મોરબી જીલ્લા પોલીસે એક ડમ્પર ચોરીના આરોપીને ઝડપી લેવાયો છે. મોરબી એલસીબી ઇન્ચાર્જ પીઆઈ વ્યાસના માર્ગદર્શન હેઠળ ટીમના હીરાભાઈ ચાવડા, સહદેવસિંહ જાડેજા, રવિરાજસિંહ ઝાલા, એસઓજી ટીમના અનિલભાઈ ભટ્ટ અને બી ડીવીઝન પોલીસ મથકના મહાવીરસિંહ પરમાર સહિતની ટીમે અમદાવાદ જીલ્લા પોલીસની મદદથી હળવદ પોલીસ મથકમાં નવ વર્ષથી ડમ્પર ચોરીના ગુન્હામાં નાસતો ફરતો આરોપી મકસુદ સતારખા પઠાણ રહે ગોમતીપુર અમદાવાદ વાળાને ઝડપી હળવદ પોલીસને સોપવામાં આવ્યો છે