થરાદમાં પ્રજાનો થડકાર, પ્રજાસત્તાક નહીં પણ રાજસત્તાક

મુખ્ય પ્રધાન પાલનપુરમાં 26મી જાન્યુઆરી 2019માં રાજ્ય કક્ષાના ધ્વજવંદનમા ભાગ લેવાના છે. ત્યારે પાલનપુર નજીકના થરાદમાં કેવું રાજકારણ ખેલવામાં આવી રહ્યું છે અને પ્રજાસત્તાક દીને ત્યાંની પ્રજા કેવી મુશ્કેલીઓનો સામનો કરી રહ્યાં છે જેની ગંભીર વિગતો સમજવા જેવી છે.

ગંદુ રાજકારણ

બનાસકાંઠા જિલ્લાનાં થરાદ નગરપાલિકામાં અપક્ષ કિંગમેકર બન્યા હતા. અપક્ષના 8, કોંગ્રેસના 8, અને BJPના 12 સભ્યો 26 ફેબ્રુઆરી 2018ના રોજ વિજેતા બન્યાં હતા. અનામતના કારણે કોંગ્રેસમાં SC ઉમેદવાર ન હોવાથી તેનો ફાયદો ભાજપને મળ્યો હતો. 25 ઓગસ્ટ 2018માં પ્રમુખની ચૂંટણીમાં મધ્યસત્ર ચૂંટણીમાં થરાદ નગરપાલિકામાં અપક્ષના ચાર સભ્યોએ ભાજપને ટેકો આપતાં ભાજપે ભાગીદારીની સત્તા મેળવી હતી. 21 સભ્યોમાંથી 7 ભાજપ, 8 કોંગ્રેસ અને 6 અપક્ષ સભ્યો હતા. અગાઉ કોંગ્રેસનું અહીં શાસન હતું.

ભાજપ સાથે ભળેલા અપક્ષ સભ્ય કલાવતી પીરાભાઈ નઝાર અને ઉપપ્રમુખ તરીકે મહેશ ભાવા વાણીયાની બહુમતીથી નિમણૂક કરાઈ હતી. જેની સામે અવિશ્વાસની દરખાસ્ત ભાજપના જ નેતાઓએ મૂકી હતી.

ભાજપના સભ્યએ અવિશ્વાસ પ્રસ્તાવ મૂક્યો

થરાદનગર પાલિકામાં ગત ટર્મમાં અપક્ષોને ટેકો આપનાર ભાજપે સત્તા મેળવવા કોંગ્રેસની સાથે 22 એપ્રિલ 2016માં હાથ મિલાવી અપક્ષ મહિલા કોર્પોરેટર સુમિત્રા વસંત ત્રિવેદીને પ્રમુખ બનાવ્યા હતા. ઉપપ્રમુખ પદે દિલીપ નવિનચંદ્ર ઓઝા નિયુક્ત કર્યા હોવા છતાં ભાજપના કાર્યકરો કે નેતાઓમાં કોઈ ખૂશી ન હતી.

અવિશ્વાસની દરખાસ્તમાં પ્રમુખ તરીકે પદભ્રષ્ટ થવા છતાં ભાજપે ઉમેદવાર કલાવતી પીરાભાઇ નઝારને તેમજ જેહા કાનજી હડીયલને ઉપપ્રમુખનો મેન્ડેન્ટ આપતાં તેમને 6 મત મળ્યા હતા.

ભાજપમાં વિવાદ

ભાજપ દ્વારા અવિશ્વાસની દરખાસ્ત મૂકી હોવા છતાં સસ્પેન્ડ થયેલા પૂર્વ મહિલા પ્રમુખ કલાવતી નઝારને ફરીથી મેન્ડેન્ટ આપવામાં આવતાં ભાજપના સભ્યએ જેહા હડીયલે વાંધો ઊઠાવ્યો હતો. ફોર્મ ભરી શકાય નહીં એવું પોતાના પક્ષ સામે જ વિવાદ ઊભો કર્યો હતો.

બીજી બાજુ કૉંગ્રેસની સાથે મળીને અવિશ્વાસની દરખાસ્ત લાવનાર ભાજપના પાંચ સભ્યોને પક્ષમાંથી સસ્પેન્ડ કરવાની નોટીસ એક મહિના પહેલાં આપી હતી. આમ ભાજપનો આંતરિક જૂથવાદ બહાર આવી ગયો હતો. જે 24 જાન્યુઆરી 2019 સુધી પણ આ જૂથવાદ ચાલુ છે.

લોકોના કામો થતાં નથી

થરાદ નગરપાલિકાની સામાન્ય સભામાં ભાજપના શાસનમાં ભાજપના સદસ્યોના કામ ન થતાં નારાજ સદસ્યો દ્વારા 23 જાન્યુઆરી 2019માં હોબાળો કરાયો હતો. મહિલા સભ્યોએ કહ્યું હતું કે, પ્રજાના કામ થતાં ન હોવાથી તેઓ રાજીનામું આપી દેશે. નેતાઓ વિશ્વાસમાં લેતા નથી. આમ ભાજપના જ નેતાઓ કહી રહ્યાં છે કે, પ્રજાના કામ થતાં નથી.

પક્ષ વિરોધી પ્રવૃતિ

થરાદ નગરપાલિકાના ભાજપના 5 સભ્યો પક્ષ વિરોધી પ્રવૃતિ બદલ 16 માર્ચ 2016માં સસ્પેન્ડ કરાયા હતા. અવિશ્વાસની દરખાસ્તમાં આ સભ્યોએ ભાજપના પ્રમુખને હરાવવા મતદાન કરતાં ભાજપે સત્તા પરથી ઉતરવું પડયું હતું. ભાજપના પ્રમુખ-ઉપપ્રમુખની કારમી હાર થઈ હતી. પક્ષ વિરૃધ્ધ પ્રવૃતિ કરવા બદલ પક્ષે પાંચ સભ્યો પાસે જવાબ માંગ્યા હતા. થરાદ પાલિકાના પાંચ સભ્યો ભાજપના આદેશનો અનાદર કરી પક્ષ વિરૃધ્ધી પ્રવૃતિ કરી પક્ષના પાલિકાના પ્રમુખ કલાવતીબેન નઝારના વિરૃધ્ધમાં મતદાન કરતાં પ્રદેશ ભાજપ દ્વારા પક્ષમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.

કૌભાંડી સાથે ભાજપના નેતા

અર્બુદા ક્રેડિટ સોસાયટીના સંચાલક રાકેશ અગ્રવાલ દ્વારા ખાતેદારોના કરોડો રૂપિયાની ઉચાપત કેસમાં  કૌભાંડી સંચાલક રાકેશે પોલીસ સમક્ષ ભાજપના નેતાની હાજરીમાં થરાદમાં હાજર થયો હતો. ઉત્તર ગુજરાતના અંબાજી, પાલનપુર, મહેસાણા સહિત બનાસકાંઠા,સાબરકાંઠા ઉપરાંત આણંદમાં અનેક જગ્યાએ મળી 40થી વધુ શાખા ખોલવામાં આવી હતી. આરોપી સાથે ભાજપના નેતાઓ સાથે સંબંધ હોવાનું બહાર આવ્યું હતું. ભાજપના બનાસકાંઠા જિલ્લા ઉપાધ્યક્ષ સૌરભ ગંગાડિયા પોલીસ સ્ટેશનમાં હાજર હતા.  ભાજપ કાઉન્સિલર અને રાકેશ અગ્રવાલના ભાઇ મુકેશ અગ્રવાલ પણ સાથે હાજર રહ્યા હતા.

પૂરપીડિતના 100થી વધુ ધક્કા

સરકાર માટે શરમ જનક ઘટના છે. બનાસકાંઠા જિલ્લામાં પાછલા વર્ષે ચોમાસામાં બનાસ નદીમાં આવેલા પૂરથી તબાહી થઈ હતી. સરકારે પૂરપીડિતો માટે સહાય જાહેર કરી હતી. એક વર્ષ થવા છતાં કેટલાક પૂરપીડિતો સહાયથી વંચિત છે. થરાદ તાલુકાના ભલાસરા ગામના કેટલાંક લોકોના મકાન તણાઈ ગયા હતા. તેઓ એક વર્ષમાં જિલ્લા પંચાયતથી લઈને કલેક્ટર કચેરીએ 100થી વધુ ધક્કા ખાધા. પણ હજુ સુધી તેને કોઈપણ પ્રકારની સહાય મળી નથી. ગામ લોકોએ નાયબ જિલ્લા વિકાસ અધિકારી અને થરાદના પ્રાંત અધિકારીએ ખોટું પંચનામુ કર્યું હોવાનો આક્ષેપ કર્યો છે. સરકારે જાહેર કરેલી સહાયની રકમ ક્યાં ગઈ તેવો સવાલ ઉઠાવ્યો છે.

જમીન સરવેમાં લોલમલોલ

રાજ્યભરમાં જમીન રિસર્વેની કામગીરીમાં બનાસકાંઠાના થરાદ ખેડૂતોએ જમીન રિસર્વે મુદ્દે મામલતદારને આવેદનપત્ર પાઠવીને રજૂઆત કરી હતી. સેટેલાઈટ સર્વેની કામગીરીથી ખેડૂતોને અન્યાય થયો છે. અને ફરીથી રિસર્વે કામગીરી કરવામાં આવે. આમ સરકારની ખોખલી નીતિ અહીં જોવા મળે છે. જ્યાં એક કંપીનએ ખેડૂતોને પરેશાન કરી મૂક્યા અને સરકારને કરોડોનું નુકસાન થયું છતાં રૂપાણી સરકારે કોઈ પગલાં લીધા નથી.

નર્મદા નહેર બની હાડપિંજર

બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તાર થરાદમાં વરસાદ થયો નથી. છતાં નર્મદાની કેનાલમાં સિંચાઈના પાણી બંધ રખાયા હતા. પાણી માટે ખેડૂતો હવે આક્રમક બન્યા હતા. વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોર 500થી વધુ ખેડૂતો સાથે રસ્તા પર ઉતરી આવ્યાં હતા. કેનાલમાં પાણી છોડવા માટે છેલ્લા કેટલાય દિવસોથી ખેડૂતો સ્થાનિક નર્મદાના અધિકારીઓ અને સત્તાધીશોને રજૂઆતો કરી હતી પણ સરકાર આ ખેડૂતોનું સાંભળતી નથી. રાજ્યના પાણી પૂરવઠા પ્રધાન પરબત પટેલ થરાદનાં છે. તેઓ પણ થરાદના ખેડૂદતોના પ્રશ્નો ઉકેલી શક્યા નથી. તેઓ એક વખત મંચ પર ગબડી પડ્યા ત્યારથી લોકો તેમને હવે વૃદ્ધ નેતા તરીકે જોઈ રહ્યાં છે. શંકર ચૌધરી પર અહીંની પ્રજાને સહેજે પણ ભરોસો નથી. થરાદની આસપાસના 7 ગામોમાં પશુધનને ઘાસચારો મળતો નથી. છે. તેથી ઘાસચારો આપવાની માંગણી માટે મોટી સંખ્યામાં ખેડૂતોએ પ્રાંત કચેરી પર જઇને આવેદન આપ્યું હતું. છતાં સરકાર આજે ઉંઘે છે.

પિવાનું પાણી નહીં પણ મીનરલ વોટર પિઓ

પાણી પૂરવઠા પ્રધાન પરબત પટેલ થરાદ હોવા થતાં થરાદમાં પિવાનું પાણી જુલાઈ 2018માં સરકાર આપી શકતી ન હોવાથી ભાજપના અગ્રણી ચંપકલાલ ત્રિવેદીએ પોતાના ખર્ચે ધરેધરે જઈને બોટલનું મિનરલ પાણી પહોંચાડ્યું હતું. જે ભાજપના ગાંધીનગરના નેતાઓ માટે શરમજનક ઘટના છે. નર્મદા નહેરમાં પાણી બંધ કરી દેવાતા આ હાલત થઈ હતી. નગર પાલિકાએ ટેન્કર દ્વારા પાણી આપવું પડતું રહ્યું છે. ભાજપના અગ્રણી ચંપકલાલ ત્રિવેદી ચૂંટણી લડીને પરાજીત થયા છતાં 100 જેટલાં કુટુંબોને માનરલ પામીની બોટલો આપીને ભાજપના ગાંધીનગરના સત્તાધીશોનું નાક કાપ્યું હતું.

મગફળી કૌભાંડ

શંકર ચૌધરીની બનાસ ડેરી દ્વારા 58 હજાર ખેડૂતોની 29 લાખ બોરી મગફળી ખરીદી અને રૂ.467 કરોડ અપાયા હતા. થરાદ અને કાંકરેજ તાલુકામાં મગફળી કૌભાંડ વધુ થયું હોવાનું બહાર આવ્યું હતું. આ વિસ્તારમાં ખેડૂતોએ મગફળીનું વાવેતર કર્યું ન હોવા છતાં ખરીદ કરવામાં આવી હતી. બનાસ ડેરીના સેન્ટરો પણ મોટાભાગે ભાજપના રાજકીય નેતાઓ અને કાર્યકરોના જ હતા. રાજસ્થાનથી સસ્તા ભાવે મગફળી લાવી સરકારને નુકસાન કરાવવાનું કામ કર્યું હતું. આ કૌભાંડ બાબતે આગાઉ રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ કહ્યું હતું કે, કૌભાંડ કરનારાઓની ખેર નથી. પણ આજ સુધી કોઈની સામે પગલાં ભરાયા નથી.

પુર હોનારત બાદ ભાજપ નેતાઓનું કૌભાંડ

બનાસકાંઠા અને થરાદમાં પુર બાદ નર્મદા કેનાલના સમારકામના કામમાં મોટો ભ્રષ્ટાચાર થયો હોવાનો આક્ષેપ થયો હતો. ભ્રષ્ટાચાર ભાજપના નેતા અને નર્મદા નિગમના અધિકારીઓએ સાથે મળીને કર્યો હોવાનો આક્ષેપ આમ આદમી પાર્ટીએ કર્યો હતો. તેમજ આ પુર હોનારત બાદ થયેલા કરોડોના કામમાં ભ્રષ્ટાચાર થયો હોવાથી તપાસની માંગણી કરી હતી. પણ તે પ્રકરણ ઢાંકી દેવામાં આવ્યું હતું. સમગ્ર કૌભાંડમાં નર્મદા નિગમે નાંખેલી પાણીની પાઈપલાઈન તૂટી કે તણાઈ હોવાનો જણાવીને તેનું સમારકામ કરવામાં આવ્યું હતું. બનાસકાંઠાના થરાદમાં આ સમગ્ર કામ ટેન્ડર વિના આપી દેવામાં આવ્યું હતું. કુલ 2500 જેટલા કામો થયા હતા. જે તમામ કામોના ઓર્ડર સર્કીટ હાઉસમાંથી જ આપી દેવામાં આવ્યા હતા. 10 ફૂટ ઊંડે નાંખેલી પાઈપલાઈન કેવી રીતે તણાઈ ગઈ તેનો જવાબ ભાજપના નેતાઓ આપી શક્યા નથી.

પૂર ગ્રસ્તોએ ભાજપના ઉમેદવારનો વિરોધ કર્યો

બનાસકાંઠાની વાવ-થરાદ બેઠક પર ભાજપના ઉમેદવાર પરબત પટેલનો વિધાનસભાની 2017ની ચૂંટણીમાં દરેક જગ્યાએ વિરોધ થઇ રહ્યો છે. થરાદમાં પૂરની પરિસ્થિતિમાં લોકોને મદદ કરવામાં ધારાસભ્ય નિષ્ફળ ગયા હોવાથી તેમનો વિરોધ થયો હતો. થરાદના નાગલા, ડોડગામ અને ખાનપુર જેવા ગામોમાં હજુ પણ અનેક પીડિતો સહાયથી વંચિત છે. બીજી તરફ થરાદના રસ્તાઓ અને શિક્ષણની કથળતી સ્થિતિ માટે સ્થાનિકો પરબત પટેલને જ જવાબદાર માની રહ્યા હતા.

નર્મદા યાત્રાનો વિરોધ

થરાદ તાલુકાના કળશ લવાણા ગામમાં નર્મદા યાત્રા નો ખેડૂતોએ કર્યો વિરોધ. અપશબ્દો બોલી કેમ આવ્યા કહી ને ધારાસભ્ય પરબત પટેલ અને ભાજપ આગેવાનો નો કર્યો જોરદાર વિરોધ કર્યો હતો. ત્યાંથી ભાજપના નેતાઓએ ભાગી જવું પડ્યું હતું.