કલા મહાકુંભમાં વધુ આઠ કલાકૃતિઓ ઉમેરાઇ

માનદવેતનમાં રૂા.૨,૫૦૦/-સુધીનો વધારો

રાજ્યના કલાકારોનો તાલુકા, ઝોન અને જિલ્લા કક્ષાએ કલા મહાકુંભ થાય છે. નવીન કલાકૃતિઓમાં સાહિત્ય વિભાગમાં વકતૃત્વ, નિબંધ, કાવ્ય લેખન, ગઝલ-શાયરી, લોકવાર્તા અને દુહા-છંદ-ચોપાઇ તેમજ કલા વિભાગમાં ચિત્રકલા અને સર્જનાત્મક કામગીરી એમ કુલ આઠ કલાકૃતિઓનો સમાવેશ કરાયો છે.

જ્યારે નિર્ણાયકોને સ્પર્ધાના દિવસે આપવામાં આવતા માનદ વેતનમાં તાલુકા કક્ષાએ નિર્ણાયકને રૂા.૫૦૦/, વ્યવસ્થાપકોને રૂા.૨૫૦, એનાઉન્સરને સ્ટેજ મુજબ રૂા.૫૦૦/-, જિલ્લા કક્ષાએ નિર્ણાયકને રૂા.૧૦૦૦/-, વ્યવસ્થાપકોને રૂા.૩૫૦/-,એનાઉન્સરને સ્ટેજ મુજબ રૂા.૧૦૦૦/- રિજીયોનલ(પ્રદેશ) કક્ષાએ નિર્ણાયકને રૂા.૨૦૦૦/-,વ્યવસ્થાપકોને રૂા.૫૦૦/-, એનાઉન્સરને સ્ટેજ મુજબ રૂા.૨૦૦૦/-તેમજ રાજ્ય કક્ષાએ નિર્ણાયકને રૂા.૨૫૦૦/-, વ્યવસ્થાપકોને રૂા.૬૦૦/- અને એનાઉન્સરને સ્ટેજ મુજબ રૂા.૨૫૦૦/-સુધીનું માનદ વેતન આપવામાં આવશે તેમ યાદીમાં વધુમાં જણાવાયું છે.