પત્રકાર નીલેશ સવાણીએ કહી દીધું, મોદીની દાદાગીરી વચ્ચે તેમની શરતથી ઈન્ટરવ્યુ નહીં જ થાય

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પાંચ વર્ષમાં એકપણ પત્રકાર પરિષદ કરી નથી. તેઓ પત્રકારોને પોતાના ખિસ્સાનું પર્સ સમજે છે. તેઓ મનગમતા ચાપલુસીયા અને મોદીના પગના તાળીયા ચાટતા અને ભ્રષ્ટાચારની લાળ ટપકાવતાં ટીવી અને અખબારોના પુંછડી પટપટાવતાં કેટલાક ભ્રષ્ટ માલીકો અને એવાજ તેના ઢોંગી પત્રકારો સ્પોન્સર ઈન્ટરવ્યુ લે છે. જેના કરોડો રૃપિયામાં શોદા થતાં હોય છે તે કોબ્રાપોસ્ટના સ્ટીંગ ઓપરેશનમાં બહાર આવી ચૂક્યું છે એટલે ગુજરાત સમાચાર સિવાય કોઈ તેને પડકારી શકે તેમ નથી. પણ ગુજરાતમાં એક એવા સ્વમાની પત્રકાર નીલેશ સવાણી છે જેણે મોદીને સ્પષ્ટ કહી દીધું હતું કે તમે કહેશો તેમ નહીં થાય. હું પત્રકાર છું અને મને જેમ લાગશે તેમ કરીશ. તમે કહેશો તેમ નહીં. આ વાત સાથે ઈટીવી નીલેશની સાથે ઊભું રહ્યું અને એક ધમંડી મુખ્ય પ્રધાનની હાર થઇ હતી. જ્યાં સુધી નીલેશ જેવા પત્રકાર છે ત્યાં સુધી મિડિયા આઝાદ છે. પણ નીલેશ સવાણી જેવા સ્વતંત્રતા ઝંખતા, વાણી સ્વતંત્રતા ઝંખતા પત્રકારોને માલીકો 10 આંગળીના વેઢે ગણાય એટલા બચ્યા છે.

નીલેશ સવાણીની ફેસબુક facebook વોલ પર તેમણે લખેલા ઈન્સ્ટંટ આર્ટીકલ  તેમની મંજૂરીથી અંહીં અક્ષરશઃ મૂક્યો છે. કોઈ વાંચકને નીલેશની વાત પસંદ આવે તો તેમની વોલ પર જઈને અભિનંદન આપી શકે છે. અનેક લોકોએ તેમની વાતમાં સૂર પુરાવ્યો છે.

“પાંચ વર્ષમાં એકાદ કિસ્સાને બાદ કરતા કોઈને ઈન્ટરવ્યુ નહિ આપનાર નરેન્દ્ર મોદી અત્યારે “ભરાયા છે” એવા વાતાવરણ વચ્ચે બધાને સામેથી બોલાવી બોલાવીને પોતાના જાત જાતના ઈન્ટરવ્યુ કરાવી રહ્યા છે ત્યારે
નરેન્દ્ર મોદી અને મીડિયાનો ‘ઉપયોગ’ કરવાની તેમની કળા વિશે
સ્વ અનુભવની એક વાત.

ઈ ટીવી ગુજરાતી માટે હું, ‘સંવાદ’ નામનો ચેટ શો પ્રોડયુસ કરતો હતો. મોદી તે વખતે મુખ્યમંત્રી હતા એટલે આ શો માટે તેમને સ્વાભાવિક રીતે જ ઈન્વાઈટ કર્યા. સીએમ ઑફિસમાંથી મેસેજ મળ્યો- સાહેબ, હમણાં બીઝી છે. એ પછી પણ બે-ત્રણ વખત ફોલોઅપ કર્યું. પણ સાહેબ બીઝી જ હતા. પછી મેં ફોલોઅપ કરવાનું બંધ કર્યું, કારણકે નખરા કરતા લોકોને ભાવ આપવો નહી એવો સ્વભાવ છે! એ વ્યક્તિ પછી ગમ્મે તે હોય!

હકીકત એ હતી કે તે વખતે સામાન્ય સંજોગોમાં ઈ ટીવી જેવી લોકપ્રિય ચેનલ પર ઈન્ટરવ્યુ આપવામાં સાહેબને કોઈ ફાયદો દેખાતો નહોતો. પણ ૨૦૦૫ ના વર્ષમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પેારેશનની ચૂંટણી આવી. કોર્પેારેશનની ચૂંટણી હોવા છતા તે વખતની રાજકીય પરિસ્થિતિ પ્રમાણે મોદી માટે પ્રતિષ્ઠાનો પ્રશ્ન હતો. શો નો એંકર પણ ઉત્સાહી હતો. એને મોદીનો ઈન્ટરવ્યુ કરવામાં વિશેષ રસ હતો. એણે પોતાની રીતે ફોલોઅપ ચાલુ રાખ્યું હતું. પણ જેવી કોર્પેારેશનની ચૂંટણી આવી કે તે સમયે અત્યંત બીઝી રહેતા સાહેબને ચૂંટણીના બીઝી શીડયુલમાં સામેથી યાદ આવ્યું કે હવે ઈ ટીવી જેવા મજબૂત મીડીયા પ્લેટફોર્મનો ઉપયોગ કરી લઈએ! મેસેજ આવ્યો કે સાહેબ ઈન્ટરવ્યુ માટે હવે તૈયાર છે.

પણ….. એક શરત છે કે આ ઈન્ટરવ્યુ મતદાનના બે દિવસ પહેલા ટેલિકાસ્ટ કરવો. હવે-આ મેસેજ આપવાવાળાની નાદાની એ કે એને ખબર નહી કે ખોટી જગ્યાએ આ શરત મુકી દીધી! બીજી સેકન્ડે મેં મારો નિર્ણય જણાવ્યો કે આ એપિસોડ ટેલિકાસ્ટ ક્યારે કરવો એ અમે નકકી કરીશું, મોદી નહી! અને બબાલ ચાલું થઈ.

ઑફિસ પોલીટીકસમાં ઘણા લોકો આવી તકની રાહ જોઈને બેઠા હોય છે. પણ પ્રોગ્રામ પ્રોડયુસર તરીકે મેં નક્કી કર્ય હતું કે મને કોઈ ડિકટેટ નહિ કરે! આખરે વાત રમતી રમતી ગઈ હેડ ઓફીસ- રામોજી ફિલ્મ સીટી, હૈૈદરાબાદ. એ પછી મને જે મેસેજ મળ્યો એ એવો હતો કે – ‘ઈટીવીની બાર ચેનલના ચીફ પ્રોડયુસરે કીધું છે કે પ્રોગ્રામિંગ ટીમ જો કર રહી હે વો બરાબર હે. કોઈ પ્રોગ્રામ કબ ટેલિકાસ્ટ કરના હે વો હમ હી ડીસાઈડ કરેંગે. નિલેશબાબુ જો કર રહે હેં વો બરાબર હે!’ અને એ તમામ દાદાગીરી વચ્ચે હવે આ શરત સાથે ઈન્ટરવ્યુ નહી જ થાય એ નક્કી થઈ જ ગયું.

આ યાદ આવવાનું કારણ એ છે કે પોતાને મોટી ચેનલ અને મોટા પત્રકાર કહેવડાવવા વાળા સ્વમાન બાજુએ મૂકીને પોતાનો “ઉપયોગ” શું કામ થવા દેતા હશે?!

ps://m.facebook.com/story.php?story_fbid=2455486624485203&id=100000716678944