[:gj]પીજીમાં સફાઈ કરનારી યુવતી સાથે છેડતી કરનાર પકડાયો [:]

[:gj]અમદાવાદમાં નવરંગપુરા વિસ્તારના કમલનયન એપાર્ટમેન્ટ ખાતે પી.જી. હોસ્ટેલ ચાલે છે. પાંચ દિવસ પહેલા રાત્રિના સમયે થયેલી યુવતીની છેડતી સંદર્ભે 4 દિવસ પછી એફ.આઇ.આર. દાખલ કરાઇ છે. હોસ્ટેલમાં સાફ-સફાઇ કરતી
યુવતી હોસ્ટેલના ડ્રોઇંગ રૂમમાં સૂઇ ગઇ હતી. ત્યારે રાત્રિના સમયે ડ્રોઇંગ રૂમનો દરવાજો ખુલ્લો હોવાના કારણે કોઇ
અજાણી વ્યક્તિએ તેનો લાભ લઇને યુવતીની છેડતી કરી હતી. પરંતુ તેણી ઉંઘમાં હોવાના કારણે તેને ખ્યાલ આવ્યો
નહોતો. પી.જી હોસ્ટેલમાં રહેતી અન્ય યુવતીઓએ અજાણ્યા વ્યક્તિને ડ્રોઇંગ રૂમમાંથી બહાર નીકળતા જોઇ
તેણીને જાણ કરતા તેને ફરીયાદ કરવા માટે કહ્યું હતું. તે સમયે તેણે પી.જી. હોસ્ટેલના માલિકને આ અંગે પોલીસમાં ફરીયાદ કરવાની ના પાડી હતી. આથી સી.સી.ટી.વી. ફુટેજના આધારે ચેક કરીને પોલીસ દ્વારા સમજાવટથી તેણીની ફરીયાદ દાખલ કરવામાં આવી છે. અજાણ્યા વ્યક્તિની પોલીસ દ્વારા શોધખોળ શરૂ કરી દેવાઇ છે. જેને સત્વરે
પકડીને કડક હાથે કામગીરી કરાશે.[:]