[:gj]ગૌચરની જમીન પર દબાણ [:]

[:gj]કાંકરેજ તાલુકાના રતનગઢ ગ્રામ પંચાયતના સરપંચ અને બીજા અનેક લોકોએ ગૌચરની જમીન ઉપર તેમજ તળાવમાં દબાણ કરી દીધું છે. તાલુકા પંચાયત દ્વારા દરેક ગ્રામ પંચાયતના સરપંચ અને તલાટીને નોટિસો ફટકારવામાં આવી છે પણ તે માત્ર કાગળ પર બતાવવા માટે જ કાર્યવાહી કરવામાં આવી છે. દબાણ દૂર કરવામા આવે તો પશુઓ માટે ખરાબો ખૂલ્લો થાય અને માલધારીઓના માટે સાર્વજનિક રીતે જમીન ખૂલ્લી થાય તેમ છે. તાલુકા વિકાસ અધિકારી દ્વારા ઢીલી નિતી અપનાવવાને બદલે નિરીક્ષણ કરી સચોટ તપાસ કરવામાં આવે તો આ ગૌચરના દબાણો દુર થઇ શકે તેમ છે. ગામ લોકોએ તાલુકા વિકાસ અધિકારી અને મામલતદાર કચેરી સહિત જિલ્લામાં લેખિત રજૂઆત કરવામાં આવી હતી. પટેલ ગાંડાભાઈ હેમાભાઈની અરજીને પણ નજર અંદાજ કરવામાં આવી હતી. જિલ્લા વિકાસ અધિકારી કે કલેકટર દ્વારા કોઈ પગલાં લેવામાં આવતાં નથી.

 [:]