ખાતામાંથી નાણાં ડેબિટ કર્યા પછી સામી પાર્ટીને ક્રેડિટ આપવામાં વિલંબ કરતી બેન્કોને રોજનો રૂા.100નો દંડ

અમદાવાદ,તા:૨૧

તમે ઓટોમેટેડ ટેલરિંગ મશીનમાં કાર્ડ નાખીને પૈસા ઉપાડવા માટે ટ્રાન્ઝેક્શન કરો અને તમારા ખાતામાંથી નાણાં ડેબિટ થયા હોય, પરંતુ એટીએમમાંથી પૈસા જ બહાર ન આવ્યા હોય તો તે નાણાંની એન્ટ્રી જે તે બેન્કે ટ્રાન્ઝેક્શનના દિવસ ઉપરાંતના પાંચ એટલે કે કુલ છ દિવસમાં ઉલટાવીને ખાતેદારના ખાતામાં તે રકમ જમા કરાવી દેવાના નિયમનું પાલન ન કરનારી બેન્કને વિલંબના એક દિવસ દીઠ રૂા.100નો દંડ કરવાની જોગવાઈ રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા દ્વારા કરવામાં આવી છે. આ પ્રકારની એન્ટ્રીઓ રિવર્ટ કરવામાં બેન્ક ખાતેદારને ઘણીવાર દિવસોના દિવસો સુધી ટલ્લાવતી હોય છે. તેમ જ બેન્કો ઘણાં કિસ્સામાં ચેક સામી બેન્કમાં સિકરાઈ ગયા પછી ખાતેદારને તેના નાણાં જમા કરાવવામાં પણ વિલંબ કરે છે. ખાતેદારને રોજનું વ્યાજ ન ચૂકવવું પડે તે માટે બેન્કો આ પ્રકારની ગેરરીતિઓ આચરતી હોવાની વ્યાપક ફરિયાદ છે. આગામી 15મી ઓક્ટોબરથી આ જોગવાઈ અમલમાં આવશે.

ખોટી પડી ગયેલી એન્ટ્રીઓ રિવર્ટ કરવામાં ગલ્લાતલ્લાં કરતી બેન્કોને રિઝર્વ બેન્કે 20મી સપ્ટેમ્બરે પરિપત્ર કરીને રોજના રૂા. 100નો દંડ કરવાનો નિર્ણય કર્યો છે. આ માટેના નવા નિયમો પણ જાહેર કર્યા છે. ભૂતકાળમાં રિઝર્વ બેન્કે જ એક પરિપત્ર કરીને બચત ખાતામાં આપવા પડતા વ્યાજની ગણતરીમાં એક જ નાણાંકીય વર્ષમાં રૂા. 17000 કરોડની ગરબડ કરી હોવાનું ખુદ રિઝર્વ બેન્કે જ જાહેર કર્યું હતું. રિઝર્વ બેન્ક દ્વારા તૈયાર કરવામાં આવેલી પેમેન્ટની સિસ્ટમનો હિસ્સો ગણાતી તમામ સંસ્થાઓને આ નિયમો લાગુ પડશે, એમ રિઝર્વ બેન્કના પરિપત્રમાં જણાવવામાં આવ્યું છે. બેન્કો દ્વારા એન્ટ્રીઓ સુલટાવવામાં કરવામાં આવી રહેલા વિલંબની ફરિયાદોનું નિવારણ કરવા માટે આ નિયમોનો ચુસ્ત અમલ થાય તેવા પ્રયાસો રિઝર્વ બેન્કે શરૂ કરી દીધા છે. આ વિલંબ માટે બેન્ક અને બેન્ક જ જવાબદાર હોવાનું રિઝર્વ બેન્કે નિશ્ચિત કર્યું છે. આ રીતે ખાતેદારોની આ પ્રકારની ફરિયાદોનું સમયસર નિવારણ લાવવા માટે બેન્કોને રોજના રૂા.100નો દંડ કરવાની જોગવાઈ દાખલ કરીને બેન્કો પર દબાણ વધારી દીધું છે. બેન્કના દરેક વહેવાર માટે રિઝર્વ બેન્કે સમયગાળો પણ આ સાથે જ નિશ્ચિત કરી દીધો છે.

બેન્કોનું એટીએમ સાથેનું જોડાણ કપાઈ જતાં મેસેજની આપ લે ન થઈ શકી હોય કે પછી એટીએમમાં રોકડ ન હોવાની કારણે અથવા તો પછી ટ્રાન્ઝેક્શનનો ટાઈમ આઉટ થઈ જવાના જેવા કારણોને આગળ કરીને બેન્કો ખાતેદારના પૈસા રિવર્ટ કરવામાં વિલંબ કરે છે. યોગ્ય કે અપૂર્ણ માહિતીને કારણે જે ટ્રાન્ઝેક્શન અદ્ધરતાલ રહી ગયા હોય તેવા ટ્રાન્ઝેક્શનના કિસ્સામાં બેન્ક એન્ટ્રી ન સુલટાવે તો પણ બેન્કોને દંડ કરવાની જોગવાઈ દાખલ કરવામાં આવી છે. ઉદાહરણ આપીને વાત કરવામાં આવે તો એનઈએફટીના માધ્યમથી કોઈ ખાતેદાર રૂા. 5 લાખ અન્ય ખાતેદારને ટ્રાન્સફર કરે તો તેવા કિસ્સામાં નાણાં મોકલનારના ખાતામાંથી નાણાં ડેબિટ થઈ જાય અને નાણાં રિસીવ કરનારના ખાતામાં તે નાણાં નિર્ધારિત કરેલી સમય મર્યાદામાં જમા ન થાય તો તેને બેન્ક દ્વારા કરવામાં આવેલો વિલંબ ગણી લઈને તેને રોજના રૂા.100નો દંડ કરવામાં આવશે.આ દંડની રકમ નાણાં મોકલનારના ખાતામાં જમા કરાવવાની રહેશે. આ નિયમોમાં બેન્કો અને નોન બેન્ક પેમેન્ટ ઇન્સ્ટિટ્યુશન બંનેને આવરી લેવામાં આવ્યા છે. દેશની અંદર નાણાં મોકલનાર અને દેશની અંદર જ નાણાં રિસીવ કરનારાઓને આ જોગવાઈનો લાભ મળશે.

ખાના નંબર 1                                          ખાના નંબર -2                                       ખાના નંબર -3

ટ્રાન્ઝેક્શનનો પ્રકાર                                  એન્ટ્રી સુલટાવવાની                                     વિલંબ માટે                                                             સમય મર્યાદા                                            આવનારો દંડ

એટીએમ કે માઈક્રો એટીએમમાં                  ટ્રાન્ઝેક્શનનો દિવસ વત્તાં                             વિલંબના દિવસદીઠ

નાણાં ડેબિટ થયા હોય પણ                        પાંચ દિવસમાં એન્ટ્રી સુલટાવવી                   રૂા.100નો દંડ

પૈસા નીકળ્યા જ ન હોય                            ફરજિયાત (કુલ છ દિવસ)

કાર્ડથી પેમેન્ટ કરનારના ખાતામાંથી            ટ્રાન્ઝેક્શનના દિવસ વત્તા એક                    વિલંબના દિવસદીઠ

ડેબિટ થયા હોય પણ સામેના કાર્ડ                દિવસમાં એન્ટ્રી સુલટાવવી                        રૂા.100નો દંડ

ધારકના ખાતામાં જમા ન થાય તો               ફરજિયાત (કુલ બે દિવસ)

ખાના નંબર 1

પોઈન્ટ ઓપ સેલ-પીઓએસઃ ખાતામાંથી પૈસા ડેબિટ થઈ ગયા હોય પણ વેપારીના લોકેશન પર પેમેન્ટ થયાનું કન્ફર્મેશન ન આવે એટલે કે પેમેન્ટ કર્યાની સ્લિપ ન જનરેટ થાય તો

ખાના નંબર 2

ટ્રાન્ઝેક્શનનો દિવસ વત્તા પાંચ દિવસમાં ખાતેદારને પૈસા પાછા જમા મળી જવા જોઈએ.

ખાના નંબર-3

ટ્રાન્ઝેક્શન વત્તા પાંચ દિવસ બાદ એટલે કે સાતમાં દિવસથી વિલંબના દરેક દિવસ માટે બેન્કને રૂા.100નો દંડ કરાશે.

ખાના નંબર 1

ઇ-કોમર્સમાં કાર્ડ આપ્યા વિના પેમેન્ટ કર્યું હોય અને ખાતામાંથી રકમ ડેબિટ થઈ ગઈ હોય, પણ સામેની વ્યક્તિના ખાતામાં જમા થયાનું વેપારીની સિસ્ટમમાં ન બતાવે તો

ખાના નંબર 2

ટ્રાન્ઝેક્શનનો દિવસ વત્તા પાંચ દિવસમાં ખાતેદારને પૈસા પાછા જમા મળી જવા જોઈએ.

ખાના નંબર-3

ટ્રાન્ઝેક્શન વત્તા પાંચ દિવસ બાદ એટલે કે સાતમાં દિવસથી વિલંબના દરેક દિવસ માટે બેન્કને રૂા.100નો દંડ કરાશે.

ખાના નંબર-1

ઇમિડયેટ પેમેન્ટ સિસ્ટમ(આઈએમપીએસ)માં પેમેન્ટ કરનારના ખાતામાંથી રકમ ડેબિટ થઈ જાય અને લાભાર્થીના ખાતામાં પૈસા જમા ન થાય તો

ખાના નંબર-2

લાભાર્થીના ખાતામાં ટ્રાન્ઝેક્શન પછીને એક દિવસમાં એટલે કે કુલ બે દિવસમાં નાણાં જમા ન આપી શકનાર

ખાના નંબર – 3

બેન્કને વિલંબના દિવસદીઠ રૂા.100નો દંડ

ખાના નંબર-1

યુનિફાઈડ પેમેન્ટ સિસ્ટમ (યુપીઆઈ)માં પેમેન્ટ કરનારના ખાતામાંથી રકમ ડેબિટ થઈ હોય પમ લાભાર્થીના ખાતામાં રકમ જમા ન થઈ હોય

ખાના નંબર – 2

ટ્રાન્ઝેક્શન કર્યાનો દિવસ વત્તા એક દિવસ મળીને બે દિવસમાં બેન્ક લાભાર્થીના ખાતામાં રકમ જમા ન આપે કે તેની એન્ટ્રી સુલટાવી ન આપે તો

ખાના નંબર-3

બે દિવસ પછીના ત્રીજા દિવસથી રોજનો બેન્કને રૂા.100નો દંડ

ખાના નંબર-1

યુપીઆઈમાં ખાતામાંથી રકમ ડેબિટ થઈ ગઈ હોય અને વેપારીને પેમેન્ટ થયાનું કન્ફર્મેશન ન મળે તો

ખાના નંબર – 2

ટ્રાન્ઝેક્શનના દિવસ વત્તા પાંચ દિવસમાં એન્ટ્રી સુલટાવવી

ખાના નંબર – 3

સાતમાં દિવસથી રોજના રૂા.100નો બેન્કને દંડ

ખાના નંબર-1

આધારકાર્ડનો ઉપયોગ કરીને કરાયેલું પેમેન્ટમાં ખાતામાંથી રકમ ડેબિટ થઈ જાય અને વેપારીને તેનું કન્ફર્મેશન ન મળે તો

ખાના નંબર -2

ટ્રાન્ઝેક્શનના દિવસ વત્તા પાંચ દિવસ બાદ પણ ક્રેડિટનું એડજસ્ટમેન્ટ ન થાય તો

ખાના નંબર-3

છ દિવસ બાદ એટલે કે સાતમા દિવસથી બેન્કને રોજનો રૂા.100નો દંડ

ખાના નંબર-1

આધાર પેમેન્ટ બ્રિજ સિસ્ટમથી પેમેન્ટ કરનારના લાભાર્થીના ખાતામાં નાણાં જમા આપવામાં વિલંબ કરવામાં આવે તો

ખાના નંબર-2

ક્રેડિટ ન કરાયેલી રકમ બેન્કે ખાતેદારના ખાતામાં ટ્રાન્ઝેક્શનના દિવસ વત્તા એક દિવસમાં રિવર્ટ કરવાની રહેશે

ખાના નંબર – 3

રકમ ક્રેડિટ કરવામાં બે દિવસથી વધુ કરે તો ત્રીજા દિવસથી રોજના રૂા.100 પ્રમાણે બેન્કને દંડ

ખાના નંબર -1

નશનલ ઓટોમેટેડ ક્લિયરિંગ હાઉસના માધ્યમથી કરવામાં આવેલા ટ્રાન્ઝેક્શનમાં લાભાર્થીના ખાતામાં રકમ જમા આપવામાં કે પૈસા ચૂકવનારના ખાતામાં રકમ ક્રેડિટ કરવામાં

ખાના નંબર-2

ટ્રાન્ઝેક્શનના દિવસ વત્તા એક દિવસમાં ક્રેડિટ ન આપે કે ક્રેડિટ રિવર્ટ ન કરે તો

ખાના નંબર-3

ત્રીજા દિવસથી બેન્કને રોજના રૂા.100 લેખે વિલંબના દિવસો માટે દંડ

ખાના નંબર-1

કસ્ટમરે ડેબિટ મેન્ડેટ આપ્યો હોય પણ તે ડેબિટ મેન્ડેટ પાછો ખેંચી લીધો હોય તેમ છતાં બેન્ક તેના ખાતામાંથી જે તે રકમ  ડેબિટ કરે તો

ખાના નંબર-2

લાભાર્થી બેન્કે ટ્રાન્ઝેક્શનના દિવસ વત્તા એક દિવસ મળીને બે દિવસમાં લાભાર્થીના બેન્કમાં ક્રેડિટ થયેલી રકમ રિવર્ટ કરવાની રહેશે

ખાના નંબર – 3

ત્રીજા દિવસથી બેન્કને રોજના રૂા.100 લેખે વિલંબના દિવસો માટે દંડ