ટ્રાફિકના નિયમોનુ પાલન કરનારા વાહનચાલકોને ટ્રાફિક પોલીસે લાડુ ખવડાવી બિરદાવ્યાં

રાજકોટ,તા.10 શહેરમાં વાહન ચાલકો ટ્રાકિફના નિયમોનું પાલન કરે એ હેતુસર શહેર પોલીસ અવાર-નવાર વાહન ચાલકોને પ્રોત્સાહિત કરતાં કાર્યક્રમો યોજે છે. હાલમાં  ગણપતિ ઉત્સવ ચાલી રહ્યો છે. ત્યારે  આજે લોકસહયોગથી ટ્રાફિકના નિયમોનું પાલન કરનારા વાહન ચાલકોનું જોઇન્ટ પોલીસ કમિશનર અજયકુમાર ચૌધરી અને ટ્રાફિક બ્રાંચના અધિકારીઓ, સ્ટાફે સન્માન કર્યુ હતું.  ગણેશજીનો સ્વાંગ રચીને આવેલા યુવાનોના હસ્તે આવા વાહન ચાલકોને મોદકથી મીઠા મોઢા કરાવ્યા હતાં. નિયમોનું પાલન નહિ કરનારા ચાલકોને પણ દંડ નહિ કરી હેલ્મેટ પહેવાર સહિતના નિયમોનું પાલન કરવા સમજ આપી હતી. આ રીતના કાર્યક્રમોને કારણે નિયમબધ્ધ રીતે ચાલનારા વાહનચાલકોને પ્રોત્સાહન મળે છે. જેને કારણે આવા જાગૃતિ અને પ્રોત્સાહનના કાર્યક્રમો યોજવામાં આવી રહ્યાં છે. જેનો લાભ પણ મળી રહ્યો છે.