હવામાન વિભાગ અને ખાનગી કંપનીઓનું અનુમાન છે કે, 2019નું ચોમાસુ સામાન્ય કરતા ઓછું રહેશે. આની અસર, અનાજ, કઢોળ, દાળ, ખાંડ, મગફળી, તેલના ભાવ પર પડવાની સંભાવના છે. દાળના ઉત્પાદનમાં ઘટાડાને કારણે તથા નબળા ચોમાસાના કારણે ભાવ ઊંચકાઈ રહ્યાં છે.
ખેત ઉત્પાદનના ભાવ ઘણે અંશે ચોમાસા પર નિર્ભર રહેશે. ચોમાસા પર અલનીનોનો પ્રભાવ જોવા મળી શકે છે. ઉત્પાદન ઓછું થવા છતા ચણા, અડદ અને તુવેરમાં ભાવમાં ઘટાડો આવ્યો હતો. ઈન્ડિયન પલ્સિસ એન્ડ ગ્રેઈન એસોસિએશન (IPGA) ના પ્રમાણે ખેડૂતો પોતાના પાકનો વેચાણ કરી રહ્યા હતા જેના કારણે ભાવ ગબડતા જોવા મળ્યા હતા.
આ વખતે ઓસ્ટ્રેલિયામાં પણ હવામાન સારૂ નથી, જેને કારણે પાક પર અસર થઈ છે. આવક ઓછી હોવાને કારણે આના ભાવને સહારો મળી શક્યો.
2018-19 માટે બીજા અગ્રિમ અમુમાનમાં તુવેર 36.8 લાખ ટન, ચણા 1.03 કરોડ ટન અને અડદનું 33.6 લાખ ટન ઉત્પાદન રહેશે. 2017-18ના બીજા અગ્રિમમાં તુવેર 40.2 લાખ ટન, ચણા 1.11 કરોડ ટન અને અડદ 32.3 લાખ ટન ઉત્પાદન રહેવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. આયાત પર સરકારી નિયંત્રણથી પણ ભાવ વધી શકે છે.
2019-20 માટે કેન્દ્ર સરકારે વધુમાં વધુ 6.5 લાખ ટન દાળ આયાત કરવાની મંજૂરી આપી છે. 2016-17માં આ 6.6 લાખ ટન હતી. મોજાંબિકથી 1.75 લાખ ટન જ દાળ આયાત થશે. આ નિયંત્રણ એટલા માટે રાખવામાં આવ્યું છે જેથી વધુ આયાતથી સ્થાનિક બજારમાં કિંમતો એટલી ન ઘટી જાય કે ખેડૂતોને વધુ નુકશાન વેઠવું પડે.