છેલ્લા છ વર્ષમાં દેશની અર્થવ્યવસ્થા સૌથી વધુ કથળી
નવી દિલ્હી
પૂર્વ પ્રધાનમંત્રી મનમોહનસિંહે દેશની આર્થિક હાલાત અંગે ચિંતા વ્યકત કરી છે. શુક્રવારે દિલ્હી સ્થિત જવાહર ભવનમાં અર્થ વ્યવસ્થા પર આયોજીત રાષ્ટ્રીય સંમેલનમાં મનમોહનસિંહે કહ્યુ કે કોઈ પણ રાષ્ટ્રના સમાજને અર્થવ્યવસ્થાથી અલગ કરી શકાય નહી.
મનમોહનસિંહે આ નિવેદન એ સમયે આપ્યુ છે જયારે દેશનો જીડીપી 4.5 ટકા પર આવી ગયો છે. એક વર્ષ પહેલા આર્થિક વૃધ્ધિ દર 7 ટકા હતો. આ આંકડાનો ઉલ્લેખ કરતા મનમોહનસિંહે કહ્યુ કે જીડીપીનો નીચો ગયેલો દર ચિંતાજનક છે. આપણા દેશમાં જીડીપી 8 થી 9 ટકા સુધી પહોંચી શકે છે. આજે દેશમાં ડરનો માહોલ છે. ઘણા ઉધોગપતિઓ સરકારી અધિકારીઓની હેરાનગતિ અંગે મને ફરિયાદ કરતા હોય છે. વિપરીત પરિણામો અને અસફળતાના ડરથી સાહસિકો નવો પ્રોજેકટ શરુ કરતા અચકાય છે. આર્થિક વિકાસ અને નોકરીઓની દ્રષ્ટિએ મહત્વપૂર્ણ સ્ટાર્ટ અપ પર સંકટના વાદળો ઘેરાઈ રહ્યા છે.
આજે સરકારી પદો પર તૈનાત પોલિસી મેકર્સ અને સંસ્થાઓ આર્થિક હાલતો પર બોલતા ડરી રહી છે. મીડિયા,ન્યાય પાલિકા, તપાસ એંજન્સીઓ જેવી સ્વતંત્ર સંસ્થાઓ પરથી પ્રજાનો વિશ્વાસ ઉઠી ગયો છે. અવિશ્વાસ, વધતો ડર અને સમાજની આ નિરાશા દેશની આર્થિક ગતિવિધિને પણ પ્રભાવિત કરી રહી છે. દેશની અર્થ વ્યવ્સ્થાની સ્થિતી પણ તે દેશની સામાજીક સ્થિતીનું જ પ્રતિબિંબ છે. દેશની અર્થ વ્યવ્સ્થાએ વિવિધ સંસ્થાઓ વચ્ચે આદાન-પ્રદાન અને સામાજીક સંબંધોનું કાર્ય છે.
માત્ર પીઆરથી દેશની અર્થવ્યવ્સ્થા ચાલતી નથી
પૂર્વ પ્રધાનમંત્રી મનમોહનસિંહે ધ હિન્દુના એક લેખમાં પણ કેન્દ્ર સરકારની આર્થિક નીતિઓ અને દેશની અર્થવ્યવ્સ્થાની આલોચના કરી હતી. જેમાં તેમણે લખ્યુ છે કે દેશમાં જીડીપીનો દર સૌથી નીચો ગયો છે. બેરોજગારી 45 વર્ષમાં સૌથી વધુ જોવા મળે છે. છેલ્લા ચાર દાયકામાં ઘરેલુ ઉત્પાદનનો દર પણ સૌથી નીચો ગયો છે તથા વીજ ઉત્પાદન પણ 15 વર્ષમાં સૌથી ઓછુ છે.
કેન્દ્ર સરકારની આર્થિક નીતિઓની આકરી ટીકા કરતા મનમોહનસિંહે આ લેખમાં વધુમાં લખ્યુ છે કે આપણી આર્થિક વ્યવ્સ્થા ત્રણ ટ્રિલીયન ડોલરની આર્થિક તાકાત ધરાવે છે જે મુખ્યત્વે ખાનગી ક્ષેત્રો દ્વારા સંચાલિત છે. આ કોઈ નાની અર્થ વ્યવ્સ્થા નથી કે જેને પોતાની મરજીથી ચલાવવામાં આવે. દેશની અર્થ વ્યવ્સ્થા માત્ર રંગીન શિર્ષકો અને પીઆરથી નથી ચાલતી.
અર્થવ્યવ્સ્થા અંગે અગાઉ પણ કરી આલોચના
કેન્દ્રની આર્થિક નીતિ-રીતિ અંગે મનમોહનસિંહે આ અગાઉ પણ આલોચના કરી છે. આ વર્ષના સપ્ટેમ્બર માસમાં તેમણે સરકારની આલોચના કરી હતી અને કહ્યુ હતુ કે અર્થવ્યવ્સ્થાની હાલત ખુબ જ ચિંતાજનક છે. નોટબંધી અને ઉતાવળા પગલે દાખલ કરવામાં આવેલી જીએસટીને કારણે અર્થવ્યવ્સ્થાને ખુબ નુકશાન થયુ છે. સરકારની અણઘડ નીતિને કારણે જીડીપીનો રેટ ઘટયો છે. ટેકસનો આતંકવાદ હજુ પણ શરુ જ છે. મોદી સરકારની નીતિને કારણે નોકરીઓ મળવાને બદલે જાય છે. ઓટો સેકટરમાં લાખો નોકરીઓ ચાલી ગઈ છે. ગ્રામ્ય ભારતમાં તો આનાથી પણ વધુ ખરાબ હાલત છે. સંવિધાનિક સંસ્થાઓની સ્વતંત્રતાને ખતમ કરવામાં આવી રહી છે.
ભારતિય અર્થવ્યવ્સ્થાની છ વર્ષમાં સૌથી વધુ ખરાબ હાલત
ભારતિય અર્થ વ્યવસ્થાને લઈને ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે. શુક્રવારે સામે આવેલા સતાવાર આંકડા પ્રમાણે ભારતિય અર્થ વ્યવ્સથાનો દર જુલાઈ અને સપ્ટેમ્બરના સમયમાં છ વર્ષમાં સૌથી નીચો જોવા મળ્યો છે. 2018ના જુલાઈ સપ્ટેમ્બરની વચ્ચે દેશની જીડીપી 7 ટકા હતી. આ પહેલા 2013ના જાન્યુઆરી-માર્ચના સમયમાં સૌથી 4.3 ટકા સાથે સૌથી ઓછી જીડીપી જોવા મળી હતી