થરાદ તાલુકાના એક ગામમાં પરિવાર સાથે રહેતી 38 વર્ષની પરિણીતા પોતાના ખેતરમાં રહેતી હતી. .28/02/2013 ના રોજ તેણીનો પતિ રાજસ્થાન ગયેલ હતો. આથી તેણી બાળકો સાથે ખેતરમાં બનાવેલા ઢાળીયામાં સુતેલી હતી. મજુરીએ રાખેલ શિવા ભીખા મેઘવાળ શેરાઉ થરાદનાએ કાંબળી વડે મોઢું દબાવી બળજબરીપુર્વક દુષ્કર્મ આચર્યું હતું.
બુમબરાડા કરતાં જાગેલા પરિવારજનોએ તેને પકડી લીધો હતો. પતિને બોલાવી અને ગ્રામજનોને આ બાબતની જાણ કરી મહિલાએ થરાદ મથકમાં ફરિયાદ નોંધાવતાં હવસખોર સામે IPC 376 મુજબ ગુનો નોંધાયો હતો.
એડી.સિવીલ જજ બી.એસ.પરમાર દ્રારા IPC 376 ના ગુનાના કામે તકસીરવાર શિવા ભીખા મેઘવાળને સાત વર્ષની સખત કેદ અને દસ હજારના દંડની સજા ફરમાવી હતી. તેમજ દંડ ન ભરેતો વધુ ત્રણ માસની સાદી કેદની સજાનો હુકમ કર્યો હતો.