ગુજરાતમાં 3 કરોડ વાયરલેસ બ્રોન્ડબેંડ

વાયરલેસ બ્રોડબેન્ડના ગ્રાહકોની સંખ્યા ગુજરાતમાં 3 કરોડ આસપાસ થઈ ગઈ છે. ફેબ્રુઆરી 2019માં વધીને 53.2 કરોડ થઈ ગઈ છે. ફક્ત ફેબ્રુઆરીમાં જ 1.02 કરોડ લોકોએ આ સેવા અપનાવી છે. સંપૂર્ણ વાયરલેસ બ્રોડબેન્ડ માર્કેટમાં રિલાયન્સ જિયોની હિસ્સેદારી લગભગ 56 ટકા થઈ ગઈ છે. ઈકરાના એક હાલના અહેવાલમાં આ વાત જણાવવામાં આવી છે. ઈકરાના અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે, વાયરલેસ બ્રોડબેન્ડના વપરાશકર્તા કુલ ગ્રાહકોની સંખ્યા 53.2 કરોડે પહોંચી છે. અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે, વાયરલેસ બ્રોડબેન્ડ માર્કેટમાં 56 ટકાની હિસ્સેદારી સાથે રિલાયન્સ જિયો ટોચ પર છે. તેમ જ ભારતી એરટેલ અને વોડાફોન આઈડિયાની હિસ્સેદારી 21-21 ટકાની છે.

જીયોએ કુલ 85.8 લાખ નવા ગ્રાહકો જોડ્યા અને કંપનીના ગ્રાહકોની સંખ્યા વધીને 28.01 કરોડ થઇ ગઇ છે. ટ્રાઇએ એક નિવેદનમાં જણાવ્યું કે, ડિસેમ્બર 2018ના અંત સુધી કુલ વાયરલેસ ગ્રાહકોની સંખ્યા વધીને 117.6 કરોડ થઇ ગઇ છે જે નવેમ્બર 2018ના અંત સુધીમાં 117.1 કરોડ હતી. હકોની સંખ્યાના મામલે દેશની સૌથી મોટા ટેલિકોમ ઓપરેટર વોડાફોન-આઇડિયાના ગ્રાહકોની સંખ્યામાં ડિસેમ્બર 2018માં 23.32 લાખનો ઘટાડો નોંઘાયો. આંકડાઓ પરથી જાણી શકાય કે એરટેલના ગ્રાહકોની કુલ સંખ્યા ડિસેમ્બર 2018થી ઘટીને 34.03 કરોડ થઇ ગઇ છે જે નવેમ્બર 2018છી 15.01 લાખ ઓછી છે. ટ્રાઇએ જાન્યુઆરી 2019ની ઇન્ટરનેટ ડાઉનલોડીંગ સ્પીડના આંકડાઓ જારી કર્યા હતા. ડાઉનલોડીંગ સ્પીડમાં 18.8 મેગાબાઇટ પ્રતિ સેકેન્ડના દરે રિલાયન્સ જિયો ટૉપ પર રહ્યુ.