નર્મદાના 13 ગામના સરપંચોએ મોદીને લખેલા ખુલ્લા પત્રનો જવાબ મળ્યો નહીં

31મી ઓક્ટોબરે મોદીનો ડ્રિમ પ્રોજેકટ વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા 182 મીટરની સ્ટેચ્યુ ઓફ યુનિટીનું લોકાર્પણ કરવાનું હતું તે પહેલાં 29 ઓક્ટોબર 2018માં સ્ટેચ્યુ ઓફ યુનિટી આસપાસના વઘરાલી, નાઘાતપોર, ઝેર(ઉપસરપંચ)કારેલી, ઉંડવા, ખડગદા, વાંસલા, ઓરપા, પંચલા, સમારીયા, વાગડીયા, ગાડકોઈ અને મોટીરાવલ સહિત 13 ગામના સરપંચોએ 31મી ઓક્ટોબરે સ્ટેચ્યુ ઓફ યુનિટીના લોકાર્પણમાં નહિ આવવા નર્મદાના 13 ગામના સરપંચોએ મોદીને ખુલ્લો પત્ર લખ્યો હતો. જેનો આજ સુધી કોઈ જવાબ મળ્યો નથી.

શું હતો તે પત્ર

વડાપ્રધાન શ્રી

સરદાર સરોવર બંધ,સ્ટેચ્યુ ઓફ યુનિટી અને વિયર ડેમ જેવા બાંધકામ બાદ આ વિસ્તારની નદીઓની હાલત જોઈ અમારી આંતરડી કકડે છે.તમે અને તમારી સાથેની કંપની પ્રાકૃતિક સંશોધનોનું શોષણ કરી વેપાર કરો છો.સરદાર સરોવર ડેમ,સ્ટેચ્યુ ઓફ યુનિટી અને વિયર ડેમ બન્યા બાદ અસરગ્રસ્તોને પડતી સિંચાઈ,પીવાના પાણીની તકલીફો અને રોજગારી મુદ્દે આ પત્રમાં એમણે દુઃખ વ્યક્ત કર્યું હતું. વધુમાં જણાવ્યું છે કે અમે જ્યારે પણ અમારા અધિકારોની વાત કરીએ તો પોલીસ અમારા પર દમનનો માર્ગ અપનાવે છે,તમે આખી દુનિયાની મનની વાત સાંભળો તો અમારા મનની વેદના પણ તમારે સાંભળવી પડે.સરદાર પટેલની આ પ્રતિમામા જો ઈશ્વરીય ચમત્કારથી જો પ્રાણ પુરાય અને સરદાર પટેલ અમારી સાથે થયેલા અન્યાય અને પ્રકૃતિનો વિનાશ જોવે તો સરદાર પટેલ પણ લોહીના આંશુથી રડી પડશે.અમારા વિસ્તારમાં શાળાઓ,દવાખાનાઓ અને રસ્તાઓની સુવિધા નથી અને તમે કરોડોના ખર્ચે સમારંભો યોજો છો.ભારત દેશના નાગરિકોના લોહીની કમાણીના રૂપિયાનો વેડફાટ બંધ કરો.સરદાર પટેલે તો ખેતી અને ખેડૂતોને બચાવવા અન્યાય સામે લડત ઉપાડી હતી,પણ તમારા કર્યો સરદાર પટેલને અડે એમ પણ નથી.અમે સૌ ગામ લોકો મક્કમતા અને દુઃખ સાથે જણાવીએ છે કે એમ તો મહેમાનોનું સ્વાગત કરવું જોઈએ પણ 31મી એ અમે તમને આવકારતા નથી,વણનોતર્યા અને વણજોઈતા મહેમાનની જેમ આવવું હોય તો પણ તમારું અહીં સ્વાગત નથી.