વિકસીત થયેલા પિયત વિસ્તારની સામે ઓછી થયેલ સિંચાઇ વિસ્તાર અંગે સ્પષ્ટતા કરતાં નાયબ સરદાર સરોવર યોજના થકી કુલ ૧૮.૪૫ લાખ હેક્ટર પિયત વિસ્તારમાં વાર્ષિક ૧૭.૯૨ લાખ હેક્ટર વિસ્તારમાં સિંચાઇની જોગવાઇ ઉપલબ્ધ કરાઇ છે. જૂન-૧૮ સુધીમાં પ્રશાખા નહેરો સુધીના કામો પૂર્ણ કરીને ૧૬.૧૧ લાખ હેક્ટર વિસ્તારમાં સિંચાઇ ક્ષમતા વિકસીત થઇ છે. નર્મદા પિયત વિસ્તારમાં પાણીની ઉપલબ્ધતાના આધારે ખેડૂતોની માંગણી મુજબ સિંચાઇનું પાણી પુરૂં પાડવમાં આવે છે. માર્ચ-૨૦૧૯ સુધીમાં પ્રશાખા નહેરો સુધીના કામો પૂર્ણ કરી ૧૬.૩૮ લાખ હેક્ટર વિસ્તારમાં સિંચાઇ ક્ષમતા વિકસીત થઇ છે. એ જ રીતે વર્ષ ૨૦૧૮-૧૯માં ૧૦.૬૭ લાખ હેક્ટર વિસ્તારમાં સિંચાઇનો લાભ ખેડૂતોએ લીધો છે. રાજ્ય સરકારની હકારાત્મક નીતિ અને નક્કર આયોજનના પરિણામે સિંચાઇ વિસ્તારમાં ઉત્તરોત્તર વધારો થયો છે. તેમ નર્મદા પ્રધાન નીતિન પટેલે ગુજરાત વિધાનસભામાં જાહેર કર્યું હતું.