજી પ્રદ્યુમનસિંહજી જાડેજા અને વિધાનગૃહના પૂર્વ સભ્યો સ્વ.પ્રવિણસિંહજી ગંભીરસિંહજી ગોહિલ, સ્વ. જીતસિંહ સોમસિંહ પરમાર, સ્વ.પ્રેમજીભાઇ શિવાભાઇ વડલાણી, સ્વ. ભગવાનસિંહજી રાયસિંહજી ચૌહાણ અને સ્વ. જ્યંતીલાલ પરષોત્તમભાઇ ભાનુશાળીના અવસાન અંગે શોક વ્યકત કરી દિવંગત સભ્યોને વિધાનસભાએ શ્રધ્ધાંજલી પાઠવી હતી.
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જાગતિક જનપ્રતિનિધિઓની સેવાભાવનાને યાદ કરી સદ્દગતોના આત્માની પરમશાંતિની પ્રાર્થના કરી હતી. વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી, વિપક્ષના નેતાએ શ્રધ્ધાંજલિ આપી હતી.
૧૪ ફેબ્રુઆરીએ જમ્મુ-કાશ્મીરના પુલવામાંમાં થયેલા આતંકવાદી હુમલામાં વીરગતિ પામેલા ૪૪ જવાનોને સમગ્ર ગૃહ વતી શ્રધ્ધાંજલી પાઠવતો શોક પ્રસ્તાવ રજુ કર્યો હતો.
ગુજરાતી
English




