નર્મદામાં નોન આલ્કોહોલિક બિયર વેચતી 3 દુકાનો પર પોલીસે દરોડો પાડી બંધ કરાવી હતી. સરદાર પટેલનું વિશ્વનું સૌથી ઊંચું પુતળું કેવડિયા ખાતે બન્યા બાદ અહીં આલ્કોહોલનું પ્રમાણ વધ્યું છે. લોકો એવું માનવા લાગ્યા છે કે, સરકાર કેન્દ્રશાસિત પ્રદેશ જાહેર કરશે. તેથી દરેક સ્થળે નોન આલ્કોહોલિક બિયર શોપ્સ ખુલી ગઇ છે. તેથી દરોડો પાડીને બિયારોના પણ સેમ્પલ લઇને લેબોરેટરીમાં ચકાસણી માટે મોકલી આપવામાં આવ્યા છે.
બિયર અને નોન આલ્કોહોલીક બિયર
ભારતમાં સૌથી મોટો કન્ઝયુમર બેઝ હોવા છતાં વિવિધ કારણોસર તેનો ત્યાગ કરવામાં આવ્યો છે. બદલાતા જતા વપરાશના ટ્રેન્ડ અને ટિનેજરમાં વધતી જતી માંગ પણ જવાબદાર છે.બિયરમાં 1.2 ટકાથી 8 ટકા સુધી આલ્કોહોલ હોય છે, જયારે નોન-આલ્કોહોલિક બિયરમાં 0.05 ટકા આલ્કોહોલ હોય છે. કિંગફિશર, લંડન પિલ્સનર અને હેઈનિકેન નોન આલ્કોહોલીક બિયર આલ્કોહોલ મુકત છે, જે તાજા જવ અને કુદરતી લેમન જયુસમાંથી બનેલી છે.
કાનુની પગલાં લઈ શકાતા નથી
પોલીસ તેમની સામે કાયદાકીય પગલાં લઈ શકતી નથી. ગુજરાતમાં હવે આવો બિયર વેચાય છે. તેથી પોલીસે કોઈ ગુનો નોંધ્યો નથી. નર્મદાના દુકાનદારો પાસેના લાઇસન્સ પણ ચેક કર્યાં હતા. ફરી શોપ નહીં ખુલે એની ખાતરી લીધી હતી. કોઈની સામે ગુનો દાખલ કર્યો નથી. જો ગુનો ન હતો તો તેમની દુકાનો બંધ કેમ કરાવી તે પ્રશ્ન પૂછવામાં આવી રહ્યો છે. અહીં નીલકંઠ ધામ પર ઠેર ઠેર નોન આલ્કોહોલિક બિયર શોપો ખુલી ગયા હતા. નોનઆલ્કોહોલીક બિયર શોપના બેનરો તોડીને વેપારીઓને આ પ્રમાણે જાહેરમાં બિયરના બોર્ડ લગાવી નહિ વેચવા સૂચના આપવામાં આવી હતી. ગુનો દાખલ નહીં કરીને બિઅર શોપના નામે વેપાર કરતા હોવાથી પોલીસે હાલ પૂરતું આ બેનરો તોડી સંતોષ માન્યો છે. જાહેરમાં બિયરના બોર્ડ લગાવી નહિ વેચવા સૂચના આપવામાં આવી હતી.
ગુજરાતમાં બિયર વોર
ભારતની બે સૌથી મોટી બિયર ઉત્પાદન કંપનીઆે હેઈનિકેનની માલિકીની યુનાઈટેડ બ્રુઅરીઝ અને એનહોઝર બસ્ક ઈનબેવ વચ્ચે ગુજરાતમાં નોન-આલ્કોહોલિક બિયર વેચવા હરીફાઈ શરૂ થઈ છે. ગુજરાતમાં હંમેશાથી દારૂબંધી રહી છે. યુબીએ ગુજરાતમાં નોન-આલ્કોહોલિક બિયર કિંગફિશર રેડલર રજૂ કર્યો છે. તેની સામે એબી ઈનબેવ પણ ગુજરાતમાં પ્રવેશ કર્યો છે.
ગુજરાત સૌથી મોટું બજાર
દેશમાં સૌથી મોટું નોન-આલ્કોહોલિક બિયર માર્કેટ ગુજરાતમાં છે. તેથી બિયર કંપનીઓ અહીં આવી રહી છે. મોટા ભાગે છૂટક વેપારીઓ દ્વારા આ પીણું વેચાય છે. ગુજરાતમાં બિયરનો નશો કરવા દમણ, દીવ, મધ્ય પ્રદેશ અને આબુથી માલ આવે છે. અહીં કાયદેસર કોઈ આલ્કોહોલિક ડિન્ક્સ ન હોવાથી લોકો નોનઆલ્કોહોલીક બિયર પી રહ્યાં છે. હાલમાં આયાત પણ કરાય છે. તે માેંઘી પડે છે, યોગ્ય વિતરણ થતું નથી. આ ઉપરાંત તેમાં બિયરનો એવો સ્વાદ મળે છે જે લોકોને પસંદ નથી.
25 ટકા હિસ્સો ગુજરાતનો
કિંગફિશર રેડલર તેના નોન-આલ્કોહોલિક અને આેછી કેલરી ધરાવતાં પીણાંને દેશભરમાં સૌ પ્રથમ ગુજરાતમાં નવરાત્રી દરમિયાન લોન્ચ કર્યું હતું. સામાન્ય રીતે બજારમાં મળતાં સોફટડિ પીણા કરતાં આ પ્રાેડકટમાં 30 ટકા આેછી ખાંડ છે. નેચરલ માલ્ટ બેઝ છે. ભારતમાં વેચાણનો કુલ 25 ટકા હિસ્સો ગુજરાતનો છે. વૈશ્વિક સ્તરે નોન-આલ્કોહોલિક બિયરનું માર્કેટ 2024 સુધીમાં 25 અબજ ડોલરને પાર કરી જાય તેવી શકયતા છે. ભારતમાં કૂલ બિયર માર્કેટમાં આવી પ્રાેકડટનો હિસ્સો એક ટકા કરતાં પણ આેછો છે.