કસાવા કંદમૂળની ખેતી ગુજરાતમાં થઈ શકે

કસાવા (ટેપિઓકા )ની ખેતી દ્વારા વિશ્વના રાષ્ટ્રોએ BIO FUELનો ઉપયોગ વધુને વધુ થાય તેવા પ્રયાસો શરૂ કર્યા છે. ઇથેનોલ (પેટ્રોલનો પર્યાય)નો સ્રોત તેવા કસાવા (ટેપિઓકા)ની ખેતી છે એગ્રીકલ્ચરલ ડાયવર્સિફિકેશન સેન્ટર NGO દ્વારા ગુજરાત રાજસ્થાન મહારાષ્ટ્રના ખેડૂતોને કસાવા (ટેપિઓકા)ની ખેતી વિશે માહિતી અપાઈ રહી છે સાથોસાથ તેના ઔધોગિક ઉત્પાદન માટે ના પ્રયાસ થઈ રહ્યાં છે.  આ પાકમાં ખેડૂતોને વારંવાર વાવણીનો ખર્ચ કરવો પડતો ન હોવાથી આર્થિક રીતે ખેડૂતોને પોષાય તેમ છે. કસાવાના છોડ કડવાશના કારણે ગાય, ભેંસ સહિતના જાનવર તેને નુકસાન પહોંચાડતા નથી.

કસાવા કેરળ રાજ્યની ખેતી છે. કસાવા કંદમૂળ ધરાવે છે અને તેમાંથી સાબુદાણા બને છે. હાલ કેરળમાં આ ખેતીના કારણે ત્યાંથી આવતા સાબુદાણા રૂ.૭૦થી ૮૦ કિલોના ભાવે ઉપલબ્ધ છે. પણ જો આ ખેતી મોટાપાયે ગુજરાતમાં અમલી બને તો રૂ.૧પના ભાવે સાબુદાણા ઉપલબ્ધ થઇ શકે

2017માં 284.9 મિલિયટન કસાવાનું ઉત્પાદન વિશ્વમાં થયું હતું. 2010 થી 2017ના સમયગાળામાં 2.1 ટકાના વાર્ષિક વૃધ્ધિ દરે ઉત્પાદનમાં વિકાસ થયો છે. 2015ના ઉત્પાદનમાં નાઇઝીરીયામા 52 મિલિયન ટન, બ્રાઝીલમાં 25 મિલિયન ટન, ઇન્ડોનેશિયામાં 24 મિલિયન ટન અને થાઇલેન્ડમાં 21 મિલિયન ટન થયું હતું. ભારતમાં 8 મિલિયન ટનનું ઉત્પાદન થયું હતું.  કસાવા કંદમૂળ ઓછુ થયું પરિણામે સાબુદાણાનું ઉત્પાદન આગળના વર્ષના 30 મિલિયન ટનની સામે આ વરસે 28 મિલિયન ટન થયું છે.

કસાવા નો ઉપયોગ ( food )માનવ ખોરાકમાં મુખ્યત્વે સાબુદાણા સ્વરૂપે થાય છે તેમજ તેમાંથી અને ખાદ્ય પદાર્થો બનાવી શકાય છે , ઉપરાંત ( feed) પશુ આહાર માં પણ ઉપયોગ કરવામાં આવે છે અને છેલ્લે તેમાંથી (fuel) ઇથેનોલ ફ્યુઅલ (જૈવિક ઈંધણ) પણ બને છે . પૃથ્વી પર ની માનવ જરૂરિયાતની ૯૦% વ્યવસ્થા કસાવા દ્વારા પુરી કરી શકાય તેવું કસાવા ની ખેતી થી શરૂ કરી તેમાંથી બનતા વિવિધ ઉત્પાદનો બનાવવા માટે ખેડૂતો ના સમુહ દ્વારા ફાર્મર પ્રોડ્યુસર કંપની લિ.ની રચના કરાઈ રહી છે જેનું નામ FFF PRODUCER CO LTD રાખવામાં આવ્યું છે FFF નો મતલબ food-feed-fuel ઉત્પાદક કંપની તેવું થાય છે . 2018-19ના બજેટમાં ઉપરોક્ત ખેડૂતો નિર્મિત કંપની ને ઈન્કમટેકસ માં ૧૦૦ કરોડ સુધીના નફાને ૧૦૦% કરમુક્તિ નો લાભ આપવામાં આવે છે.

પેટ્રોલીયમ પેદાશોની ખરીદીમાં વહી જઈ રહેલ રાષ્ટ્રીય હુંડિયામણને બચાવવા તેમજ પેટ્રોલિયમ પ્રોડક્ટ ના વપરાશથી થઈ રહેલા પર્યાવરણ પ્રદૂષણને રોકવા માટે કસાવા સારી છે.  પેટ્રોલ સાથે જૈવિક ઈંધણ તરીકે વપરાતા ઇથેનોલ નું ઉત્પાદન શેરડી માંથી ખાંડ બનાવવાની પ્રક્રિયા બાદ ઉત્પન્ન થતા મોલાસીશ માંથી કરવામાં આવે છે અને હાલ ભારતમાં પેટ્રોલમાં ૫% જેટલું મિશ્રિત કરવામાં આવે છે. તેમ કમલેશ જાની 9819186694 એ જણાવ્યું હતું.

ચેતવણી

પાક વાવતા પહેલાં અનુભવિ ખેડૂતો અને કૃષિ વિભાગના અધિકારી પાસેથી પાકની સફળતા અને નિષ્ફળતા તથા બજાર વ્યવસ્થા અને ભાવ અંગે જાણકારી મેળવીને પછી ત આ પાકનું વાવેતર કરવું ખેડૂતો માટે હિતકારી છે. કોઈ એક કંપની કે વ્યક્તિ પર ભરોષો મૂકીને સીધું વાવેતર કરવાથી નુકસની પણ થઈ શકે છે.

સાબુદાણાની વિશ્વમાં સ્થિતી છે

વિશ્વ આખાની સાબુદાણા પાંચ દેશ પૂરા પાડે છે. ઇન્ડસ્ટ્રીયલ સ્ટાર્ચના ઉત્પાદન માટે જરૂરી કસાવા કે યુકા, સાબુદાણા અને મનિઓકાની  નાઇઝીરીયા, થાઇલેન્ડ, ઇન્ડોનેશિયા, બ્રાઝીલ, અને કોંગો છે. કસાવાનું ઉત્પાદન કરતાં થાઈલેન્ડના ખેડૂતોએ ભારે નૂકશાન સહન કરવું પડશે. છેલ્લા થોડા વરસોથી ખેડૂતો કસાવાનું ઉત્પાદન છોડી શેરડીની ખેતી તરફ વળ્યાં છે.

પ્રોસેસથી ટોક્સિન ઘટે છે

કસાવા પર પ્રોસેસ કરી તેમાંથી ટોક્સીનની માત્રા ઘટાડી ખોરાક માં વપરાય છે. પ્રોસેસ કરવાથી તેની આયુષ્ય લંબાય છે. તેનું વજન ઘટવાથી તેની કિંમતમા વધારો થાય છે. બાકીનું ઉત્પાદન ઇન્ડસ્ટ્રીયલ સ્ટાર્ચ અને ખાદ્ય લોટ તરીકે વપરાય છે. થોડી માત્રામાં કંદમૂળના રૂપમાં વેચાય છે. કસાવામાંથી સ્ટાર્ચ બને છે, તે ઉપરાંત ઇથેનોલ, પેપર, કાર્ડબોર્ડ, ગુંદર, તથા ટેક્સટાઇલ્સ, ફાર્માસ્યુટિકલ્સ અને એડહેસિવમાં તેનો વપરાશ થાય છે.

50 ટકા ઉપયોગ ખોરાકમાં

કસાવા પ્રોસેસ કરી 50 ટકા ઉત્પાદન ખોરાક તરીકે થાય છે, બાકીનું ઇન્ડસ્ટ્રી ના કાચા માલ તરીકે વપરાય છે. કસાવા, સાબુદાણા કે યુકાના વૈશ્વિક ઉત્પાદનમા 20 ટકા સાથે નાઇઝીરીય પ્રથમ સ્થાને છે.  વૈશ્વિક વેપારમાં થાઇલેન્ડનો હિસ્સો 80 ટકા જેટલો છે. ભારતના સાબુદાણા થાઈલેન્ડથી આવે છે.

વિશ્વ વેપાર શું છે

થાઇલેન્ડમાંથી કસાવા ચીપ્સની નિકાસ એપ્રીલ 2018ના ઘટીને 4,90, 392 ટન થઇ હતી, જે એપ્રીલ 2017ની 5,32,462 ટન કરતાં લગભગ 42,000 ટન જેટલી નીચી છે. જાન્યુઆરી થી એપ્રીલ 2018 સમયગાળાની નિકાસ છેલ્લા પાંચ વર્ષની સૌથી નીચી એટલે કે 2.159 મિલિયન ટન હતી જે 2017ના આ જ સમયગાળા થયેલી 2. 406 મિલિયન ટન કરતાં નીચી છે. ચીનથી ઘટી માગ મહત્વની બની છે. જાન્યુઆરી થી માર્ચ 2018 વચ્ચે ચીનની આયાત 2.094 મિલિયન ટન હતી, જે 2017ના આ જ સમયગાળાની આયાત 2.219 મિલિયન ટન કરતાં ઓછી છે.

ખેડૂતોને નુકસાન

દક્ષિણ કોરીયાની આયાત છેલ્લા 14 વર્ષના તળીયે છે, જાન્યુઆરી-ડિસેમ્બરના 2017 વચ્ચેની આયાત 2,62, 236 મેટ્રીક ટન હતી, જે 2003 કરતાં પણ નીચી છે. જ્યારે 2016માં દક્ષિણ કોરીયાએ આ જ સમયગાળામાં કરેલી 3,23, 319 મેટ્રીક કરતાં પણ નીચી છે. ખેડૂતોના હીતમાં ભારતમાં 68 ટકા જેટલો આયાત વેરો છે.

વૈશ્વિક બજારમાં જે રીતે કસાવા કે સાબુદાણાના ભાવ ગગડી રહ્યાં છે, તેને તૂટતા અટકાવવા માટે થાઇલેન્ડ કમ્બોડિયા, વિયેતનામ અને લાઓસ સાથે સમજૂતી કરી બજારને ટકાવવાની કોશિષ પણ કરે છે.

2017ના પ્રથમ 11 મહિનાની અંદર થાઇલેન્ડથી 10 મિલિયન ટન સાબુદાણાની નિકાસ થઇ હતી. જે 2016 કરતાં એક ટકો ઉંચી નિકાસ છે. 2018માં થાઇલેન્ડથી 10 થી 11 મિલિયન ટન સાબુદાણાની નિકાસની અપેક્ષા થાઇલેન્ડ સરકારને છે, પરંતુ ચીન અને દક્ષિણ કોરીયાની ઘટેલી માગે તેને મૂંઝવણમાં મૂકી દિધી છે.

કસાવાની કૃતિ પ્રથમ આવી

જીસીઇઆરટી, ગાંધીનગર પ્રેરિત જિલ્લા તાલીમ ભવન (વલાસણ) આયોજીત તા.પં.આણંદ, નગર શિ.સ.આણંદ તેમજ બીઆરસી આણંદ દ્વારા બ્લોક કક્ષાનું ગણિત, વિજ્ઞાન અને પર્યાવરણ પ્રદર્શન ર૦૧૭ યોજાયું હતું. જેમાં મોગર પે સેન્ટર પ્રાથમિક કુમાર શાળાના વિદ્યાર્થીઓએ ટોપીઓકા (કસાવા)કૃતિ રજૂ કરીને પ્રથમ સ્થાન મેળવ્યું હતું.

શરીરને ફાયદા

કસાવાના ઉપયોગથી વ્યકિતના શરીરનું કોલેસ્ટોરેલ ઘટવા સાથે મેદ અને વજન ઘટાડીને બી.પી.કંટ્રોલ કરે છે. અલ્ઝાયમર જેવા રોગ સામે રક્ષણ મળે છે. કસાવામાં વિટામીન કે ભરપૂર હોવાથી હાડકાં મજબૂત બનવા સાથે સ્ટાર્ચની અવેજીમાં પણ તે કામ કરે છે. સ્વાઇન ફલુ જેવા રોગ સામે કસાવા રક્ષણ આપે છે. રેસ્ટોરન્ટ અને બેકરીમાં વિવિધ ખાદ્ય બનાવટમાં સ્ટાર્ચ મેંદાની અવેજીમાં કસાવા કામ કરે છે. ઉપરાંત મહિલાઓના કમરના દુ:ખાવામાં પણ કેલ્શિયમથી ભરપૂર કસાવાના સેવનથી રાહત મળે છે.