[:gj]ગુજરાતના એક મંદિરે 9 હજાર ચેકડેમ બનાવ્યા[:]

[:gj]ભારતમાં 6 લાખથી વધુ ગામો અને 30 લાખથી વધુ મંદિરો છે અને આ મંદિરોએ હિન્દુ આસ્થાને ટકાવી રાખી છે. તેવા પ્રશ્નના ઉત્તરમાં વિશ્વ હિન્દુ પરિષદના કેન્દ્રીય મહામંત્રી મિલિંદ પરાન્દેએ કહ્યું હતું કે, હાલ 4-5 પ્રકારનાં મંદિરો છે. એક સરકારી કબજા હેઠળનાં મંદિરો બીજા કોઈ સંતપરંપરા અનુસાર ચાલતાં મંદિર છે. ત્રીજા કોઈ વ્યક્તિના મંદિર છે અને ચોથા કોઈ પરિવારનાં મંદિર છે. હાલ નવી પદ્ધતિમાં મંદિરો બની રહ્યાં છે. જે કોઈ ન્યાસ કે ટ્રસ્ટને આધીન હોય છે.

વિશ્વ હિન્દુ પરિષદના પૂર્વ આંતરરાષ્ટ્રીય મહામંત્રી ડો.પ્રવિણ તોગડીયા સાથે વિશ્વ હિન્દુ પરીષદે ખરાબ વર્તન કર્યા બાદ પ્રથમ વખત ગુજરાત આવેલાં મિલિંદ પરાન્દેએ કહ્યું હતું કે, સરકારનું આધિપત્ય કોઈ જ મંદિર પર ન હોવું જોઈએ. દક્ષિણ ભારતમાં આ સમસ્યા વધુ પ્રમાણમાં જોવા મળે છે. અહીંના એક એક રાજ્યમાં 30-40 હજાર મંદિરો પર સરકારનો કબજો છે. ગુજરાતના એક મંદિરે 9 હજાર ચેકડેમ બનાવ્યા છે. કેટલાંક મંદિરો ચિકિત્સા સેવામાં પણ અમૂલ્ય યોગદાન આપી રહ્યાં છે.

ભારતના 5.80 લાખ ગામડા છે. હાલ વિહિપ 78 હજાર સેવા કેન્દ્રો ચલાવે છે. જેમાં શિક્ષા-સ્વાસ્થ્ય-આર્થિક સ્વાવલંબન-મહિલા સશક્તિકરણ – પર્યાવરણ, ધાર્મિક, સામાજિક છે. હાલ વિશ્વના 23 દેશોમાં વિશ્વ હિન્દુ પરિષદ નોંધાયેલી સંસ્થા છે. હિન્દુ કોમ્યુનિટીએ મલ્ટીનેશનલ કોમ્યુનિટી બની ગઈ હોવાનું ચિત્ર ઊપસી રહ્યું છે. ભારત બહાર વિશ્વમાં લાખો હિન્દુઓ એવા છે કે, જે ભારતીય મૂળના નથી, પરંતુ તે હિન્દુ છે. અનેક નવહિન્દુઓ પણ ત્યાં બની રહ્યા છે. અમેરિકામાં લગભગ દસ લાખ લોકો દૈનિક યોગાભ્યાસ કરે છે. 32 લાખથી પણ વધુ યુવકો વિહિપ સાથે જોડાઈ ચૂક્યા છે.

 [:]