નાફેડે મહારાષ્ટ્રમાં ડૂંગળી ખરીદ કરી ગુજરતામાં નહીં

નાફેડે ચાલું સિઝનમાં મહારાષ્ટ્રમાંથી ૩૦,૦૦૦ ટન ડુંગળીની ખરીદી કરી છે. પણ ગુજરાતના ખેડૂતોએ ડુંગળી પશુઓને ખવડાવી દીધી અને રસ્તા પર ફેંકી દીધી હોવા છતાં ગુજરાત સરકારે ભાવનગરથી ડૂંગળી ખરીદ કરી નથી.

આ સાથે રાજ્યના ૪૫,૦૦૦ ટન ડુંગળીના લક્ષ્યાંકને સ્પર્શવાની ધારણા છે. મહારાષ્ટ્રમાં ખેડૂતો ઉત્પાદક કંપનીઓની ટોચની બોડી મહા-એફપીસીએ આ પ્રાપ્તિ દરમિયાન મુખ્ય ભૂમિકા ભજવી છે, જેને તેના કુલ ૨૦,૦૦૦ ટનના લક્ષ્યાંકની સપાટીએ પ્રાપ્તિ કરી છે. વેપારીઓ આક્રમક બનતા ભાવમાં વધારો થયો છે, આ સાથે ખેડૂતોએ પણ ભાવમાં વધારો થવાની ધારણાએ ડુંગળીનો સંગ્રહ કરવાનું શરૂ કર્યું છે. જો કે, નાફેડ હાલમાં ધીમી ગતિએ આગળ વધી રહી છે, પરંતુ તે તેના લક્ષ્યાંકને પાર કરશે. સંતે વધુમાં જણાવતાં કહ્યું કે, અમારી પાસે હજી પણ એક મહિનો છે. ગુરુવારના રોજ ૧૦,૦૦૦ ક્વિન્ટલ ડુંગળીનું બજારમાં આગમન થયું હતું, જેના મોડેલ ભાવ પ્રતિ ક્વિન્ટલ રૂ.૧૧૦૦ જેટલા જોવા મળ્યા હતા. બુધવારના રોજ બજારમાં ૧૭,૫૧૫ ક્વિન્ટલ ડુંગળી પ્રવેશી હતી, જેના ભાવ રૂ.૧૧૨૦ ની આસપાસ જોવા મળ્યા હતા. આ વર્ષે, સરકારે ડુંગળી માટે ૫૦,૦૦૦ ટનનો બફર સ્ટોક રાખવાનો નિર્ણય કર્યો છે. બજારોના અહેવાલ અનુસાર, ગયા વર્ષે નાફેડ દ્વારા ખરીદી કર્યા પછી ડુગંળીના ભાવમાં ૩૦ ટકાનો વધારો થયો હતો. નાફેડે સંગ્રહ માટે રાજ્ય અને કેન્દ્રના વેરહાઉસિંગ સાથે કરારો કર્યા છે. કેન્દ્રીય કૃષિ મંત્રાલયે વર્ષ ૨૦૧૩-૧૪ અને વર્ષ ૨૦૧૭-૧૮ના સમયગાળાની સરખામણીમાં ઉત્પાદનમાં વધારો થવાનો અંદાજ કર્યો છે.

ગુજરાતમાં 2018માં પણ આવી જ ખરાબ હાલત હતી.

19 મે 2018માં ડુંગળીના ભાવ એક કિલોએ રૂ.1 થઈ ગયો હતો. ગુજરાતના ખેડૂતની આવક બે ગણી થવાના બદલે અડધી થઈ ગઈ હતી. ડુંગળીનો ભાવ સાવ તળીએ આવી જતાં ખેડૂતો તેમનો પાક પશુને ખવડાવી દીધી હતી. લોકોને મફત આપી હતી. ખેડૂતો રડતા હતા. 20 કિલોના ભાવ રૂ.20થી 40 જેવા મળી રહ્યાં હોવાથી તે ખેતરમાંથી કાઢવાની મજૂરી વધારે ચૂકવવી પડી રહી છે. ખેડૂતને 20 કિલોનો રૂ.125નો ભાવ હોય તો જ તેમને પોષાય તેમ છે. એક મણે ખેડૂતોને રૂ.70નું ખર્ચ થાય છે. કેન્દ્રની ભાજપ સરકારે અને ગુજરાતની ભાજપ સરકારે નિકાસ માટે છૂટ ન આપતાં અને પાકિસ્તારમાં ડૂંગળી નિકાસ કરવાની મંજૂરી ન આપતાં અને પાકિસ્તાનથી ખાંડ આયાત કરવાની છૂટ આપતા આવી સ્થિતી થઈ હતી. બે રૂપિયે કિલો પડતી ડૂંગળી શહેરી બજારમાં પહોંચે ત્યારે રૂ.20નો એક કિલો થઈ જાય છે.

એક હેક્ટર દીઠ 28,000 કિલો ડૂંગળીનું ઉત્પાદન

મહુવા, રાજકોટ, ગોંડલ, જામનગર, જામજોધપુર, ઉપલેટા, ધોરાજી જેવા માર્કેટ યાર્ડમાં ડૂંગળી સૌથી વધારે આવે છે. ગયા વર્ષે એક હેક્ટરે ખેડૂતોને રૂ.50 હજારથી વધારેની નુકસાન થયું હતું જે આ વખતે નુકસાન વધશે. હેક્ટરે સરેરાશ 27,964 કિલોનું ઉત્પાદન મળે છે. સૌથી વધારે ડુંગળી ભાવનગરમાં 36100 હેકટરમાં ઉગાડાય છે. બીજા ક્રમે રાજકોટ 8700, અમરેલી 5900 હેક્ટર આવે છે. જામનગર 4300, કચ્છ 1600 હેક્ટર લગભગ હોય છે.