જામનગરના ધ્રોલ તાલુકાના ખાખરા ગામના ચારથી પાંચ ખેડૂતોએ ભાવનગરના કોઇ એજન્ટે અંકલેશ્વર ખાતર કંપનીનું ખાતર 10થી 12 થેલી ખરીદી હતી. પરંતુ આ ખાતર નકલી હોવાની શંકા પડતા જામનગર નાયબ ખેતી નિયામક કચેરીએ લેખીતમાં ફરિયાદ કરતા એગ્રીકલ્ચર ઇન્સ્પેકટર મિશ્રા વગેરેની ટીમ દ્વારા ખાખરા ગામ દોડી જઇને તપાસ હાથ ધરી ખાતરના સેમ્પલ લેવામાં આવ્યા હતાં. આ મામલે કિસાન ક્રાંતિ ટ્રસ્ટના પ્રદેશ પ્રમુખ ઘનશ્યામભાઈ મોરી, પ્રદેશ મહામંત્રી રમણીકભાઈ જાની અને જિલ્લા ટીમ તેમજ ખેડૂતો દ્વારા જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકાના ખાખરા ગામે ડુપ્લીકેટ ખાતરની આશંકા હોવાથી જામનગર જિલ્લાના નાયબ ખેતિવાડી નિયામકને ફરિયાદ બાદ તપાસ દરમિયાન ખાતરની કેટલીક બેગ પર કોઈ પ્રકારની વિગતો લખેલ નથી અને ચારભુજા ફર્ટિલાઈઝર કંપનીના ખાતરની અલગ અલગ બેગ જોઈ બધા ચોંકી ગયા હતા. ખેડૂતોએ જામનગરના ખેતીવાડી નાયબ નિયામકને ફરિયાદ કરતા તપાસનો ધમધમાટ શરૂ થયો છે. ડુપ્લિકેટ ખાતર ધાબળી દેવાનું કૌભાંડ સામે આવતાં ખેડૂતોમાં રોષની લાગણી ફાટી નીકળી છે.
ઓછું ખાતર આપવાના કૌભાંડની જેમ ડુપ્લિકેટ ખાતર કૌભાંડમાં પણ પડદો પડી જાય તેવા સાફ-સાફ સંકેત મળી રહ્યાં છે. આવી તો કેટલીય લેભાગુ કંપનીઓ બજારમાં ખેડુતોને લુંટી રહી હશે, સમગ્ર કામગીરીમાં કિસાન ક્રાંતિ ટ્રસ્ટના અજયસિંહ વાળા, કિશનભાઈ અને ટીમ ખડે પગે હાજર રહી હતી અને ઉંડી તપાસની માંગણી કરવામાં આવી છે.