દિલીપ પટેલ
સમગ્ર દેશમાં એક કર એક દેશ સૂત્ર મુજબ સમાન કર પધ્ધતિ GST-માલ વેરો ભાજપ સરકારે શરૂ કર્યો હોવા છતાં હજુ પણ ગુજરાતમાં 46 પ્રકારના વેરા લેવામાં આવી રહ્યાં છે. તે બંધ કરવામાં આવ્યા નથી. ખરેખર તો એક જ વેરો GSTથી શરૂ થયો હોવાની ભાજપ સરકારે જાહેર કર્યું છે. તેમ ગુજરાતના જાણીતા આર્થિક પત્રકાર અનિલ પટેલ કહે છે.
લોકો પાસે પૈસા ન રહેવા જોઈએ
વેરા અધિકારીઓ લીગલાઈઝ માફિયા છે. પહેલા ભાઈ લોકો દુબઈથી ફોન કરતાં હતા. હવે અહીં વેરા અધિકારીઓ ફોન કરીને કહે છે કે, તમારે આટલા રૂપિયા સરકારને ચૂકવવાના છે. દુબઈથી ખંડણી વસુલાય છે, અહીં વેરાના નામે ખંડણી વસૂલાઈ રહી છે. પ્રજા પાસે પૈસા ન રહેવા જોઈએ એવું આ સરકાર માની રહી છે અને કરી પણ રહી છે. તેમ તમામ જાણીતા સમાચારપત્રોમાં કામ કરી ચૂકેલાં પત્રકાર અનિલ પટેલે જણાવ્યું હતું.
કાયદાનો બેફામ ઉપયોગ
હરીફ ને ખતમ કરવા માટે મારી ડાયરીમાં કરોડોની એન્ટ્રી કરી દે છે. જેમાં આઈટી પાછળ પડી જાય છે. અને વિભાગ પૈસા પડાવે છે. રીફંડના પ્રશ્નો ઊભા થાય છે. તેનું વ્યાજ સરકાર 18 ટકા આપતી નથી. લોકો પાસેથી 18 ટકા વેરો લે છે. નાના માણસોને તકલીફ થાય છે. સરકારને સાચી લડાઈ આપો તો તમારે ત્યાં વિજળીના દરોડા પડાવીને ખોટો દંડ કરાવે છે. ઈન્ટરનેટ બંધ કરાવી દે છે. નળનું જોડાણ કાપી કાઢ્યા હોવાની ઘટનાઓ બની છે. આવક વેરા કે GSTના દરોડા પડાવે છે.
બે ગણી આવક કરી
ગુજરાતના જાણીતા આર્થિક ક્ષેત્રના પત્રકાર અનિલ પટેલ કહે છે કે, ભારતમાં તમામ સરકારો પોત પોતાની રીતે વ્યવસાય વેરો વસૂલ કરી રહ્યાં છે. જેની ગુજરાતમાં પણ આવક નજીવી છે. GST લાવી દઈને સરકારની આવક બે ગણી કરી દીધી છે. હવે ડાયરેક્ટ ટેક્સ કોડ નામનો નવો વેરો સરકાર લાવી લઈ રહી છે. પ્રજા પાસે પૈસા રહેવા ન જોઈએ એવું આ સરકાર ઈચ્છે છે. સરકાર પણ એવું જ કરી રહી છે.
એક જ વેરો કેમ નહીં
એક જ વેરો રાખવાના બદલે 46 પ્રકારના વેરા હાલ સરકાર છે. લોકો RTOમાં રોડ ટેક્સ ભરે છે, અને તેની ઉપર ટોલ ટેક્સ પણ ભરે છે. તો પછી તમામ વેરા એક કેમ કરતાં નથી. માનો કે એક જ વેરો ન રાખે તો પણ 10 વેરા તો કરો. કૃષિ, રોડ, શિક્ષણ, ઉચ્ચ શિક્ષણ, કૃષિ કલ્યાણ વેરો લેવાય છે. હવે આપત્તિ વેરો આવી રહ્યો છે. પોતાનું એક પોર્ટલ ચલાવતાં અનિલ પટેલે જણાવ્યું હતું.
દરેક વેરો ભરે છે
ટેક્ટ કન્સટ્ન્ટ અને વકિલો કામાઈ રહ્યાં છે. ઈમાનદાર લોકો મુશ્કેલી અનુભવી રહ્યાં છે. દરેક વ્યક્તિ ખરીદી કરે છે તેમાં દરેક પ્રકારના વેરા ભરીને તે ખરીદી કરે છે. જેની 60 ટકા રકમ વેરાની આવક તરીકે સરકાર પાસે જાય છે. 25 રૂપિયાનો સાબુ લો છો તો તેમાં 15 રૂપિયા તો સરકાર વેરા રૂપે લે છે. તેથી દેશનો દરેક નાગરિક, ભલે તે ગરીબ હોય તે પણ વેરો ભરે છે. વેરા સરળ હોવો જોઈએ. લોકો જાતે જ તે વેરો ભરી શકે એવી વ્યવસ્થા હોવી જોઈએ. માત્ર વ્યવસાય જ વેરો નહીં બીજા વેરા પણ તકલીફ કરે છે.
વ્યવસાય વેરો
રાજકોટ વેપારી મંડળે વ્યવસાય વેરા સામે વિરોધ શરૂ કર્યો છે. જો વિજય રૂપાણી સરકાર સમયસર નહીં પગલાં ભરે તો વ્યવસાય વેરાનું આંદોલન તેમને ઘણ આંગણેથી શરૂ થશે. તે રાજકીય સ્વરૂપ પણ પકડી શકે તેમ છે. ગુજરાત સરકાર દ્વારા રાજયના વેપાર ઉદ્યોગ પર જે વ્યવસાય વેરો લાદવામાં આવ્યો છે. તેમાં આ વેરાની આવક સરકારને નજીવી થાય છે. પરંતુ વેપાર ઉદ્યોગ એકમોને વહીવટી પ્રક્રિયાનો ઘણો બોજો સહન કરવો પડે છે. પરિણામે વેપાર ઉદ્યોગમાં ઘણી નારાજગી પ્રવર્તે છે. તે બાબત મુખ્યમંત્રી વિજયભાઈ ‚પાણીના ધ્યાન ઉપર મૂકી રાજયના વેપાર ઉદ્યોગ પરથી વ્યવસાય વેરો નાબુદ કરવા રજૂઆત કરી છે.
માત્ર 150 કરોડનો પ્રોફેશનલ ટેક્સ
વ્યવસાય વેરો વેપાર ઉદ્યોગ પર વધારાના બોજરૂપ હોવાનું જાહેર કરી દેશના ઘણા વિકાસશીલ રાજયોએ અપનાવેલો નથી ગુજરાત રાજયને વ્યવસાય વેરાની વેપાર ઉદ્યોગ પાસેથી મહેસુલીક આવક માત્ર રૂ.150 કરોડ આસપાસની થાય છે. ત્યારે આટલી નજીવી મહેસૂલી આવક જતી કરાય તો નાના વ્યવસાય કરનારા, નોકરિયાતો, વેપાર ઉદ્યોગ વર્ગને ઘણી મોટી વહીવટી રાહત મળી શકે તેમ છે. ગુજરાત રાજયમાં વ્યવસાય વેરાની વસુલાત સામાન કર પધ્ધતિ જીએસટીના કેન્દ્ર સરકારના મુળભૂત ઉદેશો સુશંગત નથી. આથી ગુજરાત રાજયના વેપાર ઉદ્યોગ પરનો વ્યવસાય વેરો નાબુદ કરવાની લાંબા સમયની માંગણી અંગે તુરત નિર્ણય લેવા મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત કરી છે.
મિલકત જપ્ત કરાય છે, વેરાનો ત્રાસવાદ
રાજ્યના 250 શહેરો વ્યવસાય વેરો વસુલે છે ત્યારે અંગ્રેજ સરકાર કરતાં પણ વધારે જુલમ કરે છે. સરદાર પટેલે ખેડા અને બારડોલીમાં અને ગાંધીજીએ મીઠાના વેરા સામે આંદોલનો કર્યા હતા. હવે ગુજરાતની પ્રજા પણ વેરાઓતા ત્રાસવાદથી પીડાઈ રહી છે. વ્યવસાય વેરા જેવી નાની વસ્તુ માટે અનેક શહેરોમાં લોકોની મિકલતો જપ્ત કરી દેવા માટે નગરપાલિકાના પ્રમુખો જાહેરમાં સમાચાર પત્રોમાં વારંવાર ધમકી આપતાં નિવેદનો કરે છે કે, જો વ્યાવસાય વેરો નહીં ભર્યો તો તમારી મિલકતો જપ્ત કરીશું. જો તમે મિલકત વેરો નહીં ભર્યો તો તમારી મિલકતોની હરાજી કરીશું. પાણી અને નળ જોડાણ કાપી કાઢીશું. તો પછી અંગ્રેજો અને આજની લોકો દ્વારા ચૂંટાતી સરકાર વચ્ચે શું ફર્ક છે. ગાંધીજી અને સરકારે જે કંઈ કર્યું તે ગુજરાતની પ્રજા છુટક છુટક રીતે રોજ કરી રહી છે. પણ કોંગ્રેસ જેવી નિંભર પાર્ટી મૌન ધારણ કરીને બેઠી છે.
સ્થાનિક સત્તાને વસુલાતની સત્તા
મહારાષ્ટ્ર, ગુજરાત, તામિલનાડુ અને કર્ણાટક જેવા રાજ્યો અને અનેક મ્યુનિસિપલ કોર્પોરેશનો દ્વારા લેવાતા વ્યાવસાયિક વેરાની ટોચ મર્યાદા અંગે નિર્ણય લેવાની સત્તા રાજ્યોને આપવા કેંદ્ર સરકાર વિચારી રહી છે. રાજ્યોને આર્થિક રીતે સદ્ધર બનાવવાનો ઉદ્દેશ આ પગલાં પાછળ રહેલો છે. બંધારણ હેઠળ રાજ્યો અને મ્યુનિસિપલ કોર્પોરેશનોને ટેક્સ લાદવાની સત્તા છે પરંતુ હાલમાં રૂપિયા 2500ની વાર્ષિક મર્યાદા કેંદ્રે નક્કી કરેલી છે. નોકરિયાતો પાસેથી અને અમુક કિસ્સામાં વ્યાવસાયિકો પાસેથી આ ટેક્સ લેવામાં આવે છે.
વ્યવસ્ય વેરાના સ્લેબ
ઘણા રાજ્યોમાં સ્લેબ રાખવામાં આવે છે. તદનુસાર ટેક્સના ઊંચા માળખામાં આવતા લોકોએ દર મહિને રૂા.200 આપવાના રહે છે. રાજ્યો દ્વારા વસૂલ કરવામાં આવતો આ ટેક્સ આખરે તો મ્યુનિસિપલ કોર્પોરેશનોને આપવામાં આવે છે. રાજ્યોની નાણાકીય સ્થિતિ સુધારવા વેરાની રકમ વધારીને વાર્ષિક રૂા.14000 કરવાની ભલામણ 14મા નાણા પંચે કરી છે. ભૂતપૂર્વ ચીફ જસ્ટિસ મદન મોહન પંછીના નેતૃત્વ હેઠળના કેંદ્ર – રાજ્યના સંબંધો અંગેના પંચે પણ આ મર્યાદામાં સુધારા વધારા કરવા અંગે ટેકો આપ્યો હતો. વધી રહેલા વેતનના સ્તરને ધ્યાનમાં લેતા રાજ્યો અને મ્યુનિસિપલ કોર્પોરેશનો દ્વારા ઊભી કરાતી આવકને આ મર્યાદાએ મર્યાદિત કરી છે. આ મર્યાદા સદંતર ઉઠાવી લેવા બંધારણમાં સુધારો કરવાની ભલામણ પણ આ પંચે કરી હતી.