ઇલેક્ટ્રોનિક સિગારેટ (ઇ-સિગારેટ)માં ઉપયોગમાં લેવાતા કેમિકલ – મસાલા હૃદય રોગોનું જોખમો વધારી શકે છે. ઇ-પ્રવાહી પદાર્થો લોહીના સંપર્કમાં આવ્યા પછી એન્ડોથેલિયલ કોષિકાઓમાં DNAને નુકસાન પહોંચાડે છે અને કોષિકાઓને મારતા અણુઓમાં નોંધપાત્ર વધારો કરે છે. આ માટે ઇ-સિગારેટ પીતા લોકોનાં લોહીના નમૂના લેવામાં આવ્યા હતા. પણ ગુજરાત સરકારના આરોગ્ય વિભાગની અંદર આવતાં ખોરાક અને ઔષધ નિયામક એચ જે કોશિયા દ્વારા કોઈ પગલાં ભરવામાં આવ્યા ન હતા. ગુજરાત સરકારે આજ સુધી ઈ સીગારેટના નુકસાન અંગે કોઈ સંશોધન કર્યું નથી. તેમ ઐષધ કિમિશનરની કચેરી દ્વારા જણાવવામાં આવ્યું હતું.
ઈ-સિગારેટમાં નિકોટીન અને મનપસંદ સ્વાદ માટે તજ અને મેન્થોલનો ઉપયોગ થાય છે જે અત્યંત નુકસાનકારક છે. ઇ-સિગારેટ ટ્રેડિશનલ સિગારેટનો સુરક્ષિત વિકલ્પ નથી. છ લોકપ્રિય ઇ-પ્રવાહી સ્વાદોની અસરની તપાસ કરી, જેમાં ફળ, તંબાકુ, કારમેલ અને વનીલા સાથે મીઠું તમાકુ, મીઠું બટરસ્કોચ, તજ અને મેન્થોલ સામેલ છે. તેમાં શરીરને બહુ નુકસાન થતું જોવા મળ્યું. તેમજ ઈ-સિગારેટ પીવાથી સીધી અસર હૃદય પર થતી પણ જોવા મળી.