ખેતર વગરનો વણજારા ધંધો 45 દિવસમાં અવનવા સ્વાદનું મધ

દિલીપ પટેલ

20 નવેમ્બર 2021

જમીન વગરનો ધંધો મધમાખીની પેટી,

મધના અવનવા સ્વાદ, કેસર કેરીથી લીચી કે સરસવ મેળવી શકાય છે

મધુમખીવાલા લોકોને વિવિધ સ્વાદ અને સ્વાદનું મધ મળે છે. 45 દિવસના ટૂંકા આયુષ્યમાં સખત મહેનત કરીને મધમાખી મીઠાશ ઉત્પન્ન કરે છે.

ગુજરાતના ખેડૂતો હવે ફૂલોનો પીછો કરીને એક ગામથી બીજા ગામે મધપેટીઓ લઈ જાય છે. જ્યાં જેવા સુગંધના ફૂલ એવા સ્વાદનું મધ મળે છે. ખેડૂતો પણ આવા મધમાખીના ખેડૂતોને પોતાના ખેતરમાં પેટી રાખવા દે છે. જેમાં બન્નેને ફાયદો છે.

ગુજરાતમાં હવે જીરુ, વરીયાળી, રાયદો, મગફળીની સુગંધથી બનતાં તેવા જ સ્વાદના મધ મળવા લાગ્યા છે.

શહેરોમાં સવારે ચાલવા નિકળતા લોકો સ્વાસ્થ્ય માટે સભાન હોય છે. તેથી મધના મોટા ગ્રાહકો સવારે ચાલનારા છે.

અલગ અલગ રોગમાં વપરાતા ઔધષોના પાકમાં ફૂલ આવે ત્યારે ત્યાં મધમાખીની પેટીઓ લઈ જવામાં આવે છે અને તે ઔષધિનું મધ પેદા કરવામાં આવે છે. જેમાં હ્રદયરોગ, ડાયાબિટીશની ઔષધિઓનું મધ પ્રિય થઈ રહ્યું છે. નીલગિરી મધ સૌથી વધુ લોકપ્રિય છે.

મીણ નિકળે તેમાંથી દીવા બને છે. જેની મોલમાં સારી માંગ છે.

કામદાર મધમાખીનું જીવન ચક્ર 45 દિવસનું હોય છે, જ્યારે રાણી મધમાખી ત્રણ વર્ષ જીવે છે. 45 દિવસના ટૂંકા આયુષ્યમાં સખત મહેનત કરીને મધમાખી મીઠાશ ઉત્પન્ન કરે છે.

જમીન વગરનો ધંધો અવનવા સ્વાદનું મધ

ગુજરાતમાં ફૂલોના બગીચાની સુગંધી વધી છે. છેલ્લાં 10 વર્ષમાં ફૂલોના ઉત્પાદનમાં 130 ટકાનો વધારો થયો છે. સૌથી મોટું બજાર ગુલાબ, મેરીગોલ્ડ, મોગરા અને લીલીનું છે.  ગુજરાતમાં બે લાખ ટન ફૂલ થવા લાગ્યા છે.  2008-09માં 11473 હેક્ટરમાં ફૂલોનું વાવેતર થતું હતું. જે વધીને 20497 હેક્ટર 2018-19માં થઈ ગયું છે. 2019-20માં 20 હજાર હેક્ટરમાં 1.96 લાખ ટન એટલે કે 2 લાખ ટન થાય છે. ગુજરાતમાં તમામ ફૂલોનું 2008-09માં 85216 ટન ફૂલો પેદા થતાં હતા. 2019-20માં વધીને 1.96 લાખ ટન થઈ ગયા છે.

તેની સામે મધનું ઉત્પાદન વધતું નથી. તેથી બનાવટી સસ્તુ મધ વાપરવામાં આવે છે. કરોડો રૂપિયાનું બનાવટી મધ લોકો ખાઈ રહ્યાં છે. ગુજરાતમાં એક જ વર્ષમાં 18101 સ્થળોએ મધમાખી ઉછેરી મધ બનાવવાનું હતું. તેમાંથી 6392 સ્થળોએ મધમાખી ઉછેરીને મધ પેદા કરવા માટે મંજૂરી આપી હતી.

ભારતમાં 40 હજાર જાતની વનસ્પતિના કારણે 12 કરોડ મધપૂડા કરી શકાય તેમ છે. 60 લાખ લોકો આ કામ કરી શકે છે. 12 લાખ ટન મધ ઉત્પાદન કરી શકાય તેમ છે. ગુજરાતમાં 90 લાખ મધપુડાથી 90 હજાર ટન મધ 5 લાખ લોકો કરી શકે તેમ છે. છતાં તે માટે સરકાર ગંભીર નથી. 1936માં ગાંધીજીએ ગુજરાતમાં મધ બનાવવાની ગ્રામોધ્યોગ દ્વારા શરૂઆત  કરી હતી.

100 મધ ઘર તૈયાર કરવામાં 1.90 લાખનું ખર્ચ થાય છે. જેની સામે 2.90 લાખનો ચોખ્ખો નફો રહે છે. એક મધ ઘરથી 40 કિલો મધ મળે અને એક કિલોએ રૂ.150 આવક મળે તો એક મધ ઘર રૂ.6000ની આવક કરી આપે છે.

ભારત મધના ઉત્પાદનમાં 9મું સ્થાન ધરાવે છે. 10 લાખ વસાહતોમાં 85 હજાર ટન મધ પાકે છે. ભારતમાં 40 હજાર ગામોમાં 2.50 લાખ ઘરને આવક કરી આપે છે. ભારતમાંથી જર્મની, અમેરિકા, ઈંગ્લેન્ડ,  જાપાન, ફ્રાંસ, ઈટાલી અને સ્પેનમાં નિકાસ થાય છે.

ગુજરાતના 1800 ગામો, 1200 કુટુંબો મધના વ્યવસાયમાં હોવાનું અનુમાન છે.  ડો. સી. સી. પટેલ, જલ્પા. પી.લોડાયા,  કીટક શાસ્ત્ર વિભાગ ,બં. અ કૃષિ મહા વિદ્યાલય,એ.એ.યુ.,આણંદ દ્વારા મધ અને ઘણી વૈજ્ઞાનિક વિગતો તૈયાર કરી છે.

ભારતના 60 લાખ હેક્ટરમાં 1 કરોડ અને ગુજરાતના 3 લાખ હેક્ટર વિસ્તારમાં 5 લાખ મધમાખી વસાહતો ઉછેરી શકાય તેમ છે.

ખેત ઉત્પાદનમાં વધારો

જે ખેતરમાં મધ ઘર હોય ત્યાં 17 ટકાથી 110 ટકા સુધી ઉત્પાદનમાં વધારો થયો છે. જેમાં રાયમાં 44 ટકા, ડુંગળીમાં 90 ટકા, ફળમાં 45-50 ટકાનો ફાયદો થાય છે. કપાસમાં 17થી 20 ટકાનું ઉત્પાદન વધે છે.

ઉનાળાના દિવસોમાં ઠંડા લીંબુ પાણીમાં અથવા ગરમ ચાના કપમાં મધનું સેવન કરવામાં આવે તો તેનો સ્વાદ આરોગ્ય માટે ભરપૂર રહેશે. દવામાં ફાયદો ત્યારે જ થાય છે જ્યારે મધ શુદ્ધ હોય.

શુદ્ધ મધ તે છે જે કુદરત તેને બનાવે છે, ભેળસેળ વિના, ધીમી પ્રક્રિયા અને સુસંગતતા અને સ્વચ્છતા સાથે તૈયાર કરવામાં આવે છે.

જ્યાં જેવો ખેતરનો પાક અને ફૂલ તે પ્રમાણે મધનો સ્વાદ મેળવી શકાય છે. મધ માખીના બોક્સ – ઘરને એક વિસ્તારમાંથી બીજા વિસ્તારમાં લઈ જવામાં આવે છે. ઉત્તર ગુજરાતમાં રાયડામાં ફુલ આવે ત્યારે તેને જૂનાગઢથી મહેસાણા લઈ જવામાં આવે છે ત્યાં રાયદાના સ્વાદનું મધ મળે છે.

વડોદરામાં ગલગોટા અને અમદાવાદમાં ગુલાબના બગીચામાં મધમાખીના ઘરને લઈ જવામાં આવે છે ત્યારે ગુલાબ અને ગલગોટાનો સ્વાદ મધમાં આવે છે.

ગુજરાતના એક ભાગમાંથી બીજા ભાગમાં જવું પડે.  સફળ હનીમેકર બનવા માટે આવું કરવું પડે છે. ધુમખીવાલા બનવું પડે છે. ગુજરાત બહાર પણ મધમાખીને અવનવા સ્વાદ માટે લઈ જવામાં આવે છે. ગીરનાર, બરડો, અલવલ્લી, અંબાજી, સાપુતારાના જંગલોમાં જઈ જઈને તેવા સ્વાદનું મધ પેદા કરી શકાય છે.

મધણાખીની ખેતી કરવામાં જમીનની જરૂર નથી. 5000 રૂપિયાથી ઓછી કિંમતમાં થઈ શકે છે.

ખેતરોમાં મધમાખીના ઘર લઈ જઈને ત્યાં રાખવામાં આવે તો ખેડૂતોને ઓછામાં ઓછું 10 ટકા ઉત્પાદન વધી જાય છે. પરાગરજના કારણે આવું થાય છે.

મધમાખી ઉછેરનો ધંધો ડંખનો ધંધો છે. મધણાખી ડંખ મારે જ છે.

કોઈ પણ બે મધ એકસરખા નથી. જ્યાં પણ મધમાખીઓ મધ બનાવે છે ત્યાં તેનો સ્વાદ અને સુગંધ મધમાં સમાઈ જાય છે. કચ્છનું મધ કાળુ હોય છે. એમ રંગ પણ બદલાય છે.

ડાંગના મધમાં જંગલી ફૂલોની સુગંધ હોય છે. સરસવના ખેતરમાં રાખવામાં આવેલા મધમાખીના બોક્સમાંથી મળતું મધ ચોક્કસ સરસવ જેવું લાગે છે.

દરેક મધપેટીમાં 50 હજારથી 10 લાખ મધમાખીઓ હોઈ શકે છે. છ મહિનામાં 25 કિલો મધ અને એક કિલો મીણનું ઉત્પાદન થાય છે.