પાલનપુર, તા.૨૧
પાલનપુરના સ્ટેશન રોડ નજીક આવેલી મસ્જીદ પાછળના વિસ્તારમાં જમીનના કબજા બાબતે શુક્રવારે ભર બપોરે બે જુથો વચ્ચે તિક્ષ્ણ હથીયારો વડે અથડામણ થતા ચકચાર મચી હતી. ઘટનાને પગલે પોલીસ ઘટનાસ્થળે પહોચે તે પહેલા જ બંને જુથોના લાકો ફરાર થઇ ગયા હતા. 8 શખ્સો લાકડીઓ, ધોકા અને બેઝબોલ સ્ટીક સાથે ધમાલ મચાવતાં જીલ્લા મેજીસ્ટે્ટના હથિયાર બંધીના જાહેરનામાનો ભંગ કરતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
પાલનપુરના સ્ટેશન રોડ વિસ્તારમા આવેલી મસ્જીદ પાછળના રહેણાંક વિસ્તારમા મહમદ ઇદ્રીશ કુરેશીની માલીકીની જગ્યા આવેલી છે. આ જગ્યાના કબજા બાબતે શુક્રવારે બપોરના સમયે આઠ શખ્સો લાકડીઓ, ધાકો અને બેઝબોલ સહીતના મારક હથિયારો સાથે ધાંધલ ધમાલ મચાવતા રહીસોના જીવ પડીકે બંધાયા હતા. આ લોકો કયા મામલે ઝઘડી રહ્યા હતા.
જોકે કોઇએ સમયસર પોલીસને જાણ કરી દેતા પુર્વ પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોચ્યો હતો અને સમગ્ર મામલાની તપાસ હાથ ધરી હતી. પોલીસની ગાડીઓ આવે તે પુર્વે જ આપશમા ઝગડી રહેલા બંને ટોળાના શખ્સો ઘટના સ્થળેથી ફરાર થયા હતા. જોકે પોલીસ તપાસમા કેટલાક નામ ખુલતા પાલનપુર પુર્વ પોલીસ મથકમા ફરજ બજાવતા અબ્લુલ રહેમાન શેરમહમદ એએસઆઇએ કલેક્ટરના હથિયાર બંધીના જાહેરનામાના ભંગ બદલ ભારતીય ફોજધારાની કલમો મુજબ ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે.