ટેટૂ મુશીબતો દૂર કરે કે વધારે ? 12 હજાર વર્ષની ગુજરાતની જૂની પરંપરા ફરી જીવંત

યંગસ્ટર્સ જેને ફેશન ગણે છે, તે ટેટૂ પણ તમારી મુસીબતો દૂર કરવામાં બહુ જ ઉપયોગી સાબિત થઈ શકે છે. હાલ લોકો ફેશન માટે ટેટૂ કરાવે છે, રાશિ મુજબનું ટેટૂ કરાવે તો જીવનમાં સફળતા પ્રાપ્ત થાય છે. ટેટૂથી તમારા જીવનમાં પ્રગતિ પણ કરી શકાય છે એવું લોકો માનવા લાગ્યા છે.  રાશિ મુજબનું ટેટૂ કરાવો તો તે ફળે છે. ખાસ ટેટૂ ત્રોફાવવાથી વ્યક્તિગત જીવનમાં સફળતા મળે છે, તેવી માન્યતાને કારણે અમેરિકામાં તો ટેટૂ સ્ટુડિયો ખૂલ્યા છે. જ્યાં અગાઉથી નામ લખાવવું પડે છે. અમેરિકામાં ટેટૂનો વ્યવસાય સૌથી વધુ ઊભરતા વ્યાપારમાં છઠ્ઠા ક્રમાંકે આવે છે.

પણ ટેટૂ ઘાતક છે. તે ન કરાવવું જોઈએ એવું પણ ગુજરાતના લોકો માને છે. શરીરના વિવિધ અંગો ઉપર ચિત્રકામ કરવાની કળા છે. પણ ટેટૂ કરાવનારાઓ પર સતત જોખમ પણ રહે છે. ટેટૂ કરાવનારને બ્લડ પ્રેશર, ડાયાબિટીશ કે ચામડીના રોગ ન હોવા જોઈએ. ટેટૂ કરાવતા પહેલાં ભરપેટ ભોજન ક્યુર્ં હોવું જોઈએ. ટેટૂ કરાવવા આવનાર વ્યક્તિ પોતાની સાથે કોઈને લઈને આવે તે જરૂરી છે. હંમેશાં અનુભવી ચિત્રકાર પાસે કરાવવું જોઈએ.

સમુદ્રમાં રહેતા માંસાહારી બેક્ટેરિયાના સંક્રમણથી ટેટૂના કારણે મોત થઈ ગઈ શકે છે. પાર્લરમાં કેટલું હાઈજીન અને ચોખ્ખાઇ હોવી જોઈએ. ઇન્ક પણ ડિસ્પોઝેબલ છે કે નહીં એ પહેલાથી જ નક્કી કરવું પડે છે. ટેટૂ બનાવ્યા પહેલા આલ્કોહોલનું સેવન કરવાથી લોહીને પાતળું બનાવી દે છે. જેતી ટેટૂ બનાવતા સમયે વોહી નિકળે છે પીડા થાય છે.

ટેટૂ જેવુ નક્કી કર્યું હોય એવુ ન થાય તો મૂડ જ ખરાબ થઇ જાય છે, અને ત્યારબાદ કંઇ થઇ પણ નથી શકતુ. જો કે એકવાર ટેટૂ કરાવ્યા બાદ દૂર કરાવી શકાય છે પણ દૂર કરાવવા માટેની જે પ્રક્રિયા છે એ ખૂબ જ પીડાદાયક હોય છે.

શરીર ઉપર ટેટૂ દોરવાની પરંપરા ૧૨ હજાર વર્ષ જૂની છે. ટેટૂ કરવાના કારણો આજના યુગની સરખામણીએ અલગ જોવા મળતા. પ્રાચીન સમયમાં ટેટૂ ખાસ કરીને શાહી કુટુંબોમાં, બીજાથી અલગ દેખાવા માટે કોતરાવામાં આવતા. જેમાં મુખ્યત્વે ઊગતા સૂર્યની કે પોતાના રજવાડાના ચિહ્નનો ઉપયોગ કરવામાં આવતો હતો.

યુદ્ધમાં લડાઈ પહેલાં સૈનિકોનો ઉત્સાહ વધારવા માટે તલવાર કે કમાનનું ચિત્ર તેમના હાથ ઉપર દોરતા. રાજા દ્વારા સૈનિકોને તેમની બહાદુરી માટે પણ છૂંદણું ત્રોફાવવામાં આવતું.

ગુનેગારોને તેમણે કરેલ ગુનાની સજા સ્વરૂપે દુનિયાને દેખાય, તેઓ શરમ અનુભવે તે હેતુથી ટેટૂ કરવામાં આવતું. જ્યારે ગુલામોને તેઓ બીજાથી અલગ દેખાય અને ભાગી જાય તો પકડવામાં સરળતા રહે તે હેતુથી છૂંદણા છૂંદવાની પરંપરા હતી. ઈજિપ્તની સ્ત્રીઓના શરીર ઉપર કોતરાવવામાં આવેલ ટેટૂના પ્રતીક જોઈને તેમનો મોભો નક્કી કરવામાં આવતો.

ભારતના વિવિધ પ્રદેશોમાં પણ છૂંદણા ત્રોફાવવાની પ્રાચીન પરંપરા જોવા મળે છે. દક્ષિણ ભારતમાં, ખાસ કરીને તમિળનાડુમાં ‘પાચકુટથરાથ્થુ’ નામે ઓળખાય છે. ઉત્તર ભારતમાં ‘ગુંડા’ને નામે જાણીતું છે. ગુજરાતમાં તેને છૂંદણા ત્રોફાવવા તેમ કહેવામાં આવે છે. આદિવાસી જાતિમાં તેને સાંસ્કૃતિક ચિહ્ન તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે.

આજના યુવાનોમાં ટેટૂનો શોખ મુખ્યત્વે ફિલ્મ સ્ટારોએ કોતરાવેલા ટેટુને કારણે જોવા મળે છે. મિત્રોએ કરાવેલા ટેટૂને જોઈને તેણે કોતરાવ્યું અને હું રહી ગયો, દેખાદેખીને કારણે ટેટૂ કરાવવા આવનારા યુવા વર્ગની સંખ્યા વધી ગઈ છે. ટેટૂ દોરાવવાથી પોતે સ્માર્ટ લાગશે, બીજાને સહેલાઈથી પ્રભાવિત કરી શકશે તેમ સમજીને ટેટૂ કરાવવા આવે છે. ઘણી વખત શરીરમાં રહેલી વિકૃતિને છુપાવવા માટે પણ ટેટૂ કરાવવા આવતા હોય છે.

હાલમાં તેમની પાસે એક હજાર રૂપિયાથી શરૂ થતા વિવિધ ટેટૂના નકશીકામ જોવા મળે છે. જાપાન, થાઈલૅન્ડ અને યુ.કે. થી ટેટૂ માટેની કુદરતી ફૂલોની શાહી મંગાવવામાં આવે છે. સૌથી વધુ ચિત્ર ૐ, પતંગિયા, ફિનિક્સ પંખી, વિવિધ દેવી દેવતાઓનો ચહેરો અને મિત્રોના નામ લખાવવા માટે આવે છે.

યુવાવર્ગે પોતાના માતા-પિતાની કે વડીલોની પરવાનગી લઈને જ ટેટૂ કરાવવું જોઈએ. કારણકે એક વખત કરાવ્યા બાદ તેને સાફ કરવાની વિધિ થોડી કષ્ટદાયક છે. તે કઢાવવા માટે લેઝર ટ્રિટમેન્ટ સૌથી વધુ સલામત છે.