છેલ્લા અઠવાડીયાથી નવા કાયદાને લઇ પાટણ આરટીઓ કચેરીમાં ધમધમાટ

પાટણ, તા.૧૭
છેલ્લા અઠવાડીયાથી નવા કાયદા અમલવારી લઇને પાટણ આરટીઓ કચેરીમાં ભારે ઘસારો રહેતો હોય છે, તેવો સોમવારે જુના વાહન ધારકો નવી નંબર પ્લેટ એચએસઆરપી નંબર ફિટ કરાવવા મોટી સંખ્યામાં ઉમટ્યા હતા. નવા લર્નિંગ લાયસન્સ માટે અરજદારો વાહન ટેસ્ટ, જુના વાહન ઓનલાઇન કરાવવા વગેરે પ્રક્રિયામાં આરટીઓ કચેરી વ્યસ્ત બની હતી.

એચએસઆરપી નંબર પ્લેટ ફિટ કરવવામાં વાહન ચાલકોનો પાંચ ઘણો વધારો

પાટણ જિલ્લામાં આરટીઓ કચેરીમાં એચએસઆરપી ફિટ કરવામાં આવે છે. અઠવાડીયા પહેલા દિવસની માત્ર 40 વાહન ચાલકો નંબર પ્લેટ ફિટ કરવવા આવતા હતા પણ છેલ્લા અઠવાડીયાથી રોજના 300 વધુ જુના વાહન ધારકો નવી એચએસઆરપી નંબર પ્લેટ ફિટ કરવવા આવે છે. જેની છેલ્લી તારીખ 30 સપ્ટેમ્બર છે તેવું સંચાલક હેમલ જાનીએ જણાવ્યુ હતુ.

પહેલા દિવસ દરમ્યાન લર્નિંગ લાયસન્સ, ટુ-ફોર વ્હિલર ટેસ્ટમાં અરજદારોનો દિવસની માત્ર 60 અરજી હતી, જે અત્યારે છેલ્લા અઠવાડીયા વધી દિવસની 100 થઇ ગઇ છે. તેવુ આરટીઓ અધિકારી જણાવ્યુ હતુ.

નવી કારની પીયુસી કઢાવી

પાટણના સંખારી ત્રણ રસ્તા પર આવેલ પીયુસી સેન્ટર પર સોમવારે એટીકા 2019 નવુ મોર્ડલ ગાડી લઇને પીયુસી કઢાવવા આવ્યો હતો. પણ પીયુસી સેન્ટર સંચાલકે પીયુસી માટે ના પાડી કારણ કે ગાડીને એક વર્ષ ના થયું હોય ત્યાં સુધી પીયુસી જરૂરીયાત હોતી નથી, પણ કાર માલિક રાહુલજી ઠાકોર આ વાત સમજવા તૈયાર ન હતા, કારણે તેઓ નવા કાયદામાં દંડ ભોગવવો ના પડે એટલે તમે મને પીયુસી આપો બીજુ કંઇ નહિ આખરે પીયુસી સેન્ટર સંચાલકે પીયુસી નિકાળી આપી હતી.

સાયરન વાળી ગાડી પણ પીયુસીની લાઈનમાં

સરકારી અધિકારી જે ગાડી લઇને ફરી રહ્યા હોય છે. તે પીયુસી છે કે નઇ તેની ખબર નથી પણ સોમવારે સવારે પાટણ સંખારી ત્રણ રસ્તા આવેલ પીયુસી સેન્ટર પર ગર્વરમેન્ટ ઓફ ગુજરાત લખેલ સાયરન વાળી ગાડી પણ પીયુસીનું સર્ટિ. કાઢવા લાઇનમાં ઉભી હતી .તેના ડ્રાઇવરે પુછ્યુ કે, કયા અધિકારીની ગાડી છે, ત્યારે ડ્રાયવર કંઇ પણ બોલવાનો ઇન્કાર કર્યો હતો.